Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લો બોલો, ઠુમકા લગાવીને મતદાન જાગૃતિ લાવવાના પ્રયાસ:વડોદરામાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ક્યાંક તલવારોથી સ્વાગત તો ક્યાંક ઠુમકા લગાવી મતદાનની અપીલ

    12 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વડોદરા શહેરમાં પ્રચારના અંતિમ દિવસે વિવિધતા જોવા મળી હતી. શહેરના વિવિધ વોર્ડમાં મતદાન જાગૃતિના નામે ઠુમકા લગાવીને કોઈ એક પક્ષનો પ્રચાર કરવામાં આવ્યો તો ક્યાંક તલવારોથી કમાન બનાવી ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જો કે પ્રચાર પૂર્ણ થવાના અંતિમ દિવસે લોકોને રીઝવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. વોર્ડ-16માં બિહારી સમાજ દ્વારા મતદાન જાગૃતિ માટે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઠુમકા શહેરના વોર્ડ 16માં બિહારી તેમજ બિહાર પૂર્વાંચલ સમાજ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બિહારી લોકગીતો ઉપર નૃત્યાંગનાઓ દ્વારા ઠુમકા લગાવવામાં આવ્યા હતા. આ સાંસ્કૃતિક કાર્યક્રમને મતદાન જાગૃતિ માટેના કાર્યક્રમ તરીકે આયોજકોએ પ્રસ્થાપિત કર્યો હતો. જો કે જોવા જેવી વાત એ હતી કે, આ કાર્યક્રમમાં વોર્ડ 16ના ભાજપના તમામ ઉમેદવારો ઉપસ્થિત રહયા હતા. અને તેઓની ઉપસ્થિતિમાં નૃત્યાંગનાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમના નામે ઠુમકા લગાવ્યા હતા. ઉમેદવારોએ જાહેર મંચ ઉપરથી મતદાનની અપીલ પણ કરી હતી. વોર્ડ-3માં ક્ષત્રિય ઉમેદવારનું તલવારોથી સ્વાગત વડોદરા શહેરના વોર્ડ 3માં ભાજપના ઉમેદવાર રણવીરસિંહ જાડેજા ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરી રહયા છે. તેઓ દ્વારા તેઓના વોર્ડમાં ફેરણી કરવામાં આવી હતી દરમિયાન તેઓના વોર્ડમાં ભગવાન ભરવાડ દ્વારા તેઓના વિસ્તારમાં તલવારોના માળખાથી તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 40 જેટલી તલવારોથી ગેટ બનાવી તેમાંથી વોર્ડ 3ના ભાજપના તમામ ઉમેદવારો પસાર થયા હતા. અને તેઓનું હવ્ય સ્વાગત કરાયું હતું. ઉમેદવારોને તલવાર ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. મોટાભાગના ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદર્શન પ્રચારના અંતિમ દિવસે શહેરના મોટા ભાગના ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોતપોતાના વિસ્તારમાં ઉમેદવારોએ બાઇક રેકી, કે ડીજે રેલીનું આયોજન કર્યું હતું. લોકોને રીઝવવા માટે તમામ પક્ષના કાર્યકરો અને ઉમેદવારો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા. ત્યારે 26 એપ્રિલના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટેના પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.,
    Click here to Read More
    Previous Article
    યુવકે બૂમ પાડીને કહ્યું- 'ભાજપ ગામમાં નહીં':બીલ ગામમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો પ્રચાર માટે આવતા વિરોધનો સામનો કરવો પડ્યો, વાતાવરણ તંગ બન્યું
    Next Article
    RCB vs GT LIVE Score, IPL 2026: Shubman Gill Chases Big Milestone As GT Bat First vs RCB

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment