Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુંભારવાડામાં ભાજપની જંગી જાહેર સભા યોજાઈ:ગુજરાતનો વિકાસ જોઈ બંગાળમાં પેટમાં તેલ રેડાય છે કેન્દ્રમાં બેઠેલા બે ગુજરાતી સિંહ ફાળે છે વિકાસનું ભાથું - હીરાભાઈ સોલંકી

    9 hours ago

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ભાવનગર શહેરમાં પ્રચાર પ્રસાર તેજ બન્યો છે, શહેરના કુંભારવાડા અક્ષરપાર્ક કોમન પ્લોટ ખાતે રાજુલાના ધારાસભ્ય અને અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ હીરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા કુંભારવાડા વોર્ડ નંબર 2 અને વડવા વોર્ડ નંબર 3 ના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં યોજાઈ હતી. ​ ​પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ​કુંભારવાડામાં અગાઉ ખુલ્લી ગટર અને ચોમાસામાં હાલાકી ભોગવવી પડતી હતી, જે સમસ્યાઓ ભાજપ શાસનમાં દૂર કરાઈ છે, ​કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી સત્તાની બહાર છે કારણ કે જનતાએ તેમને સ્વીકાર્યા નથી, ​કેન્દ્રની આયુષ્માન ભારત યોજના દ્વારા ગરીબોને રૂપિયા 10 લાખ સુધીની મફત સારવાર મળી રહી છે, ​તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 7મી વાર મહાનગર પાલિકામાં અને 8મી વાર રાજ્યમાં ભાજપની જ સરકાર બનશે, ​ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ ભૂતકાળના સંઘર્ષોને યાદ કરતા જણાવ્યું હતું કે, શહેરના કુંભારવાડા વિસ્તારમાં આયોજિત એક જાહેર સભાને સંબોધતા ભાવનગર સાથેના પોતાના ભાવનાત્મક સંબંધો વાગોળ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે, "મારા જાહેર જીવનની શરૂઆત ભાવનગરથી થઈ હતી અને આ શહેર સાથેનો મારો નાતો હું ક્યારેય ભૂલી શકીશ નહીં." ​પોતાના સંબોધનમાં હીરાભાઈએ જણાવ્યું કે તેમને પાંચ-પાંચ મુખ્યમંત્રીઓ સાથે કામ કરવાનો અનુભવ છે, પરંતુ વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેવી સરળતા તેમણે ક્યાંય જોઈ નથી, તેમણે કહ્યું કે, "ભૂપેન્દ્રભાઈ અત્યંત સરળ સ્વભાવના અને નિખાલસ વ્યક્તિત્વ ધરાવતા નેતા છે જ્યારે કોઈ ધારાસભ્ય કે કાર્યકર રજૂઆત લઈને જાય ત્યારે તેઓ તાત્કાલિક લીલી પેનથી સહી કરી અધિકારીઓને સૂચના આપી પ્રશ્નોનો ઉકેલ લાવે છે, ​ગુજરાતના વિકાસની વિદેશી ધરતી સુધી ગૂંજ ​વિકાસના મુદ્દે વિરોધ પક્ષો પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ગુજરાતના વિકાસની ઈર્ષ્યા બંગાળ જેવા રાજ્યોમાં પણ થાય છે, કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ જેવી બે ગુજરાતી જોડી બેઠી છે, જેનો સીધો લાભ ગુજરાતને મળી રહ્યો છે, મોટા એરપોર્ટ હોય, સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ હોય કે મોટી કંપનીઓ, બધું જ ગુજરાતમાં આવી રહ્યું છે, જે આપણા માટે ગર્વની વાત છે ​ભાજપના શાસનમાં પાયાની સુવિધાઓમાં ક્રાંતિ ​ભૂતકાળની સરકારોની સરખામણી કરતા હીરાભાઈએ જણાવ્યું કે, ક્ષારવાળા પાણીને કારણે થતી કિડની અને પથરીની બીમારીઓ સામે ભાજપે શુદ્ધ પાણી આપી રક્ષણ આપ્યું છે, ગરીબો માટે રૂ.10 લાખ સુધીની મફત સારવારની વ્યવસ્થા કરી છે, ગામડાઓમાં 24 કલાક લાઈટ અને ખેડૂતોને ખેતરે-ખેતરે ટ્રાન્સફોર્મર (TC) આપીને અંધકાર દૂર કર્યો છે, નવી શાળાઓ બનાવી અને શિક્ષકોની ભરતી કરીને શિક્ષણનું સ્તર સુધાર્યું છે, ​આગામી મહાનગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તમામ મહાનગરો અને નગરપાલિકાઓમાં ભાજપનો જ ભવ્ય વિજય થશે. તેમણે કુંભારવાડાના લોકોને અપીલ કરી હતી કે, "તમારો એક મત રાષ્ટ્ર અને રાજ્યના વિકાસ માટે કિંમતી છે. કોઈ પણ દ્વિધા રાખ્યા વગર કમળના નિશાન પર સિક્કો મારી ભાજપના આઠે આઠ ઉમેદવારોને વિજયી બનાવો." ​અંતમાં તેમણે લોકોને ખાતરી આપી હતી કે, ગમે ત્યારે કામ હોય તો અચૂક ફોન કરજો, અમે હંમેશા તમારી પડખે ઊભા રહીશું.
    Click here to Read More
    Previous Article
    Infosys logs 21% rise in Q4 profit; CEO cites AI-led transformation
    Next Article
    Startup founders discuss why intellectual property rights can make or break sports innovation

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment