Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રશિયાના વર્ક વિઝાના નામે વેપારી સાથે દોઢ લાખની ઠગાઈ:વડોદરાનો ઠગ એજન્ટ ઓફિસને તાળું મારીને રફુચક્કર થઈ ગયો, આરોપીએ આપેલો ચેક પણ બાઉન્સ થયો

    2 days ago

    વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા યુવાન સાથે રશિયાના વર્ક વિઝા અપાવવાના નામે 1.50 લાખ રૂપિયાની ઠગાઈ એજન્ટ દ્વારા કરાઈ છે. વિઝા પ્રોસેસના બહાને તબક્કાવાર રૂપિયા પડાવ્યા બાદ ઠગ એજન્ટ ઓફિસ બંધ કરી રફુચક્કર થઈ ગયો છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 60 દિવસમાં વર્ક વિઝા મળી જશે એવી ખાતરી આપી શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા નિરંજન કિશોરભાઈ ચૌહાણ (ઉ.વ. 34) ચાની લારી ચલાવે છે. ગત 23 ડિસેમ્બરના રોજ તેઓ પોતાના મિત્ર મિરાંગ પરમાર સાથે સયાજીગંજ સ્થિત ફૉનિક્સ કોમ્પલેક્ષમાં આવેલી “વિ વર્લ્ડ વિઝા” ઓફિસે રશિયાના વર્ક વિઝા અંગે માહિતી લેવા ગયા હતા. ત્યાં વિરલ દિનેશ શાહે તેમને 60 દિવસમાં વર્ક વિઝા મળી જશે એવી ખાતરી આપી અને 4 લાખ રૂપિયા ખર્ચ થશે તેમ જણાવ્યુ હતુ. એજન્ટે શરૂઆતમાં વિશ્વાસમાં લઈને નિરંજનભાઈ પાસેથી 1 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા અને પાસપોર્ટ સહિતના દસ્તાવેજો પણ લઈ લીધા હતા. ત્યારબાદ ઓફર લેટરના બહાને વધુ 50 હજાર તેમની પાસેથી વસૂલ્યા હતા. જોકે, 4 મહિના વીતી ગયા છતાં વિઝા ન મળતા નિરંજનભાઈએ ફરી સંપર્ક કર્યો હતો. આરોપીએ 1.50 લાખ પડાવ્યા છતાં વિઝા ન આપ્યા વિરલ શાહે તેમને 1.50 લાખનો ચેક આપી એક મહિનામાં કામ ન થાય ત્યારે ચેક ક્લિયર કરવાની વાત કરી હતી પરંતુ, સમય પૂર્ણ થયા બાદ ચેક બેંકમાં જમા કરાવતા બાઉન્સ થયો હતો. ત્યારબાદ આરોપીનો સંપર્ક કરવા ઓફિસ ગયા પણ એજન્ટ બંધ હોવાનુ માલૂમ પડ્યું હતું. આ રીતે આરોપી વિરલ દિનેશ શાહે 1.50 લાખ પડાવી લીધા હોવા છતા વિઝા બનાવી આપ્યા ન હતા તથા રૂપિયા પણ પરત આપતો ન હતો. જેથી પોલીસે આરોપી એજન્ટ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાસપોર્ટ જમા હોવા છતાં દંપતી દુબઈ જઈ આવ્યું:રાજકોટમાં કરોડોનું ફુલેકું ફેરવનાર પાંભર દંપતી સુરતમાં ઝડપાયું, ખોટું સોગંદનામું કરી ખેલ કરી ગયું
    Next Article
    Viral Video: Why A Water Bottle In Kedarnath Costs Rs 80-100, Shopkeeper Explains Calmly

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment