Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુસ્લિમ ધર્મગુરુઓના ફતવા મુદ્દે રાજકીય ગરમાવો:ગોરધન ઝડફિયાની કડક પ્રતિક્રિયા – “ધર્મ આધારિત અપીલ લોકશાહી માટે ખતરો”

    22 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન મુસ્લિમ ધર્મગુરુઓ દ્વારા મતદાન અંગે ફતવો જાહેર કરાતા રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા તેજ બની છે. આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સંચાલન સમિતિના સંયોજક ગોરધન ઝડફિયાએ કડક વલણ અપનાવતા જણાવ્યું કે, મતદારોને કોઈપણ પ્રકારના ધાર્મિક માર્ગદર્શન અથવા દબાણ હેઠળ મતદાન કરવા પ્રેરિત કરવું લોકશાહી સિદ્ધાંતોના વિરુદ્ધ છે. તેમણે જણાવ્યું કે, જો મતદાન ફતવાના આધારે થતું હોય તો તે ગંભીર વિચારણા માંગે છે અને આ પ્રવૃત્તિ લોકશાહી મૂલ્યોને નુકસાન પહોંચાડે છે. ફતવાઓના કારણે મતદારો દોરવાય તે યોગ્ય નથી ઝડફિયાએ ગરમી વચ્ચે પણ મતદાન કરવા નીકળેલા મતદારોને અભિનંદન પાઠવતા કહ્યું કે, આ લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે પરંતુ, આ સાથે જ તેમણે ચેતવણી આપી કે આવા ફતવાઓના કારણે મતદારો દોરવાય તે યોગ્ય નથી. તેમણે વધુમાં ખેડાવાલા દ્વારા કરવામાં આવેલા બુલડોઝર જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી અપીલ અંગે પણ આક્ષેપ કરતાં જણાવ્યું કે, બુલડોઝર કોઈ ધર્મના આધારે નહીં પરંતુ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે જ વપરાય છે, તેથી તેને રાજકીય કે ધાર્મિક રંગ આપવો ખોટો છે. હિન્દુ ધર્મના ગુરુઓ ક્યારેય આ પ્રકારની સીધી મતદાન સંબંધિત અપીલ કરતા નથી ઝડફિયાએ વધુમાં ઉમેર્યું કે, દરેક ચૂંટણી વખતે કેટલાક ધર્મગુરુઓ દ્વારા આ પ્રકારના ફતવા બહાર પાડવામાં આવે છે, જે સમાજમાં ભેદભાવ ઊભો કરી શકે છે અને મતદાન પ્રક્રિયાની નિષ્પક્ષતા પર પ્રશ્ન ઊભો કરે છે. તેમણે ખાસ કરીને ઉલ્લેખ કર્યો કે, હિન્દુ ધર્મના ગુરુઓ ક્યારેય આ પ્રકારની સીધી મતદાન સંબંધિત અપીલ કરતા નથી, જેથી આ મુદ્દે સૌએ વિચારવાની જરૂર છે. અંતમાં તેમણે મતદારોને અપીલ કરી કે, તેઓ કોઈપણ પ્રકારના દબાણ, પ્રભાવ કે ભ્રમમાં આવ્યા વગર પોતાના અધિકારનો ઉપયોગ કરે અને લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવે. સમગ્ર ઘટનાએ ચૂંટણીના માહોલમાં નવી ચર્ચાઓ જગાવી છે અને રાજકીય પાટા પર તણાવ વધાર્યો છે.
    Click here to Read More
    Previous Article
    3 વાગ્યા સુધીમાં 57.57 ટકા મતદાન નોંધાયું:કપરાડા-ધરમપુર તાલુકામાં સૌથી વધુ; વાંકલમાં નવદંપતિએ લગ્ન પહેલાં માતાધિકારનો ઉપયોગ કરી લોકોને વધુમાં વધુ મતદાન કરવા કરી અપીલ
    Next Article
    બપોરના 3 વાગ્યા સુધીમાં સરેરાશ 58.41% મતદાન:સૌથી વધુ નેત્રંગ તાલુકામાં 68.08%, સૌથી ઓછું ભરૂચ તાલુકામાં 51.32%

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment