Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રનચેઝમાં લખનઉના બેટર્સની ખૂબ જ ધીમી બેટિંગ:ટીમે છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી; કેપ્ટન પંત અને પૂરન આજે પણ નિષ્ફળ; ચક્રવર્તીએ બીજી વિકેટ લીધી

    1 day ago

    કોલકાતા નાઇટ રાઇડર્સે IPL 2026ની 38મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 156 રનનો ટાર્ગેટ આપ્યો છે. એકાના સ્ટેડિયમમાં પહેલા બેટિંગ કરતા કોલકાતાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 155 રન જ બનાવી શકી. કોલકાતાની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમે 93 રનમાં જ 7 વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી રિંકુ સિંહે બાજી સંભાળી અને 51 બોલ પર 83 રન બનાવ્યા. આ તેના IPL કરિયરની સૌથી મોટી ઇનિંગ રહી. તેણે છેલ્લી ઓવરમાં સતત 4 સિક્સ ફટકારી. ઇનિંગમાં 7 ચોગ્ગા અને 5 સિક્સ ફટકાર્યા. કેમૂન ગ્રીને 34 રનનું યોગદાન આપ્યું. લખનઉ માટે મોહસિન ખાને 5 વિકેટ ઝડપી. તેણે કેમૂન ગ્રીન, અનુકૂલ રોય, રોવમેન પોવેલ, ટિમ સેફર્ટ અને અજિંક્ય રહાણેને પેવેલિયન ભેગા કર્યા. જ્યારે રમણદીપ સિંહને જ્યોર્જ લિન્ડેએ આઉટ કર્યો. કોલકાતાના અંગક્રિશ રઘુવંશી ‘ઓબસ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ’ના નિયમ હેઠળ આઉટ થયો. રન લેતી વખતે થ્રો તેના શરીર સાથે અથડાયો અને અમ્પાયરે તેને જાણીજોઈને બોલના રસ્તામાં આવવાની બાબત માનીને આઉટ આપી દીધો. ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ શું હોય છે? જ્યારે કોઈ બેટ્સમેન જાણી જોઈને અથવા પોતાની હિલચાલથી ફિલ્ડિંગ ટીમની થ્રોમાં અવરોધ ઊભો કરે છે, જેમ કે બોલની લાઈનમાં આવવું, થ્રોને રોકવો અથવા દિશા બદલીને ફિલ્ડરને પરેશાન કરવો, તો તેને ‘ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ’ આઉટ આપી શકાય છે. જો અમ્પાયરને લાગે કે બેટરે જાણી જોઈને આવું કર્યું છે, તો, બોલ વિકેટ પર લાગ્યા વગર પણ તેને આઉટ જાહેર કરી શકાય છે. ચોથી વાર કોઈ બેટર ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ આઉટ અંગક્રિશ રઘુવંશી IPLમાં 'ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ' આઉટ થનાર ચોથો બેટર બન્યો છે. તેની પહેલા યુસુફ પઠાણ (2013), અમિત મિશ્રા (2019) અને રવીન્દ્ર જાડેજા (2024) આ નિયમ હેઠળ આઉટ થઈ ચૂક્યા છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): એડન માર્કરમ, મિચેલ માર્શ, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), નિકોલસ પૂરન, આયુષ બદોની, મુકુલ ચૌધરી, જ્યોર્જ લિન્ડે, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ, દિગ્વેશ સિંહ રાઠી અને મોહસીન ખાન. ઇમ્પેક્ટ પ્લેયર્સ: હિંમત સિંહ. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), ટિમ સેફર્ટ (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી, રોવમેન પોવેલ, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, રમણદીપ સિંહ, અનુકુલ રોય, વૈભવ અરોરા અને કાર્તિક ત્યાગી. ઇમ્પેક્ટ પ્લેયર: વરુણ ચક્રવર્તી.
    Click here to Read More
    Previous Article
    7 ways to make the best scrambled eggs of your life
    Next Article
    IPL 2026 Live: Varun Chakaravarthy Strikes, LSG Need 28 In 12 vs KKR

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment