Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રચારના છેલ્લા દિવસે રાજકીય પક્ષોનો અંતિમ જંગ:મતદારોને રિઝવવા રાજ્યમાં આજે ઠેર-ઠેર રેલીઓ અને સભાઓ યોજાશે, ચૂંટણી તંત્ર અને પોલીસ પ્રશાસન સજ્જ

    9 hours ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચારનો આજે આખરી દિવસ છે. આવતીકાલે પ્રચારના પડઘમ શાંત થશે, ત્યારે આજે તમામ રાજકીય પક્ષો – ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં આજે ઠેર-ઠેર રેલીઓ અને સભાઓ યોજાશે, જે રાજકીય માહોલને ભારે ગરમાવો આપી રહી છે. રાજકીય પક્ષોનો અંતિમ જંગ આમ આદમી પાર્ટી (AAP) ચૂંટણીના છેલ્લા દિવસે આક્રમક પ્રચારની રણનીતિ અપનાવી રહી છે. રાજકોટમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સવારે 10.30 વાગ્યે એક મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ યોજી મીડિયાને સંબોધિત કરશે. બીજી તરફ સુરતમાં AAPના નેતાઓ ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા આજે ત્રણથી વધુ વિશાળ રેલીઓ યોજી શક્તિપ્રદર્શન કરશે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પણ છેલ્લી ઘડીએ ઘરે-ઘરે પહોંચીને મતદારો સાથે સીધો સંપર્ક સાધવામાં વ્યસ્ત છે. ચૂંટણી તંત્ર અને પોલીસ પ્રશાસન સજ્જ ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે વહીવટી તંત્ર પણ પૂરજોશમાં તૈયારી કરી રહ્યું છે. જિલ્લા કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર અનિલ ધમેલિયા પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ચૂંટણીની તૈયારીઓ અને લોકલ સેલ્ફ-ગવર્નમેન્ટ બોડીઝના મતદાન માટેના આયોજનની વિગતો આપશે. આ સાથે જ પોલીસ વિભાગ પણ એલર્ટ મોડ પર છે. ચૂંટણીના દિવસે મતદાન મથકો પર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કેટલો પોલીસ બંદોબસ્ત રહેશે અને પોલીસની શું તૈયારીઓ છે, તે અંગેની વિગતો પણ પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવશે. 'કીર્તિ સેતુ ફાઉન્ડેશન'ના આક્ષેપો ચૂંટણીના અંતિમ તબક્કે સુરતમાં રાજકીય વાતાવરણ વધુ તંગ બન્યું છે. 'કીર્તિ સેતુ ફાઉન્ડેશન' (KSF) દ્વારા આજે 24 એપ્રિલના રોજ સુરતના પાલ વિસ્તારમાં એક અનોખા પ્રેસ બ્રીફિંગનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા AAP વિરુદ્ધ આઘાતજનક ખુલાસાઓ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. દિલ્હી અને પંજાબમાં લોકોના મેન્ડેટ સાથે દગો કરનાર AAPનો અસલી ચહેરો અને તેમના 'નકલી આંદોલન'નો પર્દાફાશ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    નવસારી મહાનગર પાલિકાના વોર્ડ નં.11નો ગ્રાઉન્ડ રિપોર્ટ:કરોડો રૂપિયાની 'ચંદન તળાવ પાણી યોજના' ફેલ, શ્રમિકોના નસીબમાં ઉભરાતી ગટરો અને પીવાનું ગંદુ પાણી; વાયદાઓ પોકળ
    Next Article
    Stock Market LIVE Updates, Sensex Today: Markets Likely To Open Positive, Traders Cautious As Oil Rallies

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment