Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદ્રુમાણા ગામે સંકટમોચન હનુમાનજી દાદાનો પાટોત્સવ ઉજવાયો:નૂતન ધજા આરોહણ સાથે સત્યનારાયણ કથાનું આયોજન કરાયું

    4 days ago

    પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે શ્રી સંકટમોચન હનુમાનજી દાદાનો પાટોત્સવ વૈશાખ સુદ છઠ્ઠના રોજ શ્રદ્ધાપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે નૂતન ધજા આરોહણ અને ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવ નિમિત્તે દિવસે મેહુલભાઈ અને જીગરભાઈ કાંતિભાઈ વ્યાસ પરિવાર તરફથી શ્રી હનુમાનજી દાદાના મંદિર પર નૂતન ધજા ચડાવવામાં આવી હતી. રાત્રિના સમયે રાવલ ભરતકુમાર દેવશંકર પરિવાર દ્વારા ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હતું. જેમાં જનકભાઈ રાવલ અને હર્નિષ મુખ્ય યજમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગામગોર નીતિનભાઈ ઠાકર દ્વારા ગણેશજી, કુળદેવી, દેવી-દેવતા અને ભગવાન સત્યનારાયણનું આવાહન, પૂજન અને કથાનું વાંચન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે હનુમાનજી મંદિરના પ્રમુખ ભાનુભાઈ વ્યાસ, શ્રી ગૌરી માતા દેવસ્થાન ટ્રસ્ટના પ્રમુખ ચેતનભાઈ વ્યાસ, પૂર્વ પ્રમુખ પ્રમોદભાઈ વ્યાસ, વિહીપના નીતિનભાઈ વ્યાસ, કનુભાઈ વ્યાસ, ભરતભાઈ વ્યાસ, નવીનભાઈ વ્યાસ, વિઠાભાઈ પટેલ, વિહાભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મહાપ્રસાદની વ્યવસ્થા જીતુભાઈ વ્યાસ, નીતિનભાઈ વ્યાસ, જયંતીભાઈ પટેલ, ઈચુપુરી મહારાજ અને દિપકભાઈ પંચાલ સહિતના કાર્યકરો દ્વારા સંભાળવામાં આવી હતી. આગામી વર્ષ માટે સત્યનારાયણ કથાના યજમાન તરીકે કનુભાઈ નટવરલાલ વ્યાસના નામની જાહેરાત કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ચૂંટણીને લઈ 'ડ્રાય ડે' જાહેર:જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દારૂ વેચાણ પર પ્રતિબંધ મુકાયો
    Next Article
    રાજકોટ જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ:ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાખીયો જંગ જોવા મળશે, જુઓ તમામ બેઠકોના ઉમેદવારનું લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment