Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકના ભાજપ પર પ્રહારો:ગુજરાતમાં ભાજપ લોકતંત્રની હત્યા કરી રહ્યું છે, પોલીસની સતાનો દૂર ઉપયોગ કરી લોકો વચ્ચે જઇ શકે તેમ નથી માટે ચૂંટણી બિનહરીફ કરે છે

    4 days ago

    AICCના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાંસનીક આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમને પત્રકાર પરિષદ સંબોધી મહિલા આરક્ષણ બિલ અંગે તેમજ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને થોડા સમય પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ આપેલા ગુજરાતીઓ વિષેના વિવાદિત નિવેદન અંગે પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમને જણાવ્યું હતું કે મલ્લિકાર્જુન ખડગે 60 વર્ષો સક્રિય રાજકારણ સાથે જોડાયેલા છે, તેઓ જે પણ નિવેદન આપે તે સમજી વિચારીને જ આપતા હોય છે જો કે ભાજપ તેના નિવેદનને તોડી મરોડીને રજૂ કરી રહ્યું છે. AICCના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાંસનીકે નિવેદન આપતા જણાવ્યું હતું કે, મલ્લિકાર્જુન ખડગેજી અમારા કોંગ્રેસના અધ્યક્ષ અને જવાબદાર નેતા છે. તેઓ છેલ્લા 60 વર્ષથી સક્રિય રાજકારણ સાથે જોડાયેલા છે. આકાશમાંથી આવેલા નેતા નથી જમીન પર રહેતા અને જમીન સાથે જોડાયેલા એક મજબૂત જવાબદાર નેતા છે. તેઓ જે પણ નિવેદન આપે તે સમજી વિચારીને જ આપતા હોય છે જો કે ભાજપ તેના નિવેદનને તોડી મરોડીને રજૂ કરી રહ્યું છે. તેમને મહિલા આરક્ષણ બિલ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, 17 એપ્રિલના રોજ સંસદમાં જે બિલ રજૂ કરવામાં આવ્યું તે મહિલા સંશોધન બિલ ન હતું, આ બિલ પરિસીમન બિલ હતું. પ્રધાનમંત્રીએ દેશને આંખમાં ધુળ નાખવાનું કામ કર્યું છે. નરેન્દ્ર મોદી એક પ્રધાનમંત્રી તરીકે નહિ પરંતુ ભાજપના નેતા તરીકે દેશને સંબોધન કર્યું હતું. તેમને પોતાના સંબોધનમાં કોંગ્રેસનું અનેક વખત નામ લીધું હતું. RSSમાં મહિલાઓને સ્થાન આપવામાં આવતું નથી આ એક પુરૂષોની જ માત્ર સંસ્થા છે 100 વર્ષોમાં RSSએ મહિલાઓને ક્યારેય સ્થાન આપ્યુ નથી. ભાજપ અને જનસંઘે ક્યારેય મહિલાઓને પ્રતિનિધીત્વ આપ્યુ નથી જેની સામે ભારતનું સંવિધાન બન્યું ત્યારથી કોંગ્રેસે મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ લોકતંત્રની હત્યા કરી રહ્યું છે. અમારા ઉમેદવારોને ડરાવવામાં આવ્યા છે, ધમકાવવામાં આવી રહ્યા છે. ભાજપ દ્વારા પોલીસની સત્તાનો દુરપયોગ કરવામાં આવી રહ્યો છે. લોકોની વચ્ચે જઇ શકતા નથી માટે આ રીતે બિનહરીફ ચૂંટણી કરવાની ફરજ પડી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર ચૂંટણી, વોર્ડ 6 થી 9 માટે કંટ્રોલ રૂમ શરૂ:એમ.પી.શાહ ITI ખાતે કાર્યરત
    Next Article
    Unemployed software engineer can’t deny wife maintenance: Karnataka High Court

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment