Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ટ્રમ્પે ભારતને નરકનું દ્વાર ગણાવ્યું, જન્મજાત નાગરિકતા પર નજર, રેકોર્ડબ્રેક મતદાનથી બંગાળમાં નવાજૂનીના એંધાણ, ગરમી ગુજરાતને બાનમાં લેશે

    11 hours ago

    નમસ્તે, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં ઈતિહાસનું સૌથી વધુ મતદાન થયું છે. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પોસ્ટમાં ભારતને 'નર્કનું દ્વાર' ગણાવ્યું. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે મોદીએ ઝાલમુડીનો ઉલ્લેખ કેમ કર્યો... ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં બે ચૂંટણી રેલી કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. બંગાળમાં મતદાનનો નવો રેકોર્ડ, પ્રથમ તબક્કામાં 93% મતદાન:મમતા બોલ્યા- SIRના વિરોધમાં બમ્પર વોટિંગ; તમિલનાડુના ઇતિહાસમાં પણ સૌથી વધુ 84% મતદાન પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ગુરુવારે બમ્પર વોટિંગ થયું. બંગાળની 294 બેઠકોમાંથી 152 બેઠકો પર પ્રથમ તબક્કામાં 92.72% મતદાન થયું. જ્યારે, તમિલનાડુની તમામ 234 બેઠકો પર રેકોર્ડ 85.13% વોટિંગ થયું. બંને રાજ્યોના ઇતિહાસમાં પ્રથમ વખત સૌથી વધુ વોટિંગ થયું છે. ચૂંટણી પંચના આંકડા રાત્રે 9 વાગ્યા સુધીના છે. તેમાં ફેરફાર થઈ શકે છે. આ પહેલા આસામ, કેરળ અને પુડુચેરીમાં પણ 9 એપ્રિલે રેકોર્ડ વોટિંગ થયું હતું. આસામના ઇતિહાસમાં સૌથી વધુ 85.91%, પુડુચેરીમાં 90% અને કેરળમાં 1987 પછી સૌથી વધુ 78.27% વોટિંગ થયું હતું. પાંચેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 મેના રોજ એકસાથે આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ટ્રમ્પે ભારતને નરકનો દ્વાર બતાવનારી પોસ્ટ શેર કરી:આરોપ- ભારતીયો અમેરિકામાં બાળકોને જન્મ આપીને નાગરિકતા મેળવે છે, પછી પરિવારને બોલાવે છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીનને "નરકનું દ્વાર" તરીકે વર્ણવતી એક પોસ્ટ શેર કરી છે. કટ્ટરપંથી અમેરિકન લેખક અને રેડિયો હોસ્ટ માઈકલ સેવેજ દ્વારા લખાયેલો આ પત્ર જન્મજાત નાગરિકતાની ટીકા કરે છે અને ભારત અને ચીન સહિત અનેક દેશો વિશે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરે છે. તેમાં જણાવાયું છે કે ઇમિગ્રન્ટ્સ તેમના બાળકો માટે જન્મજાત નાગરિકતા મેળવે છે, જે પછી અમેરિકામાં સ્થાયી થઈ જાય છે. તે જન્મજાત કાયદાની ટીકા કરે છે અને કહે છે કે તેનો નિર્ણય કોર્ટ કે વકીલો દ્વારા નહીં પરંતુ રાષ્ટ્રવ્યાપી મતદાન દ્વારા લેવો જોઈએ. તે એક સોશિયલ મીડિયા સર્વે (પોલ) ને ટાંકે છે જેમાં મોટાભાગના લોકોએ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ઈરાને કહ્યું- ટ્રમ્પનું યુદ્ધવિરામ એકતરફી:અમેરિકી નાકાબંધી હટશે તો જ વાત કરીશું; અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું- કાલ સુધીમાં સારા સમાચાર આવી શકે છે ઈરાને અમેરિકા સાથે કોઈપણ પ્રકારના યુદ્ધવિરામનો ઇનકાર કર્યો છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર કાલીબાફે કહ્યું કે વર્તમાન સમયમાં યુદ્ધવિરામ ત્યારે જ શક્ય છે જ્યારે નાકાબંધી હટાવવામાં આવે. ઈરાન અને અમેરિકા વચ્ચે 22 એપ્રિલે યુદ્ધવિરામ સમાપ્ત થઈ ગયો હતો. ટ્રમ્પે તેના સમાપ્ત થતા પહેલા જ તેને એકતરફી રીતે આગળ વધારી દીધો હતો. બીજી તરફ, ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથે શાંતિ વાટાઘાટોના બીજા રાઉન્ડને લઈને શુક્રવાર સુધીમાં સારા સમાચાર આવી શકે છે. ન્યૂયોર્ક પોસ્ટના એક રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે એક સંદેશમાં આ વાત કહી. પાકિસ્તાની અધિકારીઓએ પણ સંકેત આપ્યા છે કે ઈરાન સાથે આગામી 36 થી 72 કલાકની અંદર નવી વાતચીત શરૂ થઈ શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. PM મોદીએ કહ્યું-ઝાલમુરી મેં ખાધી, મરચા TMCને લાગી રહ્યા છે: બંગાળના કૃષ્ણાનગરમાં બોલ્યા- 4 મેના રોજ ભાજપ જીતશે, મીઠાઈની સાથે ઝાલમુરી પણ વહેંચાશે પશ્ચિમ બંગાળમાં ગુરુવારે 152 બેઠકો પર મતદાન થયું ત્યારે 142 બેઠકો પર ચૂંટણી પ્રચાર ચાલુ રહ્યો હતો. પીએમ મોદીએ કૃષ્ણનગરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઝાલમુરી ખાવા પર કહ્યું- ઝાલમુરી મેં ખાધી છે અને મરચા TMCને લાગી રહ્યા છે. 4 મે પછી બંગાળમાં સુરક્ષાની ગેરંટી આવવાની છે. પીએમ મોદીએ કહ્યું કે, અહીં તો TMCના ધારાસભ્યો, મંત્રીઓ, સ્થાનિક નેતાઓ અને તેમના સિન્ડિકેટ વિરુદ્ધ એટલો રોષ છે કે કેટલાય જિલ્લાઓમાં TMCનું ખાતું પણ નહીં ખૂલે. હું વિશ્વાસ સાથે કહું છું કે મેં આ વખતે બંગાળનો ઘણો પ્રવાસ કર્યો છે અને જે ઉત્સાહ જોયો છે, તેના પરથી TMCનું જવું નિશ્ચિત છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ઓડિશામાં 44.6°C તાપમાન, બપોરે વસ્તી ગણતરી પ્રક્રિયા પર રોક:યુપીમાં રસ્તાઓ પર વોટર સ્પ્રે; દિલ્હીની શાળાઓમાં પાણી પીવા માટે વાગશે ઘંટડી દેશના અડધાથી વધુ રાજ્યોમાં હીટવેવ ચાલુ છે. બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં તાપમાન 40°C થી 45°C ની વચ્ચે રહ્યું છે. ઓડિશાનું ઝારસુગુડા બુધવારે 44.6°C તાપમાન સાથે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું. હીટવેવને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે બપોરના સમયે વસ્તી ગણતરી પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે. એટલે કે, ફિલ્ડ સ્ટાફ હવે સવારે 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા દરમિયાન વસ્તી ગણતરીનું કામ કરશે નહીં. બૌધ અને મયુરભંજ જિલ્લામાં 23 એપ્રિલ સુધી તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીની શાળાઓમાં વોટર બેલ સિસ્ટમ લાગુ થશે. દર 45 થી 60 મિનિટે ઘંટડી વગાડવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને પાણી પીવાનું યાદ અપાવી શકાય. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગુજરાતમાં 7 દિવસ ગરમીનું યલો એલર્ટ, તાપમાન 43°C પહોંચશે:24 કલાકમાં પારો 3 ડિગ્રી વધી શકે, અમદાવાદ-ગાંધીનગર સહિત 6 શહેરમાં તાપમાન 40°Cને પાર રાજ્યમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધતો જાય છે. હવામાન વિભાગે આજથી સાત દિવસ (23થી 29 એપ્રિલ) ગુજરાતમાં ભારે ગરમી સાથે યલો એલર્ટ આપ્યું છે. 24 કલાક બાદ તાપમાનમાં અંદાજે 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી સાથે બફારો પણ અનુભવાશે, જેના કારણે લોકોમાં અસ્વસ્થતા વધી શકે છે. રાજ્યમાં અત્યાર સુધી સૌથી વધુ તાપમાન અમદાવાદમાં નોંધાયું છે, જ્યાં તાપમાન 40.8 ડિગ્રી સુધી પહોંચ્યું છે. આજે અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીને પાર જશે તેવી શક્યતા છે. હવામાન વિભાગ મુજબ 26મી તારીખે ચૂંટણીનો દિવસ છે, તે દિવસે વાતાવરણ શુષ્ક રહેશે અને તાપમાન 40થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. અમદાવાદમાંથી ગાયનું 400 કિલો ડુપ્લીકેટ ઘી ઝડપાયું:નિકોલમાં લાઈસન્સ વિના ધમધમતું ગેરકાયદે યુનિટ, વેજીટેબલ ફેટ અને પામોલીન તેલના મિશ્રણથી 'ઘી' બનાવાતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગે નિકોલ વિસ્તારમાં દરોડા પાડીને લાયસન્સ વગર ગાયનું ડુપ્લીકેટ ઘી બનાવવાનું રેકેટ પકડી પાડ્યું છે. વેજીટેબલ ફેટ અને પામોલીન તેલના મિશ્રણથી બનાવવામાં આવતું આશરે 400 કિલો ભેળસેળિયું ઘી જપ્ત કરી FSSAI અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. AMCના હેલ્થ વિભાગને નિકોલની ચિત્રકૂટ આવાસ યોજના પાસે આવેલા રોયલ બંગ્લોઝના એક મકાનમાં ગેરકાયદે ઉત્પાદન થતું હોવાની વિગત મળી હતી. તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે, કોઈપણ રજીસ્ટ્રેશન કે FSSAI લાયસન્સ વગર જ અહીં ભેળસેળિયું ઘી બનાવીને તેને 'મંગલમૂર્તિ ગાયનું ઘી' બ્રાન્ડના નામે પેકિંગ કરવામાં આવતું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : એકસાથે 9 જિંદગીઓ જીવતી ભડથું થઈ!:દીકરાના મુંડનથી પરત ફરતા હસતાં-રમતાં પરિવારનો કરૂણ અંત; યુપીના મિર્ઝાપુરમાં માર્ગ અકસ્માતમાં 11નાં મોત વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ટ્રમ્પે આર્મી બાદ નેવી ચીફને બરતરફ કર્યા:ઈરાન યુદ્ધ વચ્ચે પરમાણુ વિભાગના વૈજ્ઞાનિક પણ સસ્પેન્ડ, હની ટ્રેપમાં ફસાયા હતા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : 24 કલાકમાં બે રેપ, એક મર્ડર:દિલ્હીમાં IRS ઓફિસરની દીકરી પર બળાત્કાર-હત્યા, પોલીસની 15 ટીમે OYO હોટલમાંથી દબોચી લીધો વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : નેપાળના ગૃહ મંત્રી સુદન ગુરુંગનું રાજીનામું:મની લોન્ડરિંગના આરોપી સાથેના સંબંધો પર વિવાદ, એક મહિનામાં બે મંત્રીઓ સરકારમાંથી બહાર વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : પેટ્રોલ-ડીઝલ ₹28 મોંઘું થવાના સમાચાર ખોટા:સરકારે કહ્યું- ભાવ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી; કોટકના રિપોર્ટમાં ચૂંટણી પછી ભાવ વધારાનો દાવો હતો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : મેચ ખિસ્સામાં જ છે...:પૂરનની વિકેટ પર રવિન્દ્ર જાડેજાનું સેલિબ્રેશન વાઇરલ, મોઢું જોતો રહી ગયો બેટર; હિંમતની વિકેટ પર બિશ્નોઈનું ‘નોટબુક’ સેલિબ્રેશન; મેચ મોમેન્ટ્સ વાંચો સંપૂર્ણ સમાચાર… 7.ધર્મ તહેવાર જ્યોતિષ : જીવનનું સરનામું: ચંદ્ર, શુક્ર અને શનિ...!:લગ્નજીવનમાં શારીરિક સુખ પાછળ ત્રણ ગ્રહોનો હાથ, જન્મકુંડળીનું ગણિત જ્યોતિષ સંશોધનની પાંખે, સુક્ષ્મ આંખે! વાંચો સંપૂર્ણ સમાચાર 😲 અજબ ગજબ કબરમાં મૃતદેહ સાથે ₹1.5 કરોડની કાર દફનાવી ચીનમાં કારના શોખીન 70 વર્ષના વ્યક્તિના અંતિમ સંસ્કારમાં તેમની સાથે આશરે 1.5 કરોડની લક્ઝરી કાર પણ દફનાવવામાં આવી. Mercedes-Benz S450Lને કબર સુધી લાવવામાં આવી હતી. લાલ કપડા અને રિબનથી સજાવેલી કારને મશીનની મદદથી ખાડામાં ઉતારવામાં આવી. લોકોએ મળીને તેને માટીથી ઢાંકી દીધી. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર સિરીઝ : ‘બહાર કોઇને કહીશ તો તારા કુટુંબનો સર્વનાશ થઇ જશે’: નવ વર્ષ સુધી સુરતની યુવતીઓ અત્યાચાર સહન કરતી રહી; જુઓ એપિસોડ-45 2. આજનું એક્સપ્લેનર: દુનિયાના 100 સૌથી વધારે ગરમ શહેરોમાં 97 ભારતના, સાઉદી- કતારથી પણ વધારે તપે છે, આખરે 'હીટ ડોમ' કેવી રીતે બન્યું ભારત? 3. Editor’s View: 'ઈરાન પર પરમાણું બોમ્બ ફોડો': ટ્રમ્પના પ્લાનનો સૌથી મોટો ધડાકો, જમાઇ કુશનર અને ગુજરાતી પટેલે ટેન્શન વધાર્યું, હનિટ્રેપમાં સાયન્ટિસ્ટ સિક્રેટ ઓકી ગયા 4. MATCH મસાલા : રિંકુએ સળી કરી, સ્ટેડિયમમાં મારામારી થઈ ગઈ, VIDEO: થાલા ચંપક સાથે ગ્રાઉન્ડમાં આળોટ્યો, જાડેજાએ મેદાન પર રિવાબાને યાદ કર્યા 5. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : નવસારીના કોંગ્રેસી નેતાએ ઓન-કેમેરા સસ્પેન્સ ખોલી નાખ્યું: જિલ્લા મંત્રીએ છેલ્લી ઘડી સુધી 18 ઉમેદવારોના મેન્ડેટ ખિસ્સામાં રાખ્યા, BJP બિનહરિફ થવાની ઇનસાઇડ સ્ટોરી 6. પારકી પંચાત : હાર્દિક પટેલનું ગામમાં ચાલ્યું પણ ઘરમાં નહીં: વિરમગામમાં મામાજી V/s માસાજી; સુરતમાં પ્રસંગમાં AAPનું ગીત વાગ્યું, ટોપી-ખેસ પહેરી મહેમાનોએ ધબધબાટી બોલાવી 7. બ્લેકબોર્ડઃ પત્નીના પરિવારે નગ્ન કરીને માર્યો, પછી નસ કાપીને આત્મહત્યા: પત્નીએ કોલર પકડીને 20 લાખ માંગ્યા તો ફાંસી લગાવી, પીડિત પતિઓની ડરામણી કહાનીઓ 8. નક્સલવાદ ખતમ, નક્સલબારી કઈ હાલતમાં: નક્સલ લીડર કનૂ સન્યાલની સાથી બોલી- ન મોદી ખતમ કરી શકશે, ન મમતા; નોર્થ બંગાળમાં BJPનું પલડું ભારે 9. ગ્રાઉન્ડ રિપોર્ટ : થલાપતિના રડતા-બૂમો પાડત ચાહકોની ભીડ વોટમાં ફેરવાશે: ફેન ક્લબ પાર્ટી બની, લોકો બોલ્યા - જીવ પણ આપીશું; સ્ટાલિન કે BJP, કોને નુકસાન થશે? 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ રાશિફળ શુક્રવારનું રાશિફળ:મેષ અને સિંહ રાશિની મહિલાઓ માટે ભાગ્યશાળી દિવસ; તુલા, વૃશ્ચિક અને મકર જાતકોના પ્રેમ સંબંધોને પરિવારની મંજૂરી મળશે વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    Can gut health reset help children with autism? What new research reveals
    Next Article
    શ્વાનની આતંક:ઓડમાં રખડતા શ્વાને પાંચ લોકોને બચકાં ભરતા ફફડાટ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment