Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પ્રચાર આજે સાંજે બંધ:હિંમતનગરમાં ભાજપની બાઇક રેલી, ખાટલા બેઠકો શરૂ થશે

    12 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર આજે સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે, ત્યારબાદ ખાટલા બેઠકોનો દોર શરૂ થશે. રવિવારે મતદાન યોજાશે. આ પૂર્વે હિંમતનગરમાં ભાજપ દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે મહેતાપુરાથી શરૂ થઈને મહાવીરનગર કેનાલ ફ્રન્ટ ખાતે સમાપ્ત થઈ હતી. સાબરકાંઠા જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયતો અને હિંમતનગર, ઇડર તથા વડાલી નગરપાલિકા માટે 26 એપ્રિલ, રવિવારે સવારે મતદાન થશે. ભાજપ દ્વારા આ ચૂંટણીઓ માટે સઘન પ્રચાર કરવામાં આવ્યો છે. જિલ્લા અને તાલુકા પંચાયત વિસ્તારો ઉપરાંત, હિંમતનગર, ઇડર અને વડાલી નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાલિકા વિસ્તારોમાં પણ ભાજપની પ્રચાર રેલીઓ યોજાઈ હતી. હિંમતનગરમાં શુક્રવારે મહેતાપુરા વિસ્તારમાં NG સર્કલ પાસેથી બાઇક રેલીનો પ્રારંભ થયો હતો. આ રેલીમાં નગરપાલિકાના ભાજપના ઉમેદવારો, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ કનુભાઈ પટેલ, મહામંત્રી બિપિન ઓઝા અને પ્રેમાળ દેસાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. આ બાઇક રેલી NG સર્કલથી મહેતાપુરા વિસ્તારમાં ફરી હતી. ત્યારબાદ હાથમતી નદીના ઢાળ થઈને ન્યાય મંદિર, એસપી ઓફિસ, ગાંધી રોડ, ટાવર, નગરપાલિકા થઈને જૂની સિવિલ સર્કલ પહોંચી હતી. ત્યાંથી એસટી બસ સ્ટેશન, ઉમાશંકર રેલવે ઓવરબ્રિજ, મોતીપુરા, ખેડ તસિયા રોડ, શારદાકુંજ સોસાયટી, ટીપી રોડ, સહકારી જિન, મારુતિનગર, હરિઓમ સોસાયટી, મહાકાલી માતાજી મંદિર, ગાયત્રી મંદિર રોડ અને બેરણા રોડ થઈને મહાવીરનગર ચાર રસ્તેથી કેનાલ ફ્રન્ટ ખાતે પહોંચીને સમાપ્ત થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટીને 76,800 પર ટ્રેડિંગ:નિફ્ટી 250 પોઈન્ટ ઘટીને 23,930 પર આવ્યો; IT શેરોમાં સૌથી વધુ વેચવાલી
    Next Article
    કલોલમાં પૈસાની લેતીદેતીમાં યુવક પર છરી વડે હુમલો:ઈનોવા ગાડી ખેંચવા ગયેલા ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment