Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાવો- બ્રિટને યુદ્ધમાં સાથ ન આપ્યો, ટ્રમ્પ નારાજ:બ્રિટનના કબજા હેઠળના ફોકલેન્ડ ટાપુ પર આર્જેન્ટિનાનો સાથ આપી શકે છે

    2 days ago

    બ્રિટન અને સ્પેને નાટો (NATO) સંબંધિત એક અમેરિકી રિપોર્ટ પર વાંધો ઉઠાવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રમ્પ સરકાર આ બંને દેશોને સજા આપવા પર વિચાર કરી રહી છે. તેનું કારણ ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં અમેરિકાનો ખુલીને સાથ ન આપવાનું છે. રોયટર્સના રિપોર્ટ મુજબ, અમેરિકાના રક્ષા મંત્રી એટલે કે પેન્ટાગોન (Pentagon)ની અંદર અધિકારીઓ વચ્ચે એક ઈમેલ દ્વારા વાતચીત થઈ, જેમાં અલગ-અલગ સંભવિત પગલાંઓ (ઓપ્શન્સ) પર વિચાર કરવામાં આવી રહ્યો હતો. જેમ કે વિરોધી માનવામાં આવતા દેશોને નાટો (NATO)ના મહત્વના પદો પરથી હટાવવા, સ્પેન જેવા દેશને ગઠબંધનમાં તેની ભૂમિકાને મર્યાદિત કરવી અને બ્રિટનના ફોકલેન્ડ (Falkland) ટાપુ પરના દાવાને લઈને અમેરિકાની નીતિની સમીક્ષા કરવી. જોકે, પેન્ટાગોને આ ઈમેલ પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી અને આ ઈમેલ સાર્વજનિક રૂપે પણ સામે આવ્યો નથી. ટ્રમ્પ-સ્ટાર્મર વચ્ચે મનભેદના સમાચાર ઈરાન પરના હુમલાઓ દરમિયાન ટ્રમ્પ અને સ્ટાર્મર વચ્ચે તણાવ જોવા મળ્યો હતો. શરૂઆતમાં બ્રિટને અમેરિકાને તેના એરબેઝનો ઉપયોગ કરવાની મંજૂરી આપી ન હતી. બાદમાં ઈરાનની જવાબી કાર્યવાહી પછી બ્રિટને કેટલાક એરબેઝનો ઉપયોગ કરવાની મંજુરી આપી, જેથી હોર્મુઝ અથવા બ્રિટિશ ઠેકાણાઓને જોખમ ઉભુ કરનારા ઈરાની ઠેકાણાઓ પર હુમલો કરી શકાય. જોકે, ટ્રમ્પ તેનાથી ખુશ નહોતા. બીજી તરફ આર્જેન્ટિનામાં આ સમાચારને લઈને ખુશીનો માહોલ છે. સરકારના પ્રવક્તા ઝેવિયર લાનારીએ કહ્યું કે તેમનો દેશ 'માલ્વિનાસ' પાછો મેળવવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યો છે. આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ઝેવિયર મિલેઈ ટ્રમ્પના નજીકના મનાય છે. મિલેઈએ પણ કહ્યું કે આ મુદ્દે કોઈ સમાધાન થશે નહીં. ફોકલેન્ડને લઈને આર્જેન્ટિના અને બ્રિટન વચ્ચે વિવાદ ફોકલેન્ડ ટાપુનો મામલો બ્રિટન અને આર્જેન્ટિના બંને માટે ખૂબ મોટો મુદ્દો છે. બંને દેશો તેના પર દાવો કરે છે. આર્જેન્ટિના આ ટાપુને માલ્વિનાસ કહે છે. ફોકલેન્ડ દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં આવેલ છે અને આર્જેન્ટિનાથી માત્ર 500 કિમી દૂર છે. જ્યારે બ્રિટનથી તે 13,000 કિમી દૂર આવેલ છે. આર્જેન્ટિના ઐતિહાસિક રીતે આ ટાપુને પોતાનો ગણાવતું આવ્યું છે. આર્જેન્ટિનાનું કહેવું છે કે આ ટાપુઓ તેની પાસે હોવા જોઈએ, કારણ કે તે તેના વિસ્તારની નજીક છે. જ્યારે બ્રિટન કહે છે કે ત્યાં રહેતા લોકો પોતાને બ્રિટિશ માને છે અને તેમણે મતદાન કરીને પણ બ્રિટન સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે, તેથી તે તેનો પ્રદેશ છે. 1982માં આર્જેન્ટિનાએ આ ટાપુઓ પર કબજો કરી લીધો હતો, જેના પછી બ્રિટનના તત્કાલીન વડાપ્રધાન માર્ગરેટ થેચરે સેના મોકલીને માત્ર 10 અઠવાડિયામાં તેને પાછો મેળવ્યો હતો. આર્જેન્ટિનાના આત્મસમર્પણ કરતા પહેલા લગભગ 650 આર્જેન્ટિનાના સૈનિકો અને 255 બ્રિટિશ સૈનિકો માર્યા ગયા હતા. ફોકલેન્ડ નીતિની સમીક્ષા કરી શકે છે અમેરિકા હવે લીક થયેલા રિપોર્ટ મુજબ અમેરિકા, ફોકલેન્ડ ટાપુને લઈને અમેરિકાની નીતિની સમીક્ષા કરી શકે છે. ખરેખરમાં, જ્યારે 1982માં ફોકલેન્ડ યુદ્ધ શરૂ થયું ત્યારે અમેરિકાએ પોતાને વચ્ચે રાખવાનો પ્રયાસ કર્યો. અમેરિકા ઈચ્છતું હતું કે બ્રિટન અને આર્જેન્ટિના પરસ્પર વાતચીત કરીને મામલો ઉકેલે, કારણ કે બંને તેના સહયોગી હતા. પરંતુ જ્યારે વાતચીતથી ઉકેલ ન મળ્યો, ત્યારે અમેરિકા બ્રિટનના પક્ષમાં આવી ગયું. અમેરિકાએ બ્રિટનને ગુપ્ત માહિતી, સૈન્ય સહાય અને લોજિસ્ટિક મદદ આપી. તે સમયે અમેરિકી રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન હતા અને તેમણે બ્રિટનના વડાપ્રધાન માર્ગરેટ થેચરને સાથ આપ્યો. અમેરિકા સત્તાવાર રીતે સ્પષ્ટપણે કહેતું નથી કે ફોકલેન્ડ કોનું છે, પરંતુ વ્યવહારમાં તે બ્રિટનની ખૂબ નજીક છે અને તેને પોતાનો મહત્વનો સહયોગી માને છે. હાલના સમયમાં એવા સંકેતો મળી રહ્યા છે કે અમેરિકા, બ્રિટન પર દબાણ લાવવા માટે આ મુદ્દાનો ઉપયોગ કરી શકે છે. સ્પેન બોલ્યું- ઈમેલના આધારે નિર્ણયો લેતા નથી સ્પેને પણ અમેરિકાના વલણનો વિરોધ કર્યો છે. વડાપ્રધાન પેદ્રો સાંચેઝે કહ્યું કે તેઓ કોઈ ઈમેલના આધારે કામ કરતા નથી, પરંતુ સત્તાવાર દસ્તાવેજો અને નીતિઓના આધારે નિર્ણયો લે છે. તેમણે એમ પણ કહ્યું કે સ્પેન પોતાના સહયોગીઓ સાથે રહેશે, પરંતુ હંમેશા આંતરરાષ્ટ્રીય કાયદાના દાયરામાં. NATOના એક અધિકારીએ પણ કહ્યું કે સંગઠનના નિયમોમાં કોઈ સભ્ય દેશને સસ્પેન્ડ કે બહાર કરવાની કોઈ જોગવાઈ જ નથી, તેથી સ્પેનને હટાવવું વ્યવહારિક રીતે શક્ય લાગતું નથી.
    Click here to Read More
    Previous Article
    દિલ્હી- આગ્રા ટ્રેનમાં ટ્રાન્સજેન્ડરે કપડાં ઉતાર્યા:બ્રિટનના પ્રવાસીને ટપલીઓ મારી; વીડિયો વાયરલ થતાં રેલવે તંત્ર દોડતું થયું
    Next Article
    સુરતમાં પાટીદાર સગીરાની છેડતી, ચૂંટણીના આગલા દિવસે ભયાવહ માહોલ:મહંમદ અઝીઝને પોલીસે ફટકાર્યો, ભાજપ જિંદાબાદના નારા લાગ્યા ને મહિલાઓ વિફરી, બંગડી બતાવી ‘ભાજપ હાય હાય’ના નારા લગાવ્યા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment