Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની સુરતના ઉદ્યોગકારો સાથે બેઠક:સ્થાનિક સંસ્થાઓમાં ભગવો લહેરાશે, પ.બંગાળ અને આસામમાં પૂર્ણ બહુમતીની સરકાર બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો

    9 hours ago

    આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચાર અર્થે સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ શહેરના અગ્રણી ઉદ્યોગકારો અને યુવાનો સાથે ખાસ બેઠક યોજી હતી. ભાજપના પક્ષમાં જનમત કેળવવા અને સરકારની વિકાસલક્ષી નીતિઓની ચર્ચા કરવાના ઉદ્દેશ્ય સાથે આ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજા 'ડબલ એન્જિન' સરકારના વિકાસ કાર્યોથી સંતુષ્ટ સુરતમાં બે દિવસીય રોકાણ દરમિયાન મનસુખ માંડવીયાએ જનતાનો મિજાજ ભાજપ તરફી હોવાનો દાવો કર્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાતની તમામ નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાં ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય મેળવશે. મંત્રીએ જણાવ્યું કે પ્રજા 'ડબલ એન્જિન' સરકારના વિકાસ કાર્યોથી સંતુષ્ટ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે. સુરતના યુવાનોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ યુવા સાહસિકો સાથેની ચર્ચામાં તેમણે સુરતના યુવાનોની 'જોબ ગીવર' તરીકેની ભૂમિકાના ભારોભાર વખાણ કર્યા હતા. મંત્રીએ નોંધ્યું કે સુરતના યુવાનો સરકારી યોજનાઓનો મહત્તમ લાભ ઉઠાવીને નવા રોજગારના અવસરો ઉભા કરી રહ્યા છે, જે આર્થિક પ્રગતિ માટે સકારાત્મક સંકેત છે. એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને ઈંધણના ભાવોને નિયંત્રણમાં રાખ્યા વૈશ્વિક પરિસ્થિતિ પર પ્રકાશ પાડતા મંત્રીએ જણાવ્યું હતું કે, ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષ જેવી આંતરરાષ્ટ્રીય કટોકટી વચ્ચે પણ ભારત સુરક્ષિત છે. પાડોશી દેશોમાં મોંઘવારી અને અછત હોવા છતાં, ભારત સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને ઈંધણના ભાવોને નિયંત્રણમાં રાખ્યા છે અને ગેસ-પેટ્રોલનો પુરવઠો સાતત્યપૂર્ણ રીતે જાળવી રાખ્યો છે. તેમણે આ સ્થિરતાને ભારતની મજબૂત વિદેશ નીતિનું પરિણામ ગણાવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં આ વખતે ભાજપની સરકાર બનશે અંતમાં, અન્ય રાજ્યોની ચૂંટણીઓ અંગે પ્રતિક્રિયા આપતા મનસુખ માંડવીયાએ દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં આ વખતે ભાજપની સરકાર બનશે અને આસામમાં સત્તા પર વાપસી થશે. આ ઉપરાંત, પુડુચેરીમાં પણ NDA ની જીત નિશ્ચિત હોવાની તેમણે આગાહી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકના પ્રહારો:‘ભાજપ લોકતંત્રની હત્યા કરી રહ્યો છે, પોલીસની સતાનો દૂરઉપયોગ, લોકો વચ્ચે જઇ શકે તેમ નથી માટે ચૂંટણી બિનહરીફ કરે છે’
    Next Article
    Dubai Property Prices Fall For First Time Since Pandemic Amid Regional Tensions

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment