Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ:દિવ્યાંગ, વૃદ્ધો સહિતનાઓએ મતદાન કર્યું, તમામ મતદાન મથકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો

    17 hours ago

    નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે મતદાન પ્રક્રિયા ઉત્સાહભેર શરૂ થઈ છે. નવસારી મહાનગરપાલિકા (NMC), જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કુલ 181 બેઠકો માટે આ મતદાન થઈ રહ્યું છે, જેમાં અગાઉ 57 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુખ્ય જંગ જામ્યો છે, જેમાં મહાનગરપાલિકાના 1.88 લાખ મતદારો પોતાના પ્રતિનિધિઓ પસંદ કરશે. શાંતિપૂર્ણ મતદાન માટે 192 બુથ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને 1153 પોલિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. મતદાનની ટકાવારી વધારવી રાજકીય પક્ષો માટે એક મોટો પડકાર બની રહ્યો છે, કારણ કે અનેક બાહ્ય પરિબળો મતદાન પ્રક્રિયાને અસર કરી રહ્યા છે. 40 ડિગ્રીથી વધુ ગરમી, લગ્નસરાની મોસમ અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકોનું વતન જવું વગેરે પરિબળો મતદારોની હાજરીને અસર કરી શકે છે. આ ઉપરાંત, વિજલપોરના પશ્ચિમ અને પૂર્વ વિસ્તાર વચ્ચે રેલવે ફાટક જેવી ભૌગોલિક અડચણો અને ખેતીકામમાં વ્યસ્ત ખેડૂતોને મતદાન માટે મતદાન મથક સુધી લાવવા એ પક્ષો માટે કસોટીરૂપ સાબિત થઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    માયાભાઇ આહીરના પુત્રી સોનલ ડેરની મતદાન માટે અપીલ:સાવરકુંડલામાં વરરાજા જાન સાથે મતદાન કરવા પહોંચ્યા
    Next Article
    ભાવનગર મનપાની 52 સીટ માટે મતદાન:મંત્રી વાઘાણીએ ઢોલ નગારા સાથે મતદાન કર્યું, પહેલીવાર વોટિંગ કરનારી ક્રિશાએ કહ્યું-હું એક્સાઇટેડ છું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment