Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં ત્રિપલ મર્ડર: બે આરોપીઓની અટકાયત:વહેમમાં પતિએ બાળક-સાસુને માર્યા પત્ની ગંભીર, ગુસ્સે ભરાયેલા ભાઈ-કાકીએ પતિની હત્યા કરી

    8 hours ago

    સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના સંગ્રામપુર ગામે પારિવારિક વહેમને કારણે ત્રિપલ મર્ડરની ઘટના બની છે. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ છે. પોલીસે બે અલગ-અલગ ગુના નોંધી બે આરોપીઓની અટકાયત કરી છે. શનિવારે રાત્રે શ્રવણભાઈ ચુનાભાઈ ગમારે પોતાની પત્ની કાંતાબેન પર આડા સંબંધનો વહેમ રાખીને કુહાડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમનો બે વર્ષનો પુત્ર કમલેશ અને સાસુ જમનાબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પત્ની કાંતાબેન ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બાદ, ગુસ્સે ભરાયેલા શ્રવણના ભાઈ ઈશ્વરભાઈ ગમાર અને કાકી હળદીબેન ગમારે શ્રવણ પર કુહાડી અને બોથડ પદાર્થ વડે હુમલો કર્યો હતો, જેમાં શ્રવણનું પણ મોત થયું હતું. આમ, આ સમગ્ર ઘટનામાં શ્રવણભાઈ ગમાર, તેમનો પુત્ર કમલેશ અને સાસુ જમનાબેન એમ ત્રણના મોત થયા છે. શ્રવણની પત્ની કાંતાબેન ગંભીર હાલતમાં અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ ખેડબ્રહ્મા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જિલ્લા પોલીસ વડા (SP) અને ડીવાયએસપી સહિતનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે બે અલગ-અલગ ગુના નોંધી શ્રવણના ભાઈ ઈશ્વરભાઈ ગમાર અને કાકી હળદીબેન ગમારની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ‘My creatinine is 1.4, GFR is 39 and dropping rapidly; nephrologist said I have nothing to worry about now but in 10 years from now I’ll be on dialysis. Is this true?’
    Next Article
    સરથાણામાં મતદાનનો વીડિયો વાયરલ કરનાર યુવક સામે ગુનો નોંધાયો:મત કુટિરમાં પ્રવેશી મતદાન કરતી વખતે મોબાઇલમાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં મૂક્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment