Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામ માધવે કહ્યું- ભારતે અમેરિકા માટે શું નથી કર્યું:ટેરિફ સહન કર્યો, રશિયા-ઈરાન પાસેથી તેલ ખરીદવાનું બંધ કર્યું; પછીથી માફી માંગી, કહ્યું- ખોટા તથ્યો આપ્યા

    9 hours ago

    ભાજપના નેતા અને RSS લીડર રામ માધવના અમેરિકા સાથે ભારતના સંબંધો પરના નિવેદનને લઈને વિવાદ થયો છે. માધવે વોશિંગ્ટનમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ભારતે અમેરિકા સાથે સારા સંબંધો જાળવી રાખવા માટે શું નથી કર્યું. તેમણે કહ્યું, 'ભારતે ઈરાન પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કર્યું, રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરવા સંમતિ દર્શાવી અને અમેરિકી ટેરિફનો પણ વિરોધ કર્યો નહીં. તો પછી આખરે ભારત અમેરિકા સાથે કામ કરવામાં ક્યાં ખોટું કરી રહ્યું છે?' જોકે, વિપક્ષની ટીકા બાદ રામ માધવે માફી માંગી લીધી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શુક્રવારે લખ્યું, 'ભારતે ક્યારેય રશિયા પાસેથી ઓઈલ આયાત રોકવા પર સંમતિ આપી નથી. સાથે જ, 50% ટેરિફ લગાવવાનો પણ તેણે જોરદાર વિરોધ કર્યો.' કોંગ્રેસે કહ્યું- સરકારે ભારતના હિતો સાથે સમાધાન કર્યું કોંગ્રેસે રામ માધવના નિવેદનને લઈને કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો હતો. પાર્ટીએ આરોપ લગાવ્યો કે માધવના નિવેદનથી સ્પષ્ટ છે કે મોદી સરકારે અમેરિકાને ખુશ કરવા માટે ભારતના હિતો સાથે સમાધાન કર્યું. કોંગ્રેસે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘મોદી તે જ કરે છે, જે ટ્રમ્પ ઇચ્છે છે. મોદી ટ્રમ્પની કઠપૂતળી છે. આ જ કારણ છે કે ટ્રમ્પ ભારતને નરક કહી દે છે અને મોદીની કંઈ કહેવાની હિંમત થતી નથી. સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદીએ સંપૂર્ણપણે બાંધછોડ કરી છે અને આ વાતનો ભોગ દેશ બની રહ્યો છે.’ રામ માધવે કહ્યું હતું- અમે 18% ટેરિફ પણ સ્વીકાર્યો રામ માધવ વોશિંગ્ટનના હડસન ઇન્સ્ટિટ્યૂટમાં એક પેનલ ચર્ચામાં સામેલ થયા હતા. પેનલમાં પૂર્વ અમેરિકી રાજદ્વારી એલિઝાબેથ થ્રેલકેલ્ડ અને અમેરિકાના પૂર્વ ઉપ વિદેશ મંત્રી કર્ટ કેમ્પબેલ પણ હાજર હતા. આ દરમિયાન માધવને અમેરિકા સાથે સંબંધો મજબૂત કરવા સંબંધિત સવાલ પૂછવામાં આવ્યો. જવાબમાં રામ માધવે કહ્યું, ‘અમે (ભારતે) ઈરાન પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરવા પર સહમતિ આપી. અમે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરવા પર પણ સહમતિ આપી, જ્યારે વિપક્ષે ઘણી ટીકા કરી. અમે 50% ટેરિફને પણ સ્વીકાર્યો. સ્વીકારવાનો અર્થ એ છે કે અમે વધુ વિરોધ કર્યો નથી. અમે ધીરજ જાળવી રાખી.’ તેમણે આગળ કહ્યું, 'હવે નવા ટ્રેડ ડીલમાં અમે 18% ટેરિફ પણ સ્વીકાર્યો છે, જે પહેલા કરતા વધારે છે. તો આખરે ભારત ક્યાં પાછળ રહી રહ્યું છે? એવા કયા મુદ્દાઓ છે જ્યાં ભારત અમેરિકા સાથે કામ કરવામાં કમી કરી રહ્યું છે?'
    Click here to Read More
    Previous Article
    कलयुगी बेटे को कटिहार कोर्ट ने सुनाई उम्रकैद, भीख मांगकर पालने वाली मां की कुदाल से की थी हत्या
    Next Article
    Thousands of buses return to Telangana roads today as transport unions, Revanth govt break deadlock

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment