Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે સીતા નવમી:સૌભાગ્ય અને વૈવાહિક જીવનમાં સુખ-શાંતિની કામના માટે વ્રત કરવાનું મહત્ત્વ, જાણો જનકસુતાના પ્રાગટ્યની કથા

    9 hours ago

    આજે (25 એપ્રિલ) સીતા નવમી છે. એવી માન્યતા છે કે ત્રેતા યુગમાં વૈશાખ માસના શુક્લ પક્ષની નવમી તિથિએ દેવી સીતા ધરતી પરથી પ્રગટ થયાં હતાં. સીતા નવમી પર મહિલાઓ અખંડ સૌભાગ્ય અને સુખી વૈવાહિક જીવનની કામનાથી વ્રત કરે છે. આ દિવસે રામદરબારની વિશેષ પૂજા કરવી જોઈએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના મતે, રામાયણ અનુસાર ત્રેતા યુગમાં રાજા જનકની નગરી મિથિલામાં દુષ્કાળ પડ્યો હતો. તે સમયે સાધુ-સંતોએ રાજાને સલાહ આપી કે, તેઓ વરસાદ માટે યજ્ઞ કરાવે અને ખેતરમાં હળ ચલાવે. સંતોની વાત માનીને રાજા જનકે યજ્ઞ કરાવ્યો અને ખેતરમાં હળ ચલાવવા લાગ્યા. થોડી જ વાર પછી ખેતરમાં રાજાનું હળ એક જગ્યાએ અટકી ગયું. જ્યારે તે જગ્યાની માટી હટાવવામાં આવી, ત્યારે ત્યાંથી એક કળશમાંથી સુંદર કન્યા રાજાને પ્રાપ્ત થઈ. રાજાએ જેવી તે કન્યાને હાથમાં ઉઠાવી કે તરત જ ત્યાં વરસાદ થયો. રાજાએ તે કન્યાનું નામ સીતા રાખ્યું. ખરેખર, હળની અણીને સીત કહેવાય છે અને કન્યા હળની અણીને કારણે જ પ્રાપ્ત થઈ હતી, તેથી રાજાએ કન્યાનું નામ સીતા રાખ્યું હતું. દેવી સીતાનો બોધ: જીવનસાથીના મનના ભાવો સમજો વનવાસના સમયનો કિસ્સો છે. શ્રીરામ, સીતા અને લક્ષ્મણ વનવાસ માટે નીકળી ચૂક્યાં હતાં. અયોધ્યાથી ચાલતા તેઓ ગંગા નદીના કિનારે પહોંચ્યાં. અહીં આ ત્રણેયને ગંગા નદી પાર કરવાની હતી. તે સમયે એક કેવટે રામ, સીતા અને લક્ષ્મણને પોતાની નાવથી એક કિનારેથી બીજા કિનારે પહોંચાડી દીધા. બીજા કિનારે પહોંચીને શ્રીરામ, સીતા અને લક્ષ્મણ નાવમાંથી ઉતરી ગયાં. તે સમયે શ્રીરામના મનમાં કંઈક સંકોચ થયો. આ પ્રસંગ વિશે શ્રીરામચરિત માનસમાં લખ્યું છે કે - પિય હિય કી સિય જાનનિહારી। મનિ મુદરી મન મુદિત ઉતારી।। કહેઉ કૃપાલ લેહિ ઉતરાઈ। કેવટ ચરન ગહે અકુલાઈ।। જ્યારે સીતાજીએ શ્રીરામના ચહેરા પર સંકોચના ભાવો જોયા, ત્યારે દેવીએ તરત જ પોતાની વીંટી ઉતારીને તે કેવટને ભેટમાં આપવા ચાહી, પરંતુ કેવટે વીંટી ન લીધી. કેવટે કહ્યું કે, 'વનવાસ પૂરો કર્યા પછી પાછા ફરતી વખતે તમે મને જે કંઈ આપશો, હું તેને સ્વીકારી લઈશ.' આ પ્રસંગમાં દેવી સીતાએ શીખ આપી છે કે પતિ-પત્નીએ એકબીજાના ભાવોને સમજવા જોઈએ. જ્યારે સીતાજીએ શ્રીરામના ચહેરા પર સંકોચના ભાવ જોયા, ત્યારે તેમણે સમજી લીધું કે તેઓ કેવટને કંઈક આપવા માંગે છે, પરંતુ તેમની પાસે આપવા માટે કંઈ નહોતું. આ વાત સમજતા જ સીતાજીએ પોતાની વીંટી ઉતારીને કેવટને આપવા માટે આગળ કરી દીધી. જે લોકોના વૈવાહિક જીવનમાં આ પ્રકારની સમજદારી હોય છે, તેમના વચ્ચે પ્રેમ અને સમર્પણ જળવાઈ રહે છે. આ રીતે કરી શકો છો રામદરબારની પૂજા સીતા નવમી પર સવારે સ્નાન કર્યા પછી વ્રત અને પૂજાનો સંકલ્પ લો. એક ચોકી પર માતા સીતા અને ભગવાન શ્રીરામની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો અથવા તમે ઈચ્છો તો રામ દરબાર પણ સ્થાપિત કરી શકો છો. રામ દરબારમાં રામ-સીતાની સાથે જ લક્ષ્મણ અને હનુમાનજીની પ્રતિમાઓ પણ હોય છે. પૂજામાં ધૂપ, દીપ, પુષ્પ, ફળ અને નૈવેદ્ય અર્પણ કરો. કેટલીક જગ્યાએ સીતા નવમીના દિવસે રાજા જનક અને માતા સુનયનાની પણ પૂજા કરવામાં આવે છે. આની સાથે જ ધરતી માતાની પણ પૂજા કરવાની પરંપરા છે, કારણ કે માતા સીતાને ધરતી પુત્રી પણ કહેવામાં આવે છે. પૂજામાં શ્રીરામચરિતમાનસનો પાઠ કરવો જોઈએ. વ્રત અને દાનનું મહત્વ આ દિવસે કરવામાં આવેલું દાન અને વ્રત અત્યંત ફળદાયી હોય છે. ખાસ કરીને પૃથ્વી સાથે જોડાયેલી વસ્તુઓનું દાન જેમ કે અનાજ, માટીના વાસણો, જળ વગેરેનું દાન કરવું શુભ મનાય છે. કહેવાય છે કે આ દિવસે કરવામાં આવેલું દાન અનેક ગણું ફળ આપે છે અને જીવનમાં સકારાત્મક ઊર્જા વધારે છે. સીતા નવમીના દિવસે વ્રત રાખવાનું વિશેષ મહત્વ છે. વ્રત કરનારી વ્યક્તિ દિવસભર ઉપવાસ રાખીને ફક્ત ફળાહાર કરે છે અથવા નિર્જળ વ્રત પણ કરવામાં આવે છે. સાંજે પૂજા પછી વ્રત ખોલવામાં આવે છે. આ દિવસે કેટલાક લોકો માટીના વાસણમાં ચોખા, અનાજ કે પાણી ભરીને જરૂરિયાતમંદોને દાન આપે છે. સીતા માતાનું જીવન આપણને સંયમ, ધૈર્ય અને સચ્ચાઈનો સંદેશ આપે છે. માતા સીતા શીખવે છે કે કઠિન પરિસ્થિતિઓમાં પણ ધૈર્ય અને મર્યાદાને છોડવી ન જોઈએ.
    Click here to Read More
    Previous Article
    ’10/10 recommend…’: Alaya F, all for romanticising life, shares her morning routine
    Next Article
    સાંવરિયા શેઠના ચઢાવાના તમામ રેકોર્ડ તૂટ્યા:એક મહિનાના જ કુલ રકમ ₹41.67 કરોડ આવી; ભક્તોએ 600g સોનું, 84 કિલોથી વધુ ચાંદી દાન કરી

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment