Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેમીપંખીડાના મોતનું કારણ અકબંધ!:બોડેલીના યુવક અને સગીરાનો મૃતદેહ નર્મદા મુખ્ય કેનાલમાંથી મળી આવતા ચકચાર મચી, બંને વચ્ચે પ્રેમસંબંધ અને પરિવારના ડરથી પગલું ભર્યું હોવાની આશંકા

    9 hours ago

    વડોદરાના સરણેજ ગામ પાસે નર્મદા મુખ્ય કેનાલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બોડેલી તાલુકાના ચોરનીયા ગામના યુવક નીલેશ બારીયા (ઉંમર 19 વર્ષ) અને સગીરાના મૃતદેહ એકબીજા સાથે ખેસ અને ઓઢણીથી બંધાયેલા હાલતમાં પાણીમાં તરતા મળી આવ્યા હતા. જરોદ પોલીસના સૂત્રોએ જણાવ્યા મુજબ, 22 એપ્રિલના રોજ બપોરે આશરે 1 વાગ્યે સરણેજ ગામની સીમમાં આવેલા નર્મદા મુખ્ય કેનાલના ગેટ પાસે બે મૃતદેહ પાણીમાં તરતા જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોએ તરત જ પોલીસને જાણ કરી હતી. આ ઘટનાને લઈ ઘટના સ્થળે લોકટોળા પણ ઉમટ્યા હતા. પોલીસે ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં જાણવા મળ્યું કે બંનેના મૃતદેહ એકબીજા સાથે ખેસ અને ઓઢણી વડે બંધાયેલા હતા. પ્રાથમિક તપાસમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યું છે. ચાર-પાંચ દિવસ પહેલાં તેઓ ગુમ થયા હતા. યુવકે યુવતીને ભગાડી લીધી હોવાની ફરિયાદ પણ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાઈ હતી. પરિવારજનો લગ્ન ન કરવા દે તેવા ડરથી બંનેએ આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જરોદ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો છે. મૃતદેહોને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા અને બાદમાં પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ બંને પ્રેમી પંખીડાઓએ આપઘાત કર્યો છે કે કોઈ અન્ય કારણ છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Why the 101 not out against MI is one of Sanju Samson’s finest hundreds
    Next Article
    સિંહે શિકાર છોડી બાળકી પાછળ દોટ મૂકી:લોકોના ટોળાને જોઈને સાવજ ભડક્યો, મોબાઈલની ફ્લેશ લાઈટ અને અવાજોને કારણે વિચલિત થઈને ભાગ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment