Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ભાજપે નાના વેપારીઓને છત્રી વિતરણ કર્યું:ઉનાળાની કાળઝાળ ગરમીથી રક્ષણ આપવા પહેલ

    1 day ago

    પાટણમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે નાના વેપારીઓ અને ફેરિયાઓને રાહત આપવા માટે જિલ્લા ભાજપ દ્વારા છત્રી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 40 ડિગ્રીથી વધુ તાપમાનમાં ખુલ્લા આકાશ નીચે કામ કરતા લોકોને તડકાથી રક્ષણ મળે તે હેતુથી આ પહેલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ પાટણ શહેરના બગવાડા દરવાજા વિસ્તારમાં યોજાયો હતો. અહીં રસ્તા પર ઉભા રહીને ધંધો-રોજગાર કરતા નાના વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને ફેરિયાઓને ભાજપ સંગઠન દ્વારા છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, પ્રભારી સત્યનભાઈ કુલાબકર, મહામંત્રી સંજયભાઈ પટેલ, યુવા મોરચાના પ્રમુખ મિલન પટેલ અને હર્ષ પટેલ સહિતના અગ્રણી નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બગવાડા દરવાજા પાસે શાકભાજી કે અન્ય ચીજવસ્તુઓ વેચતા શ્રમિકો અને વેપારીઓએ ભાજપની આ પહેલને આવકારી હતી. તેમણે જણાવ્યું હતું કે, આકરી ગરમીમાં છત વગર કામ કરવું મુશ્કેલ હતું, પરંતુ આ છત્રી મળવાથી હવે તડકા સામે રક્ષણ મળશે.
    Click here to Read More
    Previous Article
    ગિરનારના રક્ષણ કાજે સાધુ-સંતો અને સનાતનીઓની મહારેલી:અતિક્રમણ મુદ્દે અખાડાઓ અને તમામ સંપ્રદાયો એક મંચ પર, સરકારને એક મહિનાનું અલ્ટીમેટમ
    Next Article
    CM Bhupendra Patel Road Show LIVE | Surat માં CMના ભવ્ય રોડ શોમાં લોકો ઉમટ્યા | BJP | Election

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment