Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોર્ટમાં અફરાતફરી મચાવનાર આરોપી પોલીસના સકંજામાં:જેલ વોરંટ ફાટતા કોર્ટમાં પોલીસને ધક્કો મારી ફરાર આરોપી ઘરે પહોંચે તે પહેલા જ ઉમરા પોલીસ ત્રાટકી

    11 hours ago

    સુરતની જિલ્લા કોર્ટમાંથી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયેલા આરોપીને ઝડપી પાડવામાં ઉમરા પોલીસને સફળતા મળી છે. ગત 22 એપ્રિલના રોજ કોર્ટ પરિસરમાંથી પોલીસકર્મીને ધક્કો મારી નાસી છૂટેલો આરોપી ચિરાગ હર્ષદ પારેખ પોલીસ માટે પડકાર બન્યો હતો. જોકે, ઉમરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ આ આરોપીને તેના બારડોલી સ્થિત નિવાસસ્થાનેથી દબોચી લીધો હતો. પોલીસના આ ક્વિક રિસ્પોન્સને કારણે કોર્ટ પરિસરની સુરક્ષા સામે ઉઠેલા સવાલો વચ્ચે પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. કોર્ટમાં કેદી વોરંટ ભરાતી વખતે બની ઘટના ઘટનાની વિગત મુજબ, અઠવાલાઇન્સ સ્થિત ફાસ્ટ ટ્રેક કોર્ટ બિલ્ડિંગના ચોથા માળે ગત બુધવારે બપોરે 2:45 વાગ્યાના અરસામાં હલચલ મચી ગઈ હતી. ફોજદારી અપીલ નંબર 691/2025ના કેસમાં આરોપી ચિરાગકુમાર હર્ષદ પારેખ (રહે. બારડોલી) વિરુદ્ધ કોર્ટે જેલ વોરંટ ઈસ્યુ કર્યું હતું. નિયમ મુજબ તેને લાજપોર જેલ મોકલવાની પ્રક્રિયા ચાલી રહી હતી. ફરજ પર તૈનાત લોકરક્ષક નરેશકુમાર લખમણભાઈ પટેલ આરોપીને કસ્ટડીમાં લઈ જેલ મોકલવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ તક જોઈને આરોપીએ પોલીસને ચકમો આપવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસકર્મીને ધક્કો મારી આરોપી ફિલ્મી ઢબે નાસી છૂટ્યો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જ્યારે કાયદેસરની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે આરોપી ચિરાગ પારેખે અચાનક ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું. તેણે ત્યાં હાજર લોકરક્ષક નરેશકુમારને જોરદાર ધક્કો માર્યો હતો. પોલીસકર્મી કઈ સમજે તે પહેલા જ આરોપી ભીડનો લાભ ઉઠાવીને ચોથા માળેથી નીચે ઉતરી કોર્ટ કેમ્પસની બહાર ભાગી છૂટ્યો હતો. આ ઘટનાને પગલે કોર્ટમાં હાજર વકીલો અને મુલાકાતીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકરક્ષકે તરત જ આ બાબતની જાણ ઉચ્ચ અધિકારીઓને કરી હતી, જેના પગલે સમગ્ર સુરતમાં નાકાબંધીના આદેશ અપાયા હતા. ઉમરા પોલીસે રાતભર સર્ચ ઓપરેશન ચલાવ્યું આરોપી કસ્ટડીમાંથી ભાગી જતા પોલીસના માન-સન્માન પર સવાલ ઉભો થયો હતો. આથી, ઉમરા પોલીસની અલગ-અલગ ટીમો બનાવી આરોપીના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવાનું શરૂ કરાયું હતું. 27 વર્ષીય લોકરક્ષક નરેશકુમારે આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસને શંકા હતી કે, આરોપી લાંબો સમય સુરતમાં રોકાશે નહીં અને તે સીધો પોતાના વતન બારડોલી તરફ ભાગશે. પોલીસે CCTV અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ તેજ કરી હતી અને આરોપીનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. ઘરે પહોંચતા જ પોલીસ ત્રાટકી ઉમરા પોલીસની ટીમે બાતમીના આધારે બારડોલીમાં આરોપીના ઘરની આસપાસ વોચ ગોઠવી હતી. પોલીસને પાકી માહિતી મળી હતી કે, આરોપી અન્ય કોઈ સુરક્ષિત જગ્યાએ ભાગે તે પહેલા એકવાર પોતાના ઘરે જરૂર જશે. 23 એપ્રિલની વહેલી સવારે જ્યારે આરોપી ચિરાગ પારેખ બારડોલીમાં પોતાના ઘરે પહોંચ્યો ત્યારે જ છુપાઈને ઉભેલી પોલીસે તેને ચારે બાજુથી ઘેરી લીધો હતો. પોલીસને જોઈ આરોપી સ્તબ્ધ થઈ ગયો હતો. ભાગવાનો પ્રયાસ કરે તે પહેલા જ પોલીસે તેને દબોચી લીધો હતો અને સુરત લઈ આવી હતી.
    Click here to Read More
    Previous Article
    તેલંગાણામાં બસ ડ્રાઇવર પેટ્રોલ છાંટીને સળગ્યો, મોત:RTC કર્મચારીઓનું પ્રદર્શન; સરકારમાં વિલિનીકરણની માંગ પર 3 દિવસથી હડતાળ
    Next Article
    AAP candidates Viral Videos | આપના નેતાઓના વાયરલ વીડિયોથી રાજકીય ગરમાવો | Sthanik Swaraj Election

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment