Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંબાણી પરિવારના આંગણે રિહાના પર ચડ્યો ‘દેશી’ રંગ:રાધિકા, શ્લોકા અને ઈશા સાથે રમી ફૂલોની હોળી; રાધા-ક્રૃષ્ણની પૂજા-આરતી કરી, ગાયને લાડુ ખવડાવ્યાં

    10 hours ago

    ગ્લોબલ મ્યુઝિક અને બ્યૂટી આઈકોન રિહાના ફરી એકવાર ભારતના પ્રવાસે છે. અંબાણી પરિવારે રિહાના માટે મુંબઈમાં એક ખાસ લંચનું આયોજન કર્યું હતું. અંબાણી નિવાસસ્થાને સંસ્કૃતિ-કલાનો સંગમ અંબાણીના નિવાસસ્થાને રિહાનાનું સ્વાગત ઈશા, શ્લોકા, રાધિકા અને અનંત અંબાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ મુલાકાત માત્ર એક સોશિયલ મીટિંગ નહોતી, પરંતુ ભારતની કલા અને સંસ્કૃતિનો અદ્ભુત નજારો પણ હતો. આ પ્રસંગે રિહાના માટે ભારતીય નૃત્ય, પરંપરાગત કલા અને હેરિટેજ પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન સૌથી વધુ ચર્ચાસ્પદ ક્ષણોમાંની એક રિહાનાએ રાધા-ક્રિષ્નાની પૂજા કરી. એટલું જ નહીં સિંગર અંબાણી પરિવાર સાથે આરતીમાં પણ જોડાઈ હતી. ઉપરાંત, અંબાણી પરિવારના આંગણે તેણે ફૂલોથી હોળી પણ રમી હતી. રિહાનાનો લુક રિહાનાએ તેના લુકથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. લોન્ચ ઈવેન્ટ માટે તેણે Mugler Fall 2026 કલેક્શનનું આઉટફિટ પસંદ કર્યું હતું. તેણે મોક-નેક ટોપ અને એન્કલ-લેન્થ લેધર સ્કર્ટ પહેર્યું હતું. આફ્ટર-પાર્ટી માટે તેણે બ્લેક ફિટ-એન્ડ-ફ્લેર જર્સી ડ્રેસ પસંદ કર્યો હતો, જેમાં ક્રોકોડાઈલ-સ્ટાઈલ લેધર કટ-આઉટ્સ હતા. 'ફેન્ટી બ્યુટી'નું લોન્ચિંગ આ હાઈ-પ્રોફાઈલ મુલાકાત પાછળનું મુખ્ય કારણ બિઝનેસ ડેવલપમેન્ટ છે. રિહાનાની જાણીતી બ્રાન્ડ 'ફેન્ટી બ્યુટી' હવે સત્તાવાર રીતે ભારતમાં લોન્ચ થઈ છે. આ બ્રાન્ડ રિલાયન્સના બ્યૂટી પ્લેટફોર્મ 'ટીરા' (Tira) અને વૈશ્વિક રિટેલર સેફોરા (Sephora) પર એક્સક્લુઝિવલી ઉપલબ્ધ થશે. આ કોલોબ્રેશન દ્વારા 'ટીરા' હવે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ માટે ભારતીય બજારમાં પ્રવેશવાનું એક મુખ્ય ગેટવે બની ગયું છે. જુઓ સંપૂર્ણ વીડિયો: બે વર્ષ પહેલા ભારત આવી હતી રિહાના રિહાના છેલ્લે 2024માં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં પર્ફોર્મ કરવા ભારત આવી હતી. ફેન્ટી બ્યુટીની વાત કરીએ તો, તેણે 8 સપ્ટેમ્બર, 2017ના રોજ LVMH સાથે મળીને આ બ્રાન્ડ લોન્ચ કરી હતી. તેની સર્વસમાવેશકતા અને 40 અલગ-અલગ શેડ્સના ફાઉન્ડેશનને કારણે આ બ્રાન્ડ દુનિયાભરમાં લોકપ્રિય છે. રિહાનાની આ મુલાકાતથી મુંબઈના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, અને સોશિયલ મીડિયા પર તેની તસવીરો વાઈરલ થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    નિફ્ટી 23,500 સુધી ઘટી શકે છે:FIIએ એપ્રિલમાં ₹56 હજાર કરોડના શેર વેચ્યા; ઈરાન-અમેરિકા તણાવ સહિત 5 પરિબળો દિશા નક્કી કરશે
    Next Article
    PM મોદીએ કહ્યું -TMCનો ઘમંડ તૂટી ગયો, ભાજપની જીત નક્કી:મમતાની સરકારમાં નાના-નાના નેતાઓ પોતાને સરકાર માનવા લાગ્યા છે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment