Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માયાભાઇના પુત્રી સોનલ ડેરની મતદાન માટે અપીલ:સાવરકુંડલામાં વરરાજા જાન સાથે મતદાન કરવા પહોંચ્યા; ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પરિવાર સાથે મતદાન કર્યું

    16 hours ago

    અમરેલી જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જેમાં જિલ્લાની 6 નગરપાલિકાઓ અને 11 તાલુકા પંચાયતો માટે કુલ 1,093 મતદાન મથકો પર નાગરિકો ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી અંતર્ગત અમરેલી, વડીયા, લાઠી, બાબરા, સાવરકુંડલા, લીલીયા, ધારી, બગસરા, ખાંભા, રાજુલા અને જાફરાબાદ એમ કુલ 11 તાલુકાઓનો સમાવેશ થાય છે. કુલ 8,64,877 નોંધાયેલા મતદારો (4,55,449 પુરુષ, 4,09,427 સ્ત્રી અને 1 અન્ય) જિલ્લા પંચાયતની 34 બેઠકો અને તાલુકા પંચાયતની 190 બેઠકો માટે પોતાના પ્રતિનિધિઓ પસંદ કરી રહ્યા છે. નગરપાલિકા સ્તરે અમરેલી, બાબરા, સાવરકુંડલા, ધારી, બગસરા અને દામનગર એમ 6 નગરપાલિકાઓના 46 વોર્ડ માટે 231 મતદાન મથકો પર મતદાન ચાલી રહ્યું છે, જેમાં 2,10,677 મતદારો (1,10,159 પુરુષ, 1,00,498 સ્ત્રી અને 20 અન્ય) નોંધાયેલા છે. ચૂંટણીના આ પર્વમાં સવારથી જ જિલ્લાના દિગ્ગજ નેતાઓએ મતદાન કર્યું હતું, જેમાં મંત્રી કૌશિક વેકરીયા, સાંસદ પરષોત્તમ રૂપાલા, ઇફ્કો ચેરમેન દિલીપ સંઘાણી, પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને સાંસદ ભરત સુતરીયાનો સમાવેશ થાય છે. મતદાનની આ સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ આગામી 28 એપ્રિલ, 2026ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    11 વાગ્યા સુધીમાં 30 ટકા મતદાન:20 સોસાયટીના રહીશો ઢોલ-નગારાના તાલે ઉત્સાહભેર મતદાન કરવા પહોંચ્યા
    Next Article
    Krushna Abhishek Falls At Sunita Ahuja's Feet After 14-Year Rift, Kashmera Shah Says, "I'm So Sorry"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment