Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરથાણામાં મતદાનનો વીડિયો વાયરલ કરનાર યુવક સામે ગુનો નોંધાયો:મત કુટિરમાં પ્રવેશી મતદાન કરતી વખતે મોબાઇલમાં વીડિયો ઉતરી સોશિયલ મીડિયામાં મૂક્યો હતો

    10 hours ago

    સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં ગઈકાલે(26 એપ્રિલ) સમગ્ર શહેર સહિત રાજ્યમાં મતદાતાઓએ મતદાન કર્યું હતું. જોકે આ મતદાન દરમિયાન કેટલાક લોકોએ પ્રતિબંધિત વિસ્તારમાં પણ મોબાઈલ વાપરી મતદાન કરતા હોય તેવા વિડિયો મોબાઈલમાં ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. જેથી પોલીસે આવા લોકો સામે ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ કરી છે. સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા યુવકે પણ મતદાન કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેથી પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રતિબંધિત એરિયામાં મોબાઈલ કેવી રીતે પહોંચ્યો? સુરત શહેરમાં ગતરોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન મોડી સાંજે પૂર્ણ થયું હતું. શહેરના અલગ અલગ વિસ્તારોમાં અનેક નાની-મોટી બોલાચાલીએ પોલીસ તંત્ર અને ચૂંટણી પંચને સતત દોડતું રાખ્યું હતું. જોકે આ દરમિયાન કેટલાક લોકોએ મતદાન મથકની અંદર પ્રતિબંધિત એરિયામાં મોબાઈલ પણ લઈ ગયા હતા. પ્રતિબંધ હોવા છતાં પણ મતદાન મથકની અંદર પોતે મત આપતા હોય તેવા વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરી સુરત શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હતો. જેથી પોલીસે આવા તત્વો સામે પગલાં લેવાની શરૂઆત કરી છે. મતદાનનો વીડિયો ઉતારનાર યુવક સામે પોલીસે ગુનો નોંધ્યો સુરતમાં પુણાગામ ખાતે આવેલ સન્માન સોસાયટી પાસે હરેકૃષ્ણ વિદ્યાલય રૂમ નં. 3ની અંદર બોર્ડ નં. 17 મતદાન મથક 42માં ચિરાગ બાવચંદભાઈ બરવાળીયા નામની વ્યક્તિ મતદાન કરવા માટે આવી હતી. જોકે ચિરાગે મોબાઈલ સાથે મત કુટિરમાં પ્રવેશી મતદાન કરતી વખતે મોબાઇલમાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરી મતદાનની ગુપ્તતા અને સુરત શહેર પોલીસ કમિશનરના જાહેર નામાનો ભંગ કર્યો હતો. જેથી પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મતદાન કરતા હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકોએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કર્યું હતું. જો કે આ દરમિયાન શહેરના ઘણા બધા અલગ અલગ વિસ્તારોમાં ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ તથા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પણ નેતાઓ અને કાર્યકર્તાઓએ પોતાના મતવિસ્તારમાં મતદાન કર્યું હતું. જોકે આ દરમિયાન તેઓએ મત કુટિરની અંદર મતદાન કરતા હોય તેવા વીડિયો પોતાના મોબાઈલમાં ઉતાર્યા હતા અને પોતાના આકાઓ તથા લોકોમાં દેખાડો કરવા માટે આ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યા હતા. પોલીસની કાર્યવાહીની વીડિયો ડીલીટ મારવાની શરૂઆત? જોકે મોડી સાંજે પોલીસની ભીંસ વધતા અને આ પ્રકારના વીડિયો વાયરલ કરનાર સામે કાયદેસરના પગલાં લેવાનો આદેશ આપતાની સાથે જ તાત્કાલિક આવા લોકોએ પોતાની પ્રોફાઇલમાંથી વીડિયો ડીલીટ મારવાની શરૂઆત કરી દીધી હતી. શું વીડિયો ડીલીટ મારનાર લોકો સામે પણ પોલીસ પગલા લેશે? સાંજ સુધીમાં મોટાભાગના ત્રણેય પાર્ટીના ઉમેદવારો અને કાર્યકર્તાઓ પૈકી જેમણે પણ પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં આ પ્રકારના વીડિયો અપલોડ કર્યા હતા. તેઓએ તાત્કાલિક ધોરણે વીડિયો ડીલીટ માર્યા હતા. ઉલ્લેખનીય છે કે, પોલીસની સખ્ત કાર્યવાહીની શરૂઆત થતાની સાથે જ સોશિયલ મીડિયામાંથી વીડિયો ડીલીટ મારનાર લોકો સામે પણ પોલીસ પગલા લેશે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે આવા લોકોએ પણ મતદાનની ગુપ્તાનો ભંગ કરવા સાથે શહેર પોલીસ કમિશનરના જાહેરનામનો ભંગ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    'એ સરકાર ગઇ @#$%*':તડકામાં નેતાજી આઉટ ઓફ કન્ટ્રોલ, લાફા પડવાથી ખુરસીઓ ફેંકવા સુધી, ઈટાલિયાનું ગીત વાઇરલ, જુઓ ચૂંટણીનાં ચાર રૂપ
    Next Article
    Junagadh Mango Market News | જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીના ઢગલા થયા | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment