Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્નીના વિરહમાં યુવકે માનસિક સંતુલન ગુમાવ્યું:ગાંધીનગરની કેનાલમાં ત્રણ સંતાનો સાથે કૂદવા જતા પિતા માટે ખાખી દેવદૂત બની, ડભોડા પોલીસે ચાર જીવ ઉગાર્યા

    9 hours ago

    ગાંધીનગરના રાયપુર કેનાલ નજીક ગત મોડી રાત્રે એક કાળજું કંપાવનારી ઘટના બનતા અટકી હતી. પત્ની સાથેના કૌટુંબિક ઝઘડા બાદ હતાશામાં આવી પોતાના ત્રણ નિર્દોષ ભૂલકાંઓ સાથે મોતને વહાલું કરવા પહોંચેલા એક પિતાને ડભોડા પોલીસની સતર્કતાએ બચાવી લીધા હતા. પોલીસે સમયસૂચકતા વાપરીને દેવદૂતની ભૂમિકા ભજવી ચાર જીવ ઉગારી લઈ એક હસતા-રમતા પરિવારને વિખેરાતા બચાવી લીધો હતો. પત્નીને મનાવવા છતાં ઘરે પરત આવવા તૈયાર નહોતી દહેગામના એક ગામમાં રહેતા 29 વર્ષીય યુવકને ઘરકંકાસને કારણે માઠું લાગી આવ્યું હતું. સામાન્ય બોલાચાલી બાદ પત્ની રિસાઈને નારોલ સ્થિત પિયર ચાલી ગઈ હતી. યુવકે અને તેના પિતાએ પત્નીને મનાવવા માટે રાત-દિવસ એક કર્યા હોવા છતાં પત્ની પરત ફરવા તૈયાર નહોતી. આ જીદને કારણે યુવક માનસિક રીતે ભાંગી પડ્યો હતો અને અંતે જિંદગી ટૂંકાવવાનો નિર્ણય લઈ ત્રણ સંતાનો સાથે ઘરેથી નીકળી ગયો હતો. પતિએ વીડિયો કોલ કરીને પણ મનાવવાનો પ્રયાસ કર્યો ગત રાત્રે અઢી વાગ્યે જ્યારે સમગ્ર પંથક ઘોર નિદ્રામાં હતો ત્યારે યુવક પોતાના 11, 9 અને 5 વર્ષના ત્રણ સંતાનોને લઈને રાયપુર વિરાતલવાડી કેનાલ પર પહોંચી ગયો હતો. જોકે, કેનાલમાં કૂદતા પહેલા તેણે પત્નીને છેલ્લીવાર વીડિયો કોલ કરીને મનાવવાનો આખરી પ્રયાસ કર્યો હતો. વીડિયો કોલ ચાલુ રાખી યુવક પોતાની પત્નીને આજીજી કરી રહ્યો હતો કે, જો તે પાછી નહીં આવે તો તે બાળકો સાથે પાણીમાં ગરકાવ થઈ જશે. એક પિતા તેના ત્રણ ડરેલા બાળકો સાથે મોતને ભેટવાની તૈયારીમાં હતો જોકે, પતિ સંતાનો સાથે અડધી રાતે કેનાલ જઇને વીડિયો કોલ કરીને આજીજી કરી રહ્યા છતાં માસુમ બાળકોને જોઈને પણ પત્ની ટસની મસ થઈ ન હતી. બરાબર એ જ સમયે ડભોડા પોલીસ મથકના પીઆઈ અનિલ ચૌહાણની સૂચના મુજબ PCR વાનમાં કોન્સ્ટેબલ અજીતસિંહ અને હેડ કોન્સ્ટેબલ ભાવિકકુમાર કેનાલ વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રાત્રિના અંધારામાં કેનાલ કિનારે મોબાઈલની લાઈટનું અજવાળું જોઈને પબંને ચોંકી ઉઠ્યા હતા. કોઈ ગડબડ હોવાનો અંદાજો આવી જતા કોન્સ્ટેબલ અજીતસિંહ અને હેડ કોન્સ્ટેબલ ભાવિકકુમારે તાત્કાલિક ગાડી ઊભી રાખી તપાસ કરી તો ત્યાંનો નજારો જોઈને તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. એક પિતા તેના ત્રણ ડરેલા બાળકો સાથે મોતને ભેટવાની તૈયારીમાં હતો. બંને પક્ષે પારિવારિક સમાધાન કરાવી હેમખેમ ઘરે મોકલી આપ્યા એ જ ઘડીએ પોલીસે સમયસૂચકતા વાપરી તુરંત જ યુવકને વિશ્વાસમાં લીધો અને તેને પગલું ભરતા અટકાવ્યો હતો. ચારેય જીવ બચાવી લીધા બાદ પોલીસે જાણ્યું કે, આ બાળકો આખી રાતથી ભૂખ્યા હતા. મધરાતે કોઈ સુવિધા ન હોવા છતાં પોલીસે માનવતા દાખવી રાયપુર સ્ટેન્ડ પાસે એક દુકાનદારને જગાડ્યો હતો અને ત્રણેય બાળકો તેમજ પિતાને નાસ્તો કરાવીને તેમનામાં હિંમત જગાડી હતી. બાદમાં પોલીસે યુવકની પત્ની સાથે ટેલીફોનીક વાતચીત કરીને કેનાલે બોલાવી લીધી હતી. એ દરમિયાન યુવકના પિતા પણ ત્યાં પહોંચી ગયા હતા. બાદમાં બંને પક્ષે પારિવારિક સમાધાન કરાવી યુવક અને ત્રણેય સંતાનોને હેમખેમ ઘરે મોકલી આપ્યા હતા. આમ ખાખી વર્દી પાછળ રહેલી આ માનવતાની સુવાસ આજે સમગ્ર ગાંધીનગર જિલ્લામાં ફેલાઈ છે.
    Click here to Read More
    Previous Article
    'આપ' ના જ નેતાએ 'આપ' સામે ખોલ્યો મોરચો:ખેડૂતોના નામે છેતરપિંડી થતી હોવાના સનસનીખેજ આક્ષેપો, અરવિંદ કેજરીવાલ અને પંજાબ સરકાર પર સાધ્યું નિશાન
    Next Article
    FBI Chief Kash Patel Was Arrested For Public Drinking, Urination: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment