Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્ય ચૂંટણી આયોગને કોંગ્રેસની લેખિત રજૂઆત:“પોલીસ બની સત્તાધારી પક્ષનો હાથો, ઉમેદવારોને સ્ટેશન બોલાવી હેરાનગતિ”, નિષ્પક્ષ ચૂંટણી માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ

    9 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને પગલે રાજકીય ગરમાવો વધી રહ્યો છે. તા. 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી ચૂંટણી પૂર્વે કોંગ્રેસે ગુજરાત પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ રાજ્ય ચૂંટણી આયોગને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, પોલીસ સત્તાધારી પક્ષના દબાણમાં આવીને કોંગ્રેસના ઉમેદવારોને વારંવાર પોલીસ સ્ટેશનમાં બોલાવી હેરાનગતિ કરી રહી છે. કોંગ્રેસે આ સ્થિતિને લોકશાહી માટે ખતરો ગણાવી પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કોઈપણ પ્રકારની લેખિત ફરિયાદ કે ગુના વગર ઉમેદવારોને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવે છે, જેના કારણે તેઓ પ્રચાર કાર્ય કરી શકતા નથી અને માનસિક તણાવનો સામનો કરવો પડે છે. કોંગ્રેસે આ સ્થિતિને લોકશાહી માટે ખતરો ગણાવી છે. અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે, “અમદાવાદ શહેરમાં પોલીસનું વલણ એવું લાગી રહ્યું છે કે તેઓ સરકારના કર્મચારી નહીં પરંતુ BJPના કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે.” તેમણે જણાવ્યું કે, સત્તાધારી પક્ષને હારનો ભય હોવાથી વિરોધી પક્ષના ઉમેદવારોને ડરાવવા અને દબાવવા માટે આવી રીતો અપનાવવામાં આવી રહી છે. જવાબદારો સામે કડક પગલાં લેવા કોંગ્રેસની ચૂંટણી આયોગ પાસે માગ કોંગ્રેસે રાજ્ય ચૂંટણી આયોગને યાદ અપાવ્યું છે કે, બંધારણ મુજબ દરેક ઉમેદવારને ભયમુક્ત રીતે પ્રચાર કરવાનો અધિકાર છે અને મતદાતાઓને પણ નિષ્પક્ષ વાતાવરણમાં મતદાન કરવાનો અધિકાર છે. આ સંજોગોમાં ચૂંટણી આયોગે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને પોલીસના વર્તન પર કાબૂ મેળવવો જોઈએ. કોંગ્રેસે આ મામલે અગાઉ પણ રજૂઆતો કરી હોવા છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન થતા અસંતોષ વ્યક્ત કર્યો છે. અંતે, કોંગ્રેસે રાજ્ય ચૂંટણી આયોગ પાસે માંગ કરી છે કે, સમગ્ર મુદ્દાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવાય જેથી ચૂંટણી પ્રક્રિયામાં જનવિશ્વાસ જળવાઈ રહે.
    Click here to Read More
    Previous Article
    ‘I was in disbelief’: Kritika Kamra on Gaurav Kapur’s rare emotional breakdown and why she ignored societal pressure to marry at 37
    Next Article
    Gujarat Superfast | આજના તાજા સમાચાર | Latest News | Top Headlines | Today Superfast News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment