Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર જિલ્લામાં લોકશાહીના પર્વની તૈયારીઓ પૂર્ણ:ચારેય તાલુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ રવાના, સંવેદનશીલ મથકો પર વિશેષ તકેદારી રખાશે

    11 hours ago

    રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રતિનિધિઓ ચૂંટવા માટે આવતીકાલે એટલે કે 26 એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે.ત્યારે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મહાપર્વને સફળ બનાવવા માટે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વહીવટી તંત્રની મહિનાઓની મહેનત બાદ આજે જિલ્લાના મુખ્ય ચાર કેન્દ્રો પરથી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને વીવીપેટ સહિતની સાધન સામગ્રીના વિતરણની પ્રક્રિયા ખૂબ જ શિસ્તબદ્ધ રીતે સંપન્ન કરવામાં આવી હતી. પ્રિસાઇડિંગ ઓફિસરોને સામગ્રી અપાઈ આજરોજ વહેલી સવારથી જ ગાંધીનગર શહેર સહિત કલોલ, માણસા અને દહેગામ તાલુકા મથકો પર ભારે ઉત્સાહ અને વ્યસ્તતાનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ દરેક સેન્ટર પર ઝોનલ ઓફિસરો દ્વારા પ્રિસાઇડિંગ ઓફિસરોને સામગ્રી સુપરત કરવામાં આવી હતી. ટેક્નિકલ સ્ટાફે મશીનોનું અંતિમ પરીક્ષણ કર્યું આ પ્રક્રિયા દરમિયાન પારદર્શિતા જળવાય તે હેતુથી ટેકનિકલ સ્ટાફ દ્વારા મશીનોનું અંતિમ પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. પોલિંગ સ્ટાફે પોતાની જવાબદારી સમજીને દરેક સામગ્રીની ઝીણવટભરી ચકાસણી કરી હતી અને ત્યારબાદ જ મતદાન મથકો તરફ પ્રયાણ કર્યું હતું. સમગ્ર જિલ્લામાં લોખંડી બંદોબસ્ત ત્યારે ચૂંટણી પ્રક્રિયામાં સુરક્ષા એ સૌથી મહત્વનું પાસું હોવાથી સમગ્ર જિલ્લામાં લોખંડી પોલીસ બંદોબસ્ત તહેનાત કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ ગણાતા મતદાન મથકો પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ડિસ્પેચિંગ સેન્ટરો પર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત જેના પગલે ડિસ્પેચિંગ સેન્ટરો પર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જ પેટીઓ અને મશીનોને વાહનોમાં લોડ કરવામાં આવ્યા હતા. આ મશીનોને બૂથ સુધી પહોંચાડવા માટે રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની વિશેષ બસોની ફાળવણી કરવામાં આવી હતી. જે વ્યવસ્થિત રૂટ ચાર્ટ મુજબ રવાના થઈ હતી. રિસીવિંગ સેન્ટરો પર ખાસ ટેબલો અને સીલિંગની વ્યવસ્થા મહત્વનું છે કે તંત્ર દ્વારા માત્ર મતદાનની જ નહીં પરંતુ મતદાન બાદની પ્રક્રિયા માટે પણ આગોતરા આયોજન કરવામાં આવ્યા છે. કાલે 26 એપ્રિલના રોજ મતદાન પૂર્ણ થયા બાદ તમામ મશીનોને સુરક્ષિત રીતે પરત મેળવવા માટે રિસીવિંગ સેન્ટરો પર ખાસ ટેબલો અને સીલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથકો પર પીવાના પાણી અને છાંયડાની વ્યવસ્થા તાલુકા વિકાસ અધિકારી મલય ભુવાના જણાવ્યા અનુસાર, ગરમીની મોસમને ધ્યાને રાખીને મતદાન મથકો પર પીવાના પાણી અને છાંયડાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી મતદારોને કોઈ અગવડ ન પડે. આમ, ગાંધીનગર જિલ્લામાં શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને નિર્ભય વાતાવરણમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે સમગ્ર સરકારી મશીનરી એક્શન મોડમાં છે.
    Click here to Read More
    Previous Article
    Toy gun claims, terror links, slew of arrests: Inside the Bijnor case that was reopened
    Next Article
    Mehsana Crime News | મહેસાણામાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે ખૂની ખેલનો આરોપ | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment