Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈનાર્કો કંપનીના પ્લાન્ટ શિફ્ટિંગ મામલે કર્મચારીઓનો વિરોધ:નવાપરાની રબર ફેક્ટરીના કાયમી અને અન્ય વર્કરો વચ્ચે સુવિધાઓ બાબતે ભેદભાવ, સામૂહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારી

    13 hours ago

    ભાવનગરના નવાપરા વિસ્તારમાં કાર્યરત રબર ફેક્ટરી 'ઈનાર્કો પ્રાઈવેટ લિમિટેડ' (Inarco Private Limited) ના શ્રમિકોએ કંપની મેનેજમેન્ટની અન્યાયી નીતિઓ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. કંપનીનો પ્લાન્ટ નવાપરાથી ભોજપરા ખાતે શિફ્ટ થઈ રહ્યો છે, જેની સાથે જ કર્મચારીઓની સુવિધાઓમાં કાપ મૂકાતા મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ કામદારોએ ફેક્ટરીની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કર્મચારીઓનો મુખ્ય આક્ષેપ છે કે કંપની કાયમી કર્મચારીઓ અને અન્ય વર્કરો વચ્ચે સુવિધાઓ બાબતે ભેદભાવ રાખી રહી છે. વર્ષોથી સેવા આપતા શ્રમિકોએ મેનેજમેન્ટ સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. કર્મચારીઓની મુખ્ય માંગણીઓ અને મુશ્કેલીઓ નવા લોકેશન (ભોજપરા) જવા માટે કામદારો પાસેથી બસ ભાડું, જમવાનું અને ચા-નાસ્તાના પૈસા વસૂલવામાં આવે છે, જ્યારે કાયમી કર્મચારીઓ માટે આ સુવિધાઓ નિઃશુલ્ક છે. કંપનીએ સ્કીમનો લાભ મેળવવા માટે મહિનામાં 26 દિવસની ફરજિયાત હાજરીની શરત રાખી છે. કર્મચારીઓના મતે, ભાવનગરથી ભોજપરા જઈને 26 દિવસ પૂર્ણ કરવા અત્યંત કઠિન છે. તેઓ આ મર્યાદા ઘટાડીને 24 દિવસ કરવાની માંગ કરી રહ્યા છે. શ્રમિકોની માંગ છે કે મુસાફરી, કેન્ટીન અને ચા-નાસ્તાની કૂપન વિનામૂલ્યે આપવામાં આવે. સ્વાતિબેન નામના મહિલા કર્મચારીએ જણાવ્યું હતું કે, "અમે કાયમી કર્મચારીઓ કરતાં દોઢું કામ કરીએ છીએ, છતાં અમને પાયાની સુવિધાઓમાં અન્યાય થઈ રહ્યો છે. જો અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો તમામ વર્કરો સાથે મળીને ઉગ્ર આંદોલન કરશે." સામૂહિક રાજીનામાની ચીમકી 15 વર્ષથી કંપની સાથે જોડાયેલા પ્રિન્સ ભરતભાઈ મકવાણા સહિતના અગ્રણીઓએ જણાવ્યું કે, વર્ષોની વફાદાર સેવા છતાં મેનેજમેન્ટ પાયાની સુવિધાઓ આપવાનો ઇનકાર કરી રહ્યું છે. જો કંપની પોતાની જીદ નહીં છોડે અને કર્મચારીઓની રજૂઆત પર સકારાત્મક ધ્યાન નહીં આપે, તો તમામ કર્મચારીઓ સામૂહિક રીતે નોકરી છોડી દેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ NSS યુનિટ દ્વારા રૂ. 1,11,111 સૈનિક કલ્યાણ ફાળો:ગુજરાતમાં સૌથી વધુ ફાળો એકત્ર કરી પ્રથમ સ્થાન મેળવ્યું
    Next Article
    Gujarat Weather Updates | ગરમીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી | Yellow alert | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment