Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેકલીન દુશ્મન બની, છતાં સુકેશ પ્રેમમાં પાગલ!:જેલના સળીયા પાછળથી લખ્યું, 'પ્રેમ અને યુદ્ધમાં બધું જ વાજબી છે, તું હંમેશા મારી જ રહીશ'

    1 day ago

    200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસના એપ્રુવર (સરકારી સાક્ષી) બનવાની અરજી વચ્ચે આરોપી સુકેશ ચંદ્રશેખરે જેલમાંથી તેમને ફરી પત્ર લખ્યો છે. 21 એપ્રિલે લખેલા આ પત્રમાં સુકેશે જેકલીનને 'બેબી બોમ્મા' અને 'માય જેકી' કહીને બોલાવી છે. 'હું તને પાગલની જેમ પ્રેમ કરું છું' પત્રમાં તેણે લખ્યું કે, 'પ્રેમ અને યુદ્ધમાં બધું જ વાજબી છે અને હું હંમેશા તારી સાથે ઊભો રહીશ, ભલે ગમે તે થાય.' સુકેશે પોતાના મેસેજમાં એ પણ કહ્યું કે, 'તું મારી છે અને હું તારો હંમેશા રહીશ. હું તને ખૂબ યાદ કરું છું, પાગલની જેમ પ્રેમ કરું છું. આ સંબંધ મારા માટે સૌથી વધુ મહત્વ ધરાવે છે.' પત્રના અંતમાં તેણે JFS ફોરએવર લખીને પોતાને 'બેબી બોય' ગણાવ્યો. સુકેશ છેતરપિંડી અને મની લોન્ડરિંગના કેસોમાં જેલમાં છે સુકેશ ચંદ્રશેખર છેતરપિંડી અને મની લોન્ડરિંગના કેસોમાં જેલમાં બંધ છે. સુકેશે જેલમાંથી જેકલીનને અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ પત્રો મોકલ્યા છે. તે લગભગ દરેક ખાસ પ્રસંગો જેવા કે હોળી, ઇસ્ટર, ક્રિસમસ, વેલેન્ટાઇન ડે, મહિલા દિવસ અને જન્મદિવસ પર પત્રો લખતો રહ્યો છે. તાજેતરમાં જેકલીન ફર્નાન્ડિસે દિલ્હીની અદાલતમાં મની લોન્ડરિંગ કેસમાં એપ્રુવર બનવા માટે અરજી કરી છે. આ અંગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો છે. હવે આ કેસની આગામી સુનાવણી 8 મેના રોજ સ્પેશિયલ જજ પ્રશાંત શર્માની કોર્ટમાં થશે. આ કેસમાં જેકલીનની ઘણી વખત પૂછપરછ થઈ ચૂકી છે. ED એ તેમને સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં આરોપી બનાવ્યા છે. કેસ રદ કરવાની તેમની અગાઉની અરજી દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ફગાવી દેવામાં આવી હતી. સુકેશ પર શું આરોપો છે? નોંધનીય છે કે, સુકેશ પર આરોપ છે કે તેણે રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિંદર સિંહની પત્ની અદિતિ સિંહ પાસેથી લગભગ 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. EDની તપાસમાં સામે આવ્યું હતું કે સુકેશે છેતરપિંડીના આ પૈસાથી જેકલીનને કરોડો રૂપિયાની કિંમતી ભેટો આપી હતી. તેમાં લક્ઝરી બેગ, હીરાની જ્વેલરી, મોંઘા ઘોડા અને બિલાડીઓ સામેલ હતી. આ કારણોસર EDએ જેકલીનને પણ આ મની લોન્ડરિંગ કેસમાં આરોપી બનાવી હતી. કેસની સંપૂર્ણ ટાઈમલાઈન જેકલીનને ઘણા મોંઘા ગિફ્ટ આપ્યા હતા ED મુજબ, જેકલીન સાથે મિત્રતા થયા પછી સુકેશે તેના પર 7 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા હતા. સુકેશે જેકલીનને આ વસ્તુઓ ગિફ્ટ કરી હતી...
    Click here to Read More
    Previous Article
    West Bengal Elections 2026 Phase 1 Voting News: TMC vs BJP में कड़ी टक्कर। Mamata Banerjee, Suvendu
    Next Article
    ટ્રમ્પે આર્મી બાદ નેવી ચીફને બરતરફ કર્યા:ઈરાન યુદ્ધ વચ્ચે પરમાણુ વિભાગના વૈજ્ઞાનિક પણ સસ્પેન્ડ, હની ટ્રેપમાં ફસાયા હતા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment