Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સસરાની જમાઈ સામે બીજા લગ્નની ફરિયાદ:પાટણ કોર્ટ બાદ હાઇકોર્ટે જમાઈને નિર્દોષ છોડ્યો, બીજા લગ્ન સાબિત થઈ શક્યા નહીં

    9 hours ago

    ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે કે દ્વિ-પત્નીત્વ ના ફોજદારી કેસમાં, માત્ર સહજીવન અથવા સંતાનના જન્મના આધારે લગ્નની ધારણા કરી શકાય નહીં. કોર્ટે પ્રથમ લગ્ન હયાત હોવા છતાં બીજું લગ્ન કરવાનો આરોપ ધરાવતા એક વ્યક્તિના નિર્દોષ છૂટકારાના આદેશને માન્ય રાખ્યો છે. પત્ની વર્ષ 1996માં તેના પિયર જતી રહી આ કેસ પાટણની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં વર્ષ 1999માં આરોપીના સસરા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાંથી ઉદભવ્યો હતો. ફરિયાદ મુજબ આરોપીએ 1989માં લગ્ન કર્યા હતા, પરંતુ વૈવાહિક વિવાદો બાદ તેની પત્ની વર્ષ 1996માં તેના પિયર જતી રહી હતી. પતિ ઉપર આક્ષેપ હતો કે પ્રથમ લગ્ન કાયદેસર રીતે અસ્તિત્વમાં હોવા છતાં તેણે 1998માં બીજું લગ્ન કર્યું હતું. 1999માં જન્મેલી દીકરીનો આધાર લીધો હતો આ આક્ષેપને સાબિત કરવા માટે ફરિયાદીએ કથિત બીજા લગ્નથી જુલાઈ, 1999માં જન્મેલી દીકરીનો આધાર લીધો હતો અને બાળકીનું જન્મનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. બીજા લગ્ન થયા હોવાનો દાવો સાબિત કરવા માટે એક સાક્ષીની પણ તપાસ કરવામાં આવી હતી. વર્ષ 2006માં પાટણ કોર્ટે આ ફરિયાદને નકારી દીધી હતી. કોર્ટે પ્રથમ દૃષ્ટિએ એવું અવલોકન કર્યું હતું કે આ કેસમાં તેની પાસે પ્રાદેશિક અધિકારક્ષેત્ર નથી. કારણ કે કથિત બીજું લગ્ન આણંદમાં થયું હતું અને યુગલ ત્યાં જ રહેતું હતું. તેમ છતાં ટ્રાયલ કોર્ટે ગુણ-દોષના આધારે મામલાની તપાસ કરી અને નિષ્કર્ષ કાઢ્યો હતો કે બીજું લગ્ન સાબિત થયું નથી. ત્યારબાદ ફરિયાદીએ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે વિચારણા માટે બે મુદ્દા નક્કી કર્યા હતા કે શું Crpcની કલમો હેઠળ પાટણ કોર્ટ પાસે પ્રાદેશિક અધિકારક્ષેત્ર હતું અને જો ન હોય તો શું કાર્યવાહી રદબાતલ ગણાય? કથિત બીજું લગ્ન આણંદમાં થયું હતું કોર્ટે ઠેરવ્યું કે પાટણ કોર્ટ પાસે ખરેખર પ્રાદેશિક અધિકારક્ષેત્રનો અભાવ હતો. કારણ કે કથિત બીજું લગ્ન આણંદમાં થયું હતું. યુગલ ત્યાં સાથે રહેતું હતું અને પ્રથમ પત્ની પણ કથિત ગુના પછી કચ્છમાં રહેતી હતી, પાટણમાં નહીં. જો કે કોર્ટે કહ્યું કે આ ક્ષતિથી કાર્યવાહી આપોઆપ રદ થતી નથી. CrPC ની કલમ 462નો ઉલ્લેખ કરતા કોર્ટે જણાવ્યું હતું કે જ્યાં સુધી ન્યાયના પાયામાં કોઈ નિષ્ફળતા ન સાબિત થાય ત્યાં સુધી ખોટા પ્રાદેશિક અધિકારક્ષેત્રમાં હાથ ધરવામાં આવેલી કાર્યવાહી રદબાતલ ઠરતી નથી. આ કેસમાં ન્યાયમાં નિષ્ફળતા મળી હોવાની કોઈ રજૂઆત કે સાબિતી આપવામાં આવી નથી. દ્વિ-પત્નીત્વના મુખ્ય આરોપ પર હાઈકોર્ટે નોંધ્યું કે ફરિયાદી કાયદેસર રીતે માન્ય બીજું લગ્ન સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. કોર્ટે નોંધ્યું કે પ્રથમ પત્ની સાક્ષી તરીકે હાજર થઈ ન હતી, સસરાની જુબાની સાંભળેલી વાતો પર આધારિત હતી અને કથિત સાક્ષી લગ્ન માટે જરૂરી પાયાની વિધિઓ સાબિત કરી શક્યા ન હતા. જન્મના પ્રમાણપત્રની પુરાવાકીય કિંમત અંગે કોર્ટે કહ્યું હતું કે, જો કે તેને માત્ર એકલાને માન્ય લગ્નના પુરાવા તરીકે ગણી શકાય નહીં. કાયદો સ્થાપિત છે કે માત્ર સહજીવન કે સંતાનના જન્મના આધારે લગ્નની ધારણા કરી શકાય નહીં, ખાસ કરીને ફોજદારી કાર્યવાહીમાં જ્યાં શંકાથી પરે સખત પુરાવા આપવા જરૂરી હોય છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન શરૂ:11 વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતમાં 22.49 ટકા મતદાન થયું, 97 વર્ષના આદમભાઈએ મતદાન કર્યું
    Next Article
    Tharun Bhascker’s Gaayapadda Simham turns Donald Trump’s deportation orders into a Telugu comedy, watch trailer

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment