Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ:સવારથી જ મતદારોની લાંબી કતારો, ધ્રોલ તાલુકાના પીપરટોડા ગામમાં મતદાનનો બહિષ્કાર

    2 days ago

    જામનગરમાં આજે વહેલી સવારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે આ મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 7:00 વાગ્યે મતદાન શરૂ થતાં જ શહેર અને ગ્રામ્ય વિસ્તારોના વિવિધ મતદાન મથકો પર મતદારોની ભીડ જોવા મળી હતી. જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન મથકો પર મતદારોના ઉત્સાહ જોવા મળ્યો હતો. વરિષ્ઠ નાગરિકો અને યુવા મતદારોમાં મતદાન પ્રત્યે ઉત્સાહ જોવા મળ્યો હતો. જામનગર મહાનગરપાલિકાની બાકી રહેલી 63 બેઠકો તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. જિલ્લાના કુલ 1150 મતદાન મથકો પર 9.88 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સમગ્ર જિલ્લામાં 464 મતદાન મથકો સંવેદનશીલ અને 39 મથકો અતિ સંવેદનશીલ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા તથા તાલુકા પંચાયતમાં કુલ 5,26,573 મતદારો નોંધાયા છે, જેમાં 2,74,820 પુરુષ અને 2,51,753 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. આ મતદારો માટે 712 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે, જે પૈકી 236 મથકો સંવેદનશીલ અને 33 મથકો અતિ સંવેદનશીલ તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 4,42,841 મતદારો નોંધાયા છે, જેમાં 2,27,364 પુરુષ અને 2,15,465 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. આ મતદારો માટે 416 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે, જે પૈકી 213 મથકો સંવેદનશીલ અને 6 મથકો અતિ સંવેદનશીલ તરીકે જાહેર કરાયા છે. તમામ મતદાન મથકોની ભૌતિક ચકાસણી પૂર્ણ કરી લેવામાં આવી છે. ત્યાં વીજળી, પાણી, ફર્નિચર, રેમ્પ અને ઉનાળાની ઋતુને ધ્યાને રાખી કૃત્રિમ છાંયડા તેમજ મેડિકલ કીટની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી છે. દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમિત શાહ અને CMએ અમદાવાદમાં મતદાન કર્યું:હર્ષ સંઘવી અને પાટીલે સુરતમાં વોટિંગ કર્યું, સ્વ. વિજય રૂપાણીના પત્ની મતદાન સમયે ભાવુક બન્યા
    Next Article
    ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન શરૂ:સવારે 9 વાગ્યા સુધીમાં નગરપાલિકામાં 5.15 અને જિલ્લા પં.માં 10.45 ટકા મતદાન થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment