Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘પૈસા આપીને ટિકિટ મળતી હોય તો વ્યાજે રૂપિયા લાવીને આપત’:મહિલા નેતાઓએ રડતા રડતા જિલ્લા પ્રમુખ સામે આક્ષેપો કર્યા; કેશોદ ભાજપમાં બળવો

    17 hours ago

    ​જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના રાજકારણમાં હાલમાં મોટો ભૂકંપ આવ્યો છે. કેશોદ શહેર ભાજપ સંગઠન સાથે વર્ષોથી જોડાયેલી અને પક્ષને વફાદાર રહેલી મહિલા નેતાઓએ જિલ્લા પ્રમુખ ચંદુ મકવાણા સામે મોરચો માંડ્યો છે. કારણકે પ્રદેશ કક્ષાએથી કેશોદ નગરપાલિકાની ચૂંટણીમાં આ મહિલાઓની ઉમેદવારી માટે નામોની જાહેરાત કરવામાં આવી હતી તે લિસ્ટમાં આ ત્રણેય મહિલાઓના નામ હતા, પરંતુ જિલ્લા કક્ષાએથી આ ત્રણેય મહિલાઓના નામ કાઢી નાખવામાં આવ્યા હતા.જેન લઈ આ મહિલા હોદ્દેદારોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે. તેઓનો મુખ્ય આક્ષેપ છે કે પક્ષમાં વર્ષોથી સેવા આપનાર કાર્યકરોની અવગણના કરીને, જેઓ ક્યારેય સક્રિય નહોતા તેવા લોકોને નાણાકીય લેવડ-દેવડના આધારે ટિકિટો વહેંચવામાં આવી છે. આ વિવાદને કારણે ભાજપના શિસ્તબદ્ધ ગણાતા માળખામાં તિરાડો સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ‘પૈસા આપીને જ ટિકિટ મળતી હોય તો વ્યાજે રૂપિયા લાવીને આપત’ ​કેશોદ ભાજપના મહિલા મોરચાના પૂર્વ શહેર પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે રહી ચૂકેલા શોભનાબેન સાવલિયાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 8થી 10 વર્ષથી ભાજપમાં નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે. તેમણે ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને પ્રદેશ કક્ષાએથી તેમનું નામ પણ નક્કી થઈ ગયું હોવાની માહિતી મળી હતી. જોકે, જિલ્લા કક્ષાએથી છેલ્લી ઘડીએ તેમનું નામ કાપી નાખવામાં આવ્યું હતું. શોભનાબેને રડમસ અવાજે આક્ષેપ કર્યો હતો કે જે લોકો પક્ષમાં ક્યારેય દેખાયા નથી, તેમણે લાખો રૂપિયા ભરીને ટિકિટો મેળવી લીધી છે. તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે જો પક્ષમાં પૈસા આપીને જ ટિકિટ મળતી હોય તો તેઓ વ્યાજે રૂપિયા લાવીને પણ આપત, કારણ કે તેમને કામ કરવાની ઈચ્છા હતી. અંતમાં તેમણે મતદારોને ભાવુક અપીલ કરતા જણાવ્યું હતું કે, જનતાએ હવે સમજી-વિચારીને સત્યના પક્ષમાં મતદાન કરવું જોઈએ. પૈસાના જોરે ખેલ ખેલાયો ​આ આક્ષેપોમાં સૂર પુરાવતા 22 વર્ષ જૂના પક્ષના કાર્યકર અને શહેર સંગઠન મંત્રી મધુભેન ગીરીશભાઈ ધનેશાએ પણ જિલ્લા નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા છે. મધુભેનનો આક્ષેપ છે કે પ્રદેશમાંથી તેમનું નામ મેન્ડેટમાં મંજૂર થઈને આવ્યું હતું, પરંતુ જિલ્લા પ્રમુખ ચંદુ મકવાણાએ તેમનું નામ કાપી નાખ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે જિલ્લા પ્રમુખ દ્વારા તેમની પાસે બળજબરીપૂર્વક 'સ્વૈચ્છિક રાજીનામું' માંગવામાં આવ્યું હતું અને જો રાજીનામું ન આપે તો સસ્પેન્ડ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. મધુભેને સવાલ ઉઠાવ્યો હતો કે જેમની કોઈ દાવેદારી નહોતી તેવા આરતીબેન સાંગાણીને ટિકિટ કયા આધારે આપવામાં આવી? તેમણે સીધો આક્ષેપ કર્યો કે આ સમગ્ર ખેલ પૈસાના જોરે ખેલાયો છે. 22 વર્ષની સેવાની પક્ષમાં કોઈ કિંમત ન અંકાતા તેઓ અત્યંત ભાવુક બન્યા હતા અને જનતાને વિવેકબુદ્ધિથી મતદાન કરવા વિનંતી કરી હતી. ‘સમગ્ર પ્રક્રિયામાં આર્થિક વહીવટ થયાની આશંકા’ ​શહેર સંગઠનના ઉપપ્રમુખ વૈશાલીબેને પણ આ મામલે પક્ષના પદાધિકારીઓ સામે સવાલો ઉભા કર્યા છે. તેમણે જણાવ્યું કે પક્ષના મહામંત્રી ભરતભાઈ કોરિયાએ તેમને ફોન કરીને ઉપરથી આદેશ હોવાનું કહી રાજીનામું આપવા દબાણ કર્યું હતું. વૈશાલીબેનનો દાવો છે કે મેન્ડેટમાં તેમનું નામ હોવા છતાં, ચંદુભાઈ મકવાણાની સહી સાથે દક્ષાબેન ભાવેશભાઈ ઘોડાસરાને ટિકિટ આપી દેવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે પક્ષ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે કે તેમની કોઈ ભૂલ નથી, તેમ છતાં તેમની પાસેથી રાજીનામું કેમ માંગવામાં આવે છે? આ સમગ્ર પ્રક્રિયામાં આર્થિક વહીવટ થયો હોવાની આશંકા તેમણે વ્યક્ત કરી છે. મધુબેન અને શોભનાબેનની જેમ તેમની સાથે પણ અન્યાય થયો હોવાનું તેમણે ઉમેર્યું હતું. ‘શિસ્ત એ પક્ષની તાકાત, કાર્યકરો તન, મન, ધનથી ભાજપને જીતાડશે’ ​બીજી તરફ, આ ગંભીર આક્ષેપો અંગે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાએ પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી એક મોટો પરિવાર છે અને ચૂંટણી સમયે ટિકિટ માટે અનેક દાવેદારો હોય તે સ્વાભાવિક છે. તેમણે સ્વીકાર્યું હતું કે ટિકિટ ન મળવાને કારણે કાર્યકરોમાં થોડો અસંતોષ હોઈ શકે છે, પરંતુ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી બે દિવસમાં તમામ કાર્યકરો અસંતોષ ભૂલીને પક્ષના વિજય માટે કામે લાગી જશે. ચંદુ મકવાણાએ જણાવ્યું કે શિસ્ત એ પક્ષની તાકાત છે અને કાર્યકરો તન, મન અને ધનથી ભાજપને જીતાડશે. જિલ્લા પ્રમુખની સ્પષ્ટતા ​આ ઉપરાંત, તેમના જન્મદિવસની ઉજવણી મામલે સ્પષ્ટતા કરતા ચંદુ મકવાણાએ કહ્યું હતું કે ભગવાન શ્રીરામ મારા આરાધ્યદેવ છે. હું અનુસૂચિત જાતિ સમાજમાંથી આવું છે અને તેઓ માત્ર ભગવાન રામ તેમજ ડૉ. બાબાસાહેબ આંબેડકરના આશીર્વાદ લેવા ગયા હતા. ત્યારે હાલ તો જિલ્લા પ્રમુખની આ સ્પષ્ટતા સામે નારાજ મહિલા કાર્યકરોનો આક્રોશ હજુ પણ શમવાનું નામ નથી લઈ રહ્યો, જે કેશોદ ભાજપ માટે આગામી સમયમાં પડકારજનક સાબિત થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    News Today Live Updates, 24 April | Bihar CM Samrat Choudhary wins trust vote, Tejashwi says BJP ‘finished Nitish ji’
    Next Article
    સુરતમાં મૈત્રી કરારના સંબંધનો કરુણ અંત:ચારિત્ર્ય પર શંકા અને પ્રેમીના માનસિક ત્રાસથી કંટાળી મહારાષ્ટ્રની યુવતીએ વરાછામાં ગળેફાંસો ખાધો, પ્રેમીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment