Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મને મરવા મજબૂર કર્યો, હવે મારી પાસે બીજો રસ્તો નથી':સુરત પોલીસ કમિશનર કચેરીના દરવાજે યુવકે ફિનાઈલ ગટગટાવ્યું, ગંભીર હાલતમાં સિવિલ ખસેડાયો

    20 hours ago

    સુરત શહેરની સૌથી સુરક્ષિત ગણાતી પોલીસ કમિશનર કચેરીના દરવાજે આજે બપોરે એક યુવકે જાહેરમાં ફિનાઈલ ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થળ પર તૈનાત ટીઆરબી (TRB) જવાનોની સમયસૂચકતાને કારણે યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. 'મને મરવા માટે મજબૂર કર્યો છે' બપોરના સમયે પોલીસ કમિશનર કચેરીના 'એચ.કે. પોઈન્ટ' પાસે એક યુવક શંકાસ્પદ અને માનસિક તણાવમાં જોવા મળ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, યુવકે અચાનક પોતાની પાસે રહેલી ફિનાઈલની બોટલ કાઢી હતી. "મને મરવા માટે મજબૂર કર્યો છે, હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી" તેવા આક્રોશભર્યા શબ્દો બોલી તેણે જોતજોતામાં ફિનાઈલ પી લીધું હતું અને ત્યાં જ ઢળી પડ્યો હતો. યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો ઘટનાને નજરે જોનારા ટીઆરબી જવાન લક્ષ્મણ નેપાળી અને અન્ય સુરક્ષાકર્મીઓએ તુરંત એક્શન લીધા હતા. તેમણે તાત્કાલિક કંટ્રોલ રૂમમાં જાણ કરી 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી. યુવકની લથડતી હાલતને જોતા તેને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ અને યુવકની ઓળખ આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવક સુરત જિલ્લાના કોસંબા વિસ્તારનો હોવાનું બહાર આવ્યું છે. યુવકે પીડા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તે પોતાની પરિસ્થિતિથી કંટાળી ગયો છે અને તેને મરવા માટે મજબૂર કરવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા યુવકની તબિયતમાં સુધારો થયા બાદ તેનું વિગતવાર નિવેદન લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 'અમારી નજર સામે જ ફિનાઈલ પી લીધું' TRB જવાન લક્ષ્મણ નેપાળીએ જણાવ્યું હતું કે, 'યુવક અચાનક આવ્યો અને અમારી નજર સામે જ ફિનાઈલ પી લીધું. તે કોસંબાથી આવ્યો છે અને ખૂબ જ પરેશાન છે. અમે વિલંબ કર્યા વગર એમ્બ્યુલન્સ બોલાવી તેને હોસ્પિટલ રવાના કર્યો છે.'
    Click here to Read More
    Previous Article
    Editor's View: ટ્રમ્પે ખુન્નસ કાઢ્યું:ભારતને નરકનું દ્વાર ગણાવ્યું, આંકડાઓ પરથી સમજો પેટમાં દુખવાનું કારણ, 150 વર્ષ જૂના કાયદાની કહાની
    Next Article
    ગાંધીનગરમાં રક્તરંજિત સાંજ:ઘ-0 સર્કલ પાસે ઈકો અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બે યુવકોના કરુણ મોત, એકની હાલત ગંભીર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment