Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મતદાનનો પ્રારંભ:ભાવનગર માં શાંતિપૂર્ણ માહાલોમાં મતદાનનો પ્રારંભ, મતદારોની લાઈનો લાગી

    12 hours ago

    ભાવનગર જિલ્લામાં મહાનગરપાલિકાની 52 બેઠકો, જિલ્લા પંચાયતની 40 બેઠકો, તાલુકાના પંચાયતની 206 બેઠકો, તેમજ મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર નગરપાલિકાની 78 બેઠકો આજરોજ સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા નો શાંતિપૂર્ણ માહાલો માં પ્રારંભ થયો હતો. જેમાં મતદાનનો સમય સવારે 7 થી સાંજે 6 સુધીનો રહેશે. આથી વહેલી સવારથી જ મતદાન મથકો પર લાઈનો લાગી હતી. ભાવનગર મહાનગરપાલિકાની 52 બેઠકો માટે 150 ઉમેદવારો, જિલ્લા પંચાયતની કુલ 40 બેઠકો માટે 136 ઉમેદવારો, તાલુકા પંચાયતની કુલ 206 બેઠકો માટે 643 ઉમેદવારો, મહુવા નગરપાલિકાની 32 બેઠકો માટે 75 ઉમેદવારો, પાલીતાણા નગરપાલિકાની 26 બેઠકો માટે 65 ઉમેદવારો, વલ્લભીપુર નગરપાલિકાની 20 બેઠકો માટે 49 ઉમેદવારો મેદાનમાં છે, જયારે નગરપાલિકાની મહુવા-6, પાલીતાણા - 8, વલ્લભીપુર - 4 એમ કુલ 18 બેઠકો અને તાલુકા પંચાયતની કુલ 4 ( તલગાજરડા, શેવડીવદર, ઉંડવી, નેસડા) બીનહરીફ થયેલ છે, મતદાન મથકોની સંખ્યા 1984 છે સંવેદનશીલ મતદાન અને અતિસંવેદનશીલ મતદાન મથકો 552 છે, ચૂંટણી પ્રક્રિયામાં 4400 બી.યુ. અને 3735 સી.યુ. નો ઉપયોગ થશે અને આશરે 10,742 જેટલા પોલિંગ સ્ટાફ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવશે. આ ઉપરાંત આશરે 3800 થી વધુ પોલીસ સ્ટાફ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ફરજ બજાવશે. જ્યારે ત્રણ નગરપાલિકાઓમાં મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર નગરપાલિકા અંતર્ગત કુલ 78 બેઠકો છે. જે પૈકી 6-મહુવા નગરપાલિકા, 8-પાલિતાણા અને 7-વલ્લભીપુર આમ, કુલ 18 બેઠકો બીનહરીફ થયેલી છે. ભાવનગર મહાનગરપાલિકામાં કુલ મતદારો 4,58,376 છે. જ્યારે નગરપાલિકા માટે 1,32,499 મતદારો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત 11,40,384 મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બનશે, હાલમાં ઉનાળાની ગરમ ઋતુને ધ્યાનમાં રાખીને મતદારો માટે મતદન મથકોના સ્થળ પર જ્યા કુદરતી છાયડો ન હોય તેવા મતદાન મથકે મંડપ સાથે છાયડો કરવા તથા સબંધીત સંસ્થાને સૂચના આપવામાં આવી તથા પીવાના પાણીની પુરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે આ ઉપરાંત મેડીકલ કીટ સહિતની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આરોગ્ય ટીમને સ્ટેન્‍ડ બાય રાખવામાં આવેલ છે દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે,
    Click here to Read More
    Previous Article
    15 મહાનગરપાલિકાની 1001 બેઠક પર મતદાન:મતદારોની લાંબી કતારો લાગી, વડોદરા, જામનગર અને મહેસાણામાં એક-એક EVM ખોટકાયા
    Next Article
    ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન શરૂ:જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે 10.86 લાખ મતદારો મતદાન કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment