Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ક્રિએટર કોન્ક્લેવ યોજાયો:યુટ્બરે જય થડેશ્વરે ડિજિટલ કન્ટેન્ટ પર માર્ગદર્શન આપ્યું

    12 hours ago

    ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (SGGU) ખાતે ડિજિટલ યુગના ઉભરતા કલાકારો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ માટે ‘SGGU ક્રિએટર કોન્ક્લેવ-2026’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાણીતા યુટ્બરે જય થડેશ્વરે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. આ કોન્ક્લેવનો મુખ્ય ઉદ્દેશ્ય પંચમહાલ જિલ્લાના અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, જેઓ ડિજિટલ પ્લેટફોર્મ પર કાર્યરત છે, તેમને વ્યવસાયિક માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાતના જાણીતા પોડકાસ્ટર જય થડેશ્વરે હાજરી આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ કેવી રીતે તૈયાર કરવું, પ્રોફેશનલિઝમ કેવી રીતે જાળવવું અને વાસ્તવિક મૂલ્ય સાથે કન્ટેન્ટને કેવી રીતે વાઈરલ કરવું તે અંગે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર (VC) ડો. હરિ કાતરીયા, રજિસ્ટ્રાર ડો. અનિલ સોલંકી તેમજ પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાત ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. પોલીસ વડા ડૉ. હરેશ દુધાતે સાયબર ક્રાઇમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી, જે ડિજિટલ ક્રિએટર્સ માટે મહત્વપૂર્ણ હતી. એક ઉપસ્થિત ક્રિએટરે જણાવ્યું હતું કે, “જયભાઈ પાસેથી ઘણું નવું શીખવા મળ્યું. એક ક્રિએટર તરીકે અમારે કયા પગલાં લેવા જોઈએ અને અમારી મર્યાદાઓ શું છે, તેની સચોટ માહિતી મળી. અમે ઘણા સમયથી તેમની રાહ જોઈ રહ્યા હતા.”
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે કહ્યું- હોર્મુઝ સ્ટ્રેટમાં માઈન્સ બિછાવતા જહાજોને તબાહ કરો:હોર્મુઝ અમારા નિયંત્રણમાં, પરવાનગી વિના કોઈ પણ જહાજ અહીંથી નીકળી શકશે નહીં
    Next Article
    MI vs CSK IPL 2026 LIVE Score: AM Ghazanfar picks Shivam Dube, Chennai 113/3 vs Mumbai

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment