Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજુલાનાં સલાટવાડા વિસ્તારમાં બનેલી ઘટના‎:પત્ની સાથે આડા સંબંધની શંકાએ તબેલા માલિકને કોયતો ઝીંક્યો

    2 days ago

    રાજુલાના સલાટવાડા વિસ્તારમાં આજે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ એક ઘટનામાં પત્ની સાથે આડા સંબંધની શંકાના કારણે એક યુવાન પર કોયતા જેવા હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. રાજુલાના આગરીયા જકાતનાકા પાસે રહેતા જાનાભાઇ જીવાભાઇ હડીયા (ઉ.વ.30) જે પશુઓના તબેલાનો વ્યવસાય કરે છે, તે પોતાના રોજિંદા કામ માટે દુધ વહેંચવા નીકળ્યા હતા. આ દરમિયાન સલાટવાડા વિસ્તારમાં રહેતા કિશન અશોકભાઇ ખેંગારે તેમને અટકાવી અચાનક કોયતા જેવા લોખંડના હથિયાર વડે માથાના ભાગે ઘા કર્યો હતો. આ હુમલામાં જાનાભાઇને ગંભીર ઇજા પહોંચી હતી. હુમલા બાદ આરોપીએ ફરીયાદીને ગાળો આપી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ શખ્સ પોતાની પત્નિ અને તબેલા માલિક જાનાભાઇ વચ્ચે સંબંધ હોવાની શંકા રાખતો હતો. શખ્સની પત્નિ પહેલા તબેલામાં સફાઈનું કામ કરતી હતી, પરંતુ લગભગ છ મહિના પહેલા તેણીને કામ પરથી દૂર કરી દીધી હતી. તેમ છતાં મોબાઇલ ફોનમાં થયેલી વાતચીતને કારણે કિશન મનદુખ રાખી બેઠો હતો અને આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ અંગે રાજુલા પોલીસે કિશન અશોકભાઇ ખેંગાર વિરુદ્ધ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મારામારીનો મામલો આવ્યો સામે:લાઠી રોડ ઝુપડપટ્ટીમાં શ્વાન ફળિયામાં જતા બે પક્ષ વચ્ચે મારામારી: પાંચને ઇજા
    Next Article
    दीपिका सिंह ने किया माधुरी दीक्षित के ‘डोला रे डोला’ गाने पर ऐसा डांस, ट्रोल नहीं फैंस कर रहे तारीफ, कहा- बहुत ही सुंदर

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment