Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ:મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી, લોકશાહીનો પર્વ ઉજવવા મતદારોમાં ઉત્સાહ

    2 days ago

    ગીર સોમનાથ જિલ્લામાં આજે સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર શરૂ થઈ ગઈ છે. ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વેરાવળ શહેરમાં અનેક મતદાન મથકો પર વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી, જે લોકશાહી પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લામાં કુલ 9.05 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કુલ 284 બેઠકો માટે 712 ઉમેદવારો મેદાનમાં છે, જેમનું ભાવિ આજે મતપેટીમાં સીલ થશે. જિલ્લાના 1394 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા સુચારુ રીતે ચાલી રહી છે. મતદાન નિષ્પક્ષ અને સરળ બને તે માટે 6059થી વધુ પોલિંગ સ્ટાફ તૈનાત કરાયો છે. તમામ મતદાન મથકો પર ઇલેક્ટ્રોનિક મતદાન મશીનો (EVM) દ્વારા મતદાન થઈ રહ્યું છે, જેમાં કુલ 2112 CU-BU મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વેરાવળ સહિત જિલ્લાના છ તાલુકાઓમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે. અત્યાર સુધી ક્યાંયથી કોઈ અનિચ્છનીય બનાવની જાણ થઈ નથી, જેનાથી ચૂંટણી તંત્રએ રાહત અનુભવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા એસ.પી. જાડેજાની દેખરેખ હેઠળ 3 DYSP, 50 અધિકારીઓ અને 2300થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા છે. સંવેદનશીલ મતદાન મથકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં યુવાનોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી દરેક વર્ગના લોકો ઉત્સાહભેર મતદાનમાં ભાગ લઈ રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં મતદારોના ઉત્સાહ અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે લોકશાહીનો આ પર્વ સફળતાપૂર્વક ઉજવાઈ રહ્યો છે. હવે સૌની નજર મતગણતરીના દિવસે આવનારા પરિણામો પર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ:સિદ્ધપુરમાં મતદાન માટે લાઈનો લાગી; ગોળશેરીમાં EVM ખોટવાયું
    Next Article
    Karun Nair's Viral "One More Chance" Post Resurfaces, Heavy Trolling Follows

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment