Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત:મતદારોને નિર્ભય બની મતદાન કરવા અપીલ

    2 days ago

    પોરબંદર જિલ્લામાં 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા મતદારો કોઈપણ ભય વગર મતદાન કરી શકે તે માટે પોરબંદર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. પોલીસ અધિકારી બી.યુ. જાડેજાએ જણાવ્યું હતું કે જિલ્લામાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. જિલ્લામાં કુલ 450 મતદાન મથકો અને 255 ઇમારતોમાં મતદાન યોજાશે. આ તમામ બૂથ અને ઇમારતો પર પૂરતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, જિલ્લામાં 26 જેટલી સેક્ટર પોલીસ મોબાઈલ વાન પણ સતત ફરજ પર રહેશે. સમગ્ર જિલ્લાના ચૂંટણી બંદોબસ્તને ચાર ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે. દરેક ઝોનનું સુપરવિઝન DySP કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવશે, જેથી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાય. ચૂંટણી બંદોબસ્તમાં ફાળવવામાં આવેલ પોલીસ ફોર્સની વિગતો આપતા અધિકારીએ જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં 3 DySP, 12 PI, 36 PSI, 677 પોલીસ કર્મીઓ અને 754 હોમગાર્ડ તથા GRD જવાનો ફરજ બજાવશે. પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય અને શાંતિપૂર્ણ છે. પોલીસે તમામ મતદારોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ ડર કે ભય વગર પોતાના મતાધિકારનો મહત્તમ ઉપયોગ કરી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અચૂક ભાગ લે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:સગીરાની છેડતી થતાં વિફરેલા પાટીદારોએ અલથાણ માથે લીધું, અજાણ્યા શખ્સોએ બિલ્ડરને આડેધડ છરીના ઘા ઝિંક્યા
    Next Article
    "Clear Message From Voters": Rajnath Singh To NDTV On Bengal Turnout

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment