Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હું મારી દીકરીને તેડી પરિવાર સાથે સુરક્ષિત બહાર નીકળ્યો':રાજકોટના ફન બ્લાસ્ટ ગેમઝોનમાં આગ લાગતા લોકોમાં અફરાતફરી, હાજર કર્મચારીઓની સમયસૂચતાએ મોટી જાનહાનિ ટળી

    9 hours ago

    રાજકોટ TRP ગેમ ઝોનની ભયાનક દુર્ઘટના હજુ લોકોના માનસપટ પરથી ભૂંસાઈ નથી, ત્યારે 26 એપ્રિલના રોજ ફરી TRP ગેમ ઝોન જેવી દુર્ઘટના બનતા રહી ગઈ છે. આજે કાલાવડ રોડ પરના ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બનતા રવિવારની રજા માણતા પરિવારો અને બાળકોની સાથે આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ગેમ ઝોનમાં સ્પાર્કના ડરથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને બહારની બાજુએ ભાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમો સ્થળ પર દોડી આવી હતી. જોકે, કોઈ જાનહાનિ થઈ નથી. કોઈ કારણે સ્મોક ડિટેક્ટર એક્ટિવ થતા હૂટર વાગવા લાગ્યા હોવાની સ્પષ્ટતા સંચાલક દ્વારા કરવામાં આવી હતી. ફાયર વિભાગ અને મનપા ડેપ્યુટી કમિશનર નંદાણીની દેખરેખમાં ઝણીવટભરી તપાસ કરવામાં આવી હતી. 'હું મારી દીકરીને તેડી પરિવાર સાથે સુરક્ષિત બહાર નીકળ્યો' ઘટના સમયે ગેમ ઝોનમાં હાજર સોહન નામના યુવકે દિવ્ય ભાસ્કરને પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે, તે પોતાની નાની દીકરી અને પરિવાર સાથે અહીં આવ્યો હતો. અચાનક ટ્રેમ્પોલીન પાસે આગ લાગી હોવાની બૂમો સંભળાઈ હતી. અમે અંદર મશીન ગેમ્સ રમી રહ્યા હતા, ત્યારે ધુમાડો દેખાવા લાગ્યો અને લોકો ભાગવા લાગ્યા હતા. મેં તરત જ મારી દીકરીને તેડી લીધી અને અમે સુરક્ષિત બહાર નીકળી ગયા હતા. સદનસીબે ત્યાં હાજર કર્મચારીઓએ સમયસૂચકતા વાપરીને CO_2ના બાટલા વડે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે આગ વધુ પ્રસરે તે પહેલાં જ તેને નિયંત્રિત કરી દેવાઈ હતી. 'તમામ ગ્રાહકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા' ફન બ્લાસ્ટ ગેમ ઝોનના સંચાલક જયદીપસિંહ પરમારે ઘટના અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ગેમ ઝોનમાં લગાવેલા સ્મોક ડિટેક્ટર એક્ટિવ થઈ ગયા હતા અને હૂટર વાગવા લાગ્યા હતા. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, કોઈ મોટી દુર્ઘટના બની નથી, પરંતુ સેફ્ટી પ્રોટોકોલના ભાગરૂપે તમામ ગ્રાહકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટથી આગ લાગી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, શોર્ટ સર્કિટના કારણે સ્પાર્ક થયો હતો. ગેમ ઝોન પાસે ફાયર વિભાગની NOC અને નવા નિયમો મુજબ તમામ મંજૂરીઓ હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. 'આગ પર કાબૂ મેળવી લેવાયો હતો': ડેપ્યુટી કમિશનર રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સી.કે. નંદાણીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં કોઈ સ્પાર્ક થવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાવા મળ્યું છે. સ્મોક ડિટેક્ટર દ્વારા એલર્ટ મળતા જ ગેમ ઝોનની ઇન્ટરનલ ફાયર સિસ્ટમ કાર્યરત થઈ ગઈ હતી. આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. જોકે, આ ગેમ ઝોન પાસે ફાયર NOC અને જરૂરી તમામ મંજૂરીઓ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. છતાં સમગ્ર પરિસ્થિતિની ખાતરી કર્યા બાદ જ ગેમ ઝોનની ફરી શરૂ કરવા માટેની સૂચના આપવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સદનસીબે જાનહાનિના કોઈ સમાચાર નથી ઉલ્લેખનીય છે કે, સદનસીબે આ કિસ્સામાં જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ રવિવારના દિવસે જો આગે વિકરાળ સ્વરૂપ લીધું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. વેકેશનના સમયમાં ગેમ ઝોનમાં ભીડ વધુ રહેતી હોવાથી સુરક્ષાના સાધનો અને ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન થાય તે અત્યંત અનિવાર્ય બન્યું છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા સમગ્ર ગેમ ઝોનની સુરક્ષા વ્યવસ્થા અંગેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ અન્ય ગેમ ઝોનનાં સંચાલકોને પણ ફાયર સેફ્ટી સિસ્ટમ રી-ચેક કરવા માટે સૂચના અપાય તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    મતદાનમાં હાર્ટ એટેકથી 3ના મોત:જામનગર મનપામાં AAP ઉમેદવારનું નિધન; ગરમી 44 ડિગ્રી અને મતદાન 57%, જાણો જિ.પંચાયત, મનપા-ન.પાનું સરેરાશ મતદાન
    Next Article
    Delhi Cop Fires At Delivery Agent, Bullet Pierces And Kills Him, Hits Another

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment