Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં ભાજપની ‘વિજય વિશ્વાસ બેઠક’:પરસોત્તમ સોલંકીએ કહ્યું- ‘અડધી રાત્રે તકલીફ હોય તો બંગલે વયા આવજો, હું બેઠો છું’, વધુમાં વધુ મતદાન કરવા અપીલ

    14 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગમાં હવે પ્રચારના ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ભાવનગરમાં ભાજપના દિગ્ગજ નેતા અને મંત્રી પરસોત્તમ સોલંકીની અધ્યક્ષતામાં ‘વિજય વિશ્વાસ બેઠક’ યોજાઈ હતી. આ સભામાં સોલંકીએ પોતાના આગવા અંદાજમાં કાર્યકરો અને મતદારોને સંબોધતા મજબૂતાઈથી ભાજપની તરફેણમાં મતદાન કરવા આહ્વાન કર્યું હતું. ‘તમારો વીરો બેઠો છે, ચિંતા ન કરતા’ સભાને સંબોધતા પરસોત્તમ સોલંકીએ ભાવનાત્મક કાર્ડ રમતા જણાવ્યું હતું કે, તમે બધા સમજો છો, ભાજપ સામે કોઈ નહીં આવે. મજબૂત રહેજો, હું 28 તારીખ સુધી અહીં જ છું. બહેનો-દીકરીઓને ખાસ કહેવાનું કે તમારો ભાઈ, તમારો વીરો અહીં બેઠો છે. સુખ-શાંતિથી જીવો અને જો કોઈ તકલીફ આવે તો તમારો હાવજ બેઠો છે, અડધી રાત્રે મારે બંગલે વયા આવજો. તેમણે કાર્યકરોને ટકોર કરતા કહ્યું કે, આટલામાં તમે બધું સમજી જાઓ કે હું શું કહેવા માંગુ છું. સ્થાનિક સ્વરાજ્યની બેઠકો પર જીતનું લક્ષ્ય આ બેઠકમાં ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો સહિત જિલ્લા પંચાયતની 40, તાલુકા પંચાયતની 216 અને 3 નગરપાલિકાની 96 બેઠકો પર ભવ્ય વિજય મેળવવા રણનીતિ ઘડાઈ હતી. અગ્રણી દિવ્યેશ સોલંકીએ જણાવ્યું કે, અઢારે વરણના મોભીઓ જે વર્ષોથી પરસોત્તમ ભાઈ સાથે જોડાયેલા છે, તેમને જંગી મતદાન કરાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ બેઠકમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ગૌતમભાઈ તેમજ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. તમામ નેતાઓએ એકસૂરે ‘કમળ’ને જીતાડવા અને પૂર્વની જેમ જ તમામ પંચાયતો અને પાલિકાઓમાં ભાજપનું શાસન જાળવી રાખવા માટે કાર્યકરોને જોશ પૂર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    કલોલમાં પૈસાની લેતીદેતીમાં યુવક પર છરી વડે હુમલો:ઈનોવા ગાડી ખેંચવા ગયેલા ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ
    Next Article
    Vav - Tharad Political News | વાવ થરાદ લાખણીના લવાણા ગામમાં ભાજપનો રોડ શો | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment