Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજયરાજનગર વિસ્તારમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટ્યા:મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો, કબાટમાંથી દાગીના સહિત રોકડની ચોરી કરી તસ્કરો ફરાર

    16 hours ago

    ભાવનગરના વિજયરાજનગરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી લાખોની ચોરીને અંજામ આપ્યો છે, મકાન માલિક છેલ્લા ત્રણ મહિનાથી બહારગામ હોવાથી તસ્કરોએ બંધ મકાનના મુખ્ય દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરો તિજોરીમાંથી 5 તોલા સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. 57 હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના વિજયરાજનગર વિસ્તારમાં આવેલ પ્લોટ નંબર 501માં રહેતા કુસુમબેન દયાળભાઈ ડાંગસીયા છેલ્લા ત્રણ મહિનાથી બહારગામ ગયા હતા. જે મકાનનો એક રૂમ જે યુવતીઓને ભાડે આપવામાં આવ્યો હતો, તેઓ પણ પોતાના ઘરે ગયેલ હોય મકાન સંપૂર્ણપણે બંધ હતું. જે મકાન બંધ હોવાનો લાભ ઉઠાવી તસ્કરોએ મુખ્ય દરવાજાના નકુચા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ રૂમમાં રહેલા કબાટની તિજોરી તોડી તેમાંથી 3 તોલાનો સોનાનો દોરો, 2 તોલાની બે મગમાળા અને રોકડ 57,000 મળી કુલ લાખોની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. એક રુમ યુવતીઓને ભાડે આપ્યો હતો સમગ્ર ઘટનાને લઈ મકાન માલિક કુસુમબેન ડાંગસીયાએ જણાવ્યુ હતું કે તેઓ છેલ્લા ત્રણ મહિનાથી ઘરે ન હતા પરંતુ, તેઓએ તેના મકાનનો રૂમ યુવતીઓને ભાડે આપ્યો હતો. તેઓને તેના ઘરે હવન હોય જેથી જવાનું થતા તેણે તેને જાણ કરી હતી. જેને લઈ તેઓ તેના ઘરે આવ્યા ત્યારે મકાનનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો અને તિજોરીમાંથી સોનાનો દોરો, મગમાળા અને રોકડ જોવા મળી ન હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં રક્તરંજિત સાંજ:ઘ-0 સર્કલ પાસે ઈકો અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બે યુવકોના કરુણ મોત, એકની હાલત ગંભીર
    Next Article
    કુણઘેર PHC દ્વારા વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી:મલેરિયા મુક્ત ભારત માટે લોકજાગૃતિ અને માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment