Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળના કુમારગંજમાં ભાજપના ઉમેદવાર પર હુમલો:આસનસોલમાં ભાજપના ઉમેદવાર અગ્નિમિત્રની કાર પર હુમલો; મુર્શિદાબાદમાં મમતા અને હુમાયુના સમર્થકો વચ્ચે મારામારી

    1 day ago

    પશ્ચિમ બંગાળના દક્ષિણ મિદનાપુરમાં કુમારગંજ બેઠક પરથી ભાજપના ઉમેદવાર સુવેન્દુ સરકાર પર હુમલો થયો છે. વીડિયોમાં દેખાય છે કે સુવેન્દુ હુમલાથી બચવા માટે ભાગી રહ્યા છે. તેમના સિક્યુરિટી ગાર્ડ પણ તેમની સાથે છે, તેમ છતા ભીડ સુવેન્દુ સાથે મારામારી કરે છે. બંગાળમાં અનેક જગ્યાએ ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ઘર્ષણના અહેવાલો મળી રહ્યા છે. અનેક જગ્યાએ EVMમાં ​​ખામી સર્જાયાના અહેવાલો પણ છે. દિનાજપુરના કુમારગંજમાં ભાજપના ઉમેદવાર પર હુમલો થયાના અહેવાલો છે. મુર્શિદાબાદના નૌદામાં મતદાન પહેલા મોડી રાત્રે એક દેશી બોમ્બ ફેંકવામાં આવ્યો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. આ પછી, આમ જનતા ઉન્નયન પાર્ટી (AJUP)ના ચીફ હુમાયુ કબીર ઘટનાસ્થળે પહોંચ્યા અને તેમનો વિરોધ થયો. આ દરમિયાન TMC કાર્યકરો સાથે તેમનું ઘર્ષણ થયું. બાદમાં હુમાયુ કબીર ધરણા પર બેઠા હતા. ભાસ્કર સાથે વાત કરતાં તેમણે કહ્યું, અમારા સમર્થકો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. મતદાન દરમિયાન સિલિગુડીમાં ભાજપ અને ટીએમસી કાર્યકરો વચ્ચે અથડામણ પણ થઈ હતી. પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કામાં 152 બેઠકો અને તમિલનાડુની તમામ 234 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. બપોરે 1 વાગ્યા સુધી બંગાળમાં 62.18% અને તમિલનાડુમાં 56.81% મતદાન થયું છે. મુર્શિદાબાદમાં થયેલી મારામારીની તસવીરો… માલદામાં એક મતદાન મથક પર EVM ખામી સર્જાતા હોબાળો મચી ગયો. લોકોએ ચૂંટણી અધિકારીને ઘેરી લીધા અને વિરોધ કર્યો. તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ઘણા મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી. બંગાળના માલદા, બીરભૂમ અને આસનસોલમાં મતદાન મથકો પર વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળી હતી. અહીં મહિલાઓની સંખ્યા સૌથી વધુ છે. તમિલનાડુમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. આ દરમિયાન, ચેન્નાઈમાં, અભિનેતા અજિત કુમાર અને TVK ચીફ વિજયે મતદાન કર્યું. તેની એક ઝલક જોવા માટે ભીડ એકઠી થઈ ગઈ, જેના કારણે મતદાન મથકોની બહાર અંધાધૂંધી ફેલાઈ ગઈ. બંગાળમાં, મુખ્ય મુકાબલો ટીએમસી અને ભાજપ વચ્ચે છે. ચૂંટણી પંચ વેબકાસ્ટિંગ (લાઈવ મોનિટરિંગ) દ્વારા અહીં મતદાન મથકોનું નિરીક્ષણ કરી રહ્યું છે. રાજ્યમાં બાકીની 142 બેઠકો માટે મતદાન બીજા તબક્કામાં 29 એપ્રિલે થશે. પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. વિધાનસભા ચૂંટણી સંબંધિત તસવીરો... છેલ્લી બે ચૂંટણીઓમાં બંગાળમાં 80%થી વધુ મતદાન થયું પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં મતદાન અંગે મિનિટ-ટુ-મિનિટ અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે કહ્યું- ભારત નરકનો દરવાજો:US રાષ્ટ્રપતિએ કહ્યું- ભારતીયો અમેરિકામાં બાળકોને જન્મ આપીને નાગરિકતા મેળવે છે, પછી પરિવારને બોલાવે છે
    Next Article
    PM મોદીએ કહ્યું-ઝાલમુરી મેં ખાધી, ઝાળ તેમને લાગી:બંગાળમાં બોલ્યા- 4 મેના રોજ ભાજપ જીતશે, મીઠાઈની સાથે ઝાલમુરી પણ વહેંચાશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment