Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મતદારોમાં અનેરો ઉત્સાહ:વૃદ્ધ, દિવ્યાંગ અને ફર્સ્ટ વોટર્સ ફરજ ચૂક્યા નહીં

    8 hours ago

    ચૂંટણી દરમિયાન તપતી ગરમી વચ્ચે પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને વૃદ્ધો, દિવ્યાંગો અને પ્રથમ વખત મતદાન કરતા યુવાનોએ મતદાન કરીને લોકશાહી પ્રત્યે પોતાની ફરજ નિભાવી હતી. ગરમીના તાપમાનને અવગણીને અનેક વૃદ્ધ મતદારો લાઠીના સહારે, તો ઘણી જગ્યાઓમાં પરિવારજનોની મદદથી મતદાન કેન્દ્રો સુધી પહોંચ્યા હતા. પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ચહેરા પર થાક હોવા છતાં લોકશાહીના પર્વમાં ભાગીદાર થવાનો સંતોષ જોવા મળ્યો હતો. દિવ્યાંગ મતદારો પણ વ્હીલચેર તો ક્યાંક અન્ય સહાયકની મદદથી મતદાન મથક સુધી પહોંચ્યા હતા. પહેલીવાર બનેલા મતદાર એટલે કે ફર્સ્ટ ટાઈમ વૉટર્સમાં પહેલી વાર લોકશાહી પ્રત્યે મતદાન કરીને પોતાની ફરજ નિભાવતા તેઓએ ગર્વ અનુભવ્યો હતો. વયોવૃદ્ધને ઉઠાવી પહોંચાડ્યા બૂથ સુધી, દિવ્યાંગે ફરજ નિભાવી લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવવાની પ્રેરણા આપતું વધુ દ્રશ્ય પણ જોવા મળ્યું, જેમાં રવાપર ખાતે પ્રજ્ઞાચક્ષુ વયોવૃદ્ધ વડીલને યુવાનો દ્વારા ઉપાડી મતદાન કરાવવામાં આવ્યું હતું. સાથે જ, ભુજના વોર્ડ નંબર 9 સ્થિત શાળા નંબર 10 ખાતે મતદાનઅર્થે આવેલા અર્પિતાબેન દયારામભાઈ દાવડાએ જણાવ્યું હતું કે, હું દર વખતે મતદાન કરવા આવું છું. લોકશાહીની આ પ્રક્રિયામાં ભાગ લેવું એ મારી ફરજ છે. મતદાનમાં દરેક મતનું મહત્વ હોય છે, એટલે મતદાન માત્ર હકનહીં પરંતુ જવાબદારી પણ છે.
    Click here to Read More
    Previous Article
    Why churches in Kerala are abandoning fireworks this year
    Next Article
    MS Dhoni Suffers 2nd Injury, CSK Coach Drops 'Comeback' Bombshell

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment