Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ વન વિભાગના કર્મીના ભાઈ સહિતનાએ કરી સિંહની પજવણી:તોરણીયાના સરપંચે રેડ પાડી ટોર્ચ-લાકડી સાથે રંગેહાથ ઝડપ્યા; અધિકારીઓ પૈસા લઈ સિંહ દર્શન કરાવતાનો આરોપ

    2 days ago

    જૂનાગઢ નજીક આવેલા તોરણીયા ગામના જંગલ વિસ્તારમાં વન વિભાગના જ કર્મચારીઓના સગાઓ દ્વારા ગેરકાયદે સિંહો દર્શન કરી સિંહોની પજવણી કરતા હોવાનો આક્ષેપ થયો છે. તોરણીયા ગામના જાગૃત સરપંચ રેનીસ પટેલ સહિતના ગ્રામજનોએ મધરાતે દરોડો પાડીને વન વિભાગના એક ફોરેસ્ટરના ભાઈ અને તેના મિત્રોને હાથમાં લાકડી અને ટોર્ચ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે, જેઓ જંગલમાં બેઠેલા સિંહ પર ટોર્ચનો પ્રકાશ ફેંકી રહ્યા હતા. સરપંચે જ્યારે આ શખસોને પકડવામાં આવ્યા, ત્યારે પકડાયેલ વ્યક્તિએ પોતે સિંહ જોવા આવ્યો હોવાનું કબૂલ્યું હતું. નવાઈની વાત તો એ છે કે, આ શખ્સો એટલા બેખોફ હતા કે તેમણે સરપંચને પણ ત્યાં જંગલમાં હાજર સિંહ જોવા આવવા માટે આમંત્રણ આપ્યું હતું. આ મામલે અમે વન વિભાગના અધિકારી અક્ષય જોશી સાથે વાત કરવાનો વારંવાર પ્રયત્ન કર્યો પણ તેમણે કોલ રિસિવ ન કરી મૌન રહેવાનું પસંદ કર્યું. ત્યારે વન વિભાગની મેલી નીતિ સામે સવાલો ઊભા થયા છે. આ વીડિયો હવે વન વિભાગની કાર્યપ્રણાલી સામે અનેક સવાલો ઉભા કરી રહ્યો છે. રામનાથ રેન્જ અને તોરણીયા વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શનઃ સરપંચ આ મામલે ​તોરણીયા ગામના સરપંચ રેનીસ પટેલે કહ્યું કે, 26 એપ્રિલની રાત્રે જ્યારે તેઓ ગામમાં બેઠા હતા, ત્યારે તેમને બાતમી મળી હતી કે કેટલાક લોકો જંગલમાં સિંહની પજવણી કરી રહ્યા છે. આ માહિતી મળતા જ સરપંચ અને ગામના અન્ય 15થી 20 લોકો તાત્કાલિક જંગલ વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે જોયું કે, વન વિભાગમાં જ નોકરી કરતો જયેશ પરમારનો ભાઈ હાથમાં લાકડી અને ટોર્ચ લઈને સિંહની પજવણી કરી રહ્યો હતો. ગામ લોકોએ આ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા અને આ આખી ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો હતો. ​વન વિભાગના કર્મીઓ પૈસા લઈ સિંહ દર્શન કરતા હોવાનો પણ આક્ષેપ ​સરપંચે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, આ વિસ્તારમાં વન વિભાગના જ કેટલાક કર્મચારીઓ અને ફોરેસ્ટરો ગેરકાયદેસર પ્રવાસીઓ પાસેથી ₹5,000થી લઈને ₹25,000 સુધીની મોટી રકમ પડાવી ગેરકાયદે સિંહ દર્શન કરવા છે. રેનીસ પટેલે આ બાબતે અગાઉ આરએફઓ (RFO) અને બીટના ફોરેસ્ટર કરમટાને પણ જાણ કરી હતી, પરંતુ વન વિભાગના અધિકારીઓ કહે છે કે, પુરાવા લઈને આવો, જેને લઇ આ વખતે સિંહની પજવણી થતી હોવાના અને ગેરકાયદેસર રીતે સિંહ દર્શન થતા હોવાના મેં પુરાવા આપ્યા છે. જવાબ દારો સામે કાર્યવાહીની માગ ​રેનીસ પટેલે વન વિભાગની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, સામાન્ય નાગરિકો જો કોઈ નાની ભૂલ કરે તો વન વિભાગ તેમને લાખો રૂપિયાનો દંડ ફટકારે છે, પરંતુ જ્યારે ખુદ વન વિભાગના કર્મચારીઓ જ સિંહની પજવણી કરતા ઝડપાય ત્યારે તેમની સામે કાયદો કેમ કડક નથી હોતો? તેમણે ઉચ્ચ અધિકારીઓને અપીલ કરી છે કે, સિંહોના રક્ષણ માટે જવાબદાર લોકો જ આવી પ્રવૃત્તિમાં સામેલ હોય, તો તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. વીડિયો પ્રમામણે ​સરપંચ અને ગેરકાયદેસર સિંહ દર્શન કરતા વ્યક્તિ વચ્ચેનો સંવાદ... ​સરપંચ: લાકડી લઈને ફરો છો... તમે જંગલ ખાતામાં નોકરી કરો છો? ​વ્યક્તિ: પણ સાહેબ... ​સરપંચ: એમ નહીં, તારો ભાઈ જંગલ ખાતામાં નોકરી કરે છે અને તું આ ધંધા કરે છે? તારો ભાઈ ગમે ત્યાં સિંહ બતાવે છે? તું જંગલ ખાતામાં નોકરી કરે છે? ​વ્યક્તિ: પણ તમે આમ સાંભળો તો ખરા... ​સરપંચ: તારો ભાઈ જંગલ ખાતામાં નોકરી કરે એનો મતલબ એવો તું સમજે છે કે તું જંગલનો બાપ છે કે રાજા છે? તમે પૈસા લઈને સિંહ બતાવો છો? આ ધંધા કરો છો તમે હેં...? તું જંગલ ખાતામાં છે? હાલ ભાઈ... આ લ્યો... આ લાકડી લઈને તું સિંહ પાછળ ફરે છે? તારો ભાઈ જંગલ ખાતામાં છે એટલે તમે આ દુરુપયોગ કરો છો? મારે સિંહ નથી જોવા, સાંભળી લે. હું તારા માટે જ આવ્યો છું અને તારા ભાઈ માટે જ આવ્યો છું. ​સરપંચ: આવી ખોટી કાયદા વ્યવસ્થાને હાલે... મેડમને ફોન કર, જયલાને ફોન કર... આના ભાઈનો વીડિયો ઉતાર્યો છે. આ જંગલ ખાતાવાળા એના ભાઈઓને લાકડીઓ લઈને સિંહ પાછળ દોડાવે છે. આ જો, આ ગામ અત્યારે ભેગું છે. આ લોકો સિંહ બતાવવાના પૈસા લે છે અને આ ધંધો કરે છે. આ સિંહ બતાવવાના ધંધા કરે છે. આખું ગામ ભેગું છે અને અમે જંગલમાં આવ્યા છીએ. આ લાકડીઓ લઈને સિંહ પાછળ ફરે છે. ​સરપંચ: આ ધંધા કરો છો તમે? બીજાને દંડ કરો છો અને તમે સિંહ બતાવવાના પૈસા લ્યો છો? આ ધંધા મૂકી દેજો હો મારા ભાઈ, આજે પણ નહિ હાલે અને કાલ નહિ હાલે. જંગલ તમારા બાપનું નથી. અને કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હોવ ને તો કોન્ટ્રાક્ટની મર્યાદામાં રહો. કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, કાયદો બધાને લાગે છે. હું તને સરપંચ તરીકે કહું છું, અમે કોઈ દી સિંહ જોવા આવ્યા નથી કે ગયા નથી. તમારા અને તમારા ભાઈના જે ધંધા છે ને એ બંધ કરી દો. આજેય નહિ પોષાય અને કાલ નહિ પોષાય. કાલે હું સાહેબને કહું છું જંગલ ખાતામાં, અને આ વીડિયો હું મીડિયામાં આપું છું. કાં આ લોકોની નોકરી બંધ કરાવો, નહિતર આવા સિંહ બતાવવા માટે છેડછાડ કરે છે અને પૈસા લે છે. લાકડીઓ લઈને જંગલમાં આવો છો, આ શું તમારા બાપનું જંગલ છે? જેમ આપણને બધાને દંડ કર્યા હતા તેમ આ બધાને પણ દંડ કરાવો. ​સરપંચ: શું તમે આ જંગલ વેચાતું લઈ લીધું છે કે તારો ભાઈ આ જંગલમાં નોકરી કરે છે એટલે તારે સિંહ દર્શન કરવાના? આ ધંધા કરો છો?. ​વ્યક્તિ: રેનીસભાઈ, મને તો રહેવા દયો. મારે શું છે આમાં? હું શું કરું? તમે એને હેરાન કરો ને, હું ક્યાં ના પાડું છું? મને કંઈ ખબર જ નહોતી રેનીશભાઈ. આ બધા જોવા આવ્યા હતા એટલે હું પણ આવ્યો. ​સરપંચ: તું ક્યાં રહે છે? તને ખબર ન હોય? જંગલમાં હોવ અને તારા હાથમાં લાકડી હોય તો તું શું જંગલ ખાતાનો સાહેબ છે? અમારે 20 જણાને ગામમાંથી આવવું પડે છે કારણ કે તમે આ પજવણી કરો છો. કાલે જંગલ ખાતાને અમારે જવાબ દેવો પડે. આ આજેય નહિ પોષાય અને કાલેય નહિ પોષાય. ​વન વિભાગના અધિકારીઓની ભૂમિકા પર ગંભીર સવાલો આ સમગ્ર મામલે સરપંચ દ્વારા તમામ પુરાવાઓ અને વીડિયો રેકોર્ડિંગ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને સોંપવાની તૈયારી બતાવવામાં આવી છે. જોકે, સ્થાનિક લોકોમાં એ ચર્ચાનો વિષય છે કે શું વન વિભાગ આ મામલે નિષ્પક્ષ તપાસ કરશે? વારંવાર સિંહોના ટ્રેકિંગ અને સુરક્ષાના મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ જ્યારે સ્ટાફના સગાઓ જ પજવણી કરતા પકડાય છે, ત્યારે વિભાગની આબરૂના ધજાગરા થાય છે. સિંહોના સંરક્ષણ માટે ફાળવવામાં આવતા લાખોના ભંડોળ અને આધુનિક સાધનો છતાં જો આવી ઘટનાઓ બનતી હોય તો જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં લેવાવા જોઈએ. ​સામાન્ય નાગરિક અને સ્ટાફના સગા વચ્ચે પક્ષપાતની ભીતિ સામાન્ય રીતે જો કોઈ ગ્રામજન કે પ્રવાસી જંગલના નિયમોનું ઉલ્લંઘન કરે તો વન વિભાગ તરત જ હજારો કે લાખોનો દંડ ફટકારે છે અથવા જેલના સળિયા પાછળ ધકેલી દે છે. પરંતુ અહીં આરોપીના ભાઈ ખુદ વન વિભાગમાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. આવી સ્થિતિમાં વન વિભાગ આ કેસમાં ઢીલ મૂકશે કે પછી સામાન્ય વ્યક્તિની જેમ જ કાયદેસરનો દંડ અને કાર્યવાહી કરશે તેના પર આખા જિલ્લાની નજર છે. શું વન વિભાગ પોતાના જ કર્મચારીને છાવરશે કે સિંહોની સુરક્ષાને પ્રાથમિકતા આપશે?
    Click here to Read More
    Previous Article
    સુરત SBIમાં 50 લાખની લૂંટ, એક્સક્લૂઝિવ CCTV:કેશવાનની રેકી કરી વરાછા બ્રાન્ચમાં ઘૂસ્યા, 5 લૂંટારૂઓએ બંદૂકની અણીએ કર્મચારીઓને બંધક બનાવી ફોન લઈ લીધા
    Next Article
    Class XII student sexually assaulted and murdered in UP; minor relative detained

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment