Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક રાજકારણની બદલાતી તાસીર:વડોદરામાં ગાયકવાડી શાસન જેવી સુવિધાઓ આપવી સૌથી મોટો પડકાર: પોલિટિકલ એક્સપર્ટ

    10 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. આ વખતે વડોદરામાં મહાનગરપાલિકાની ચૂંટણીનો ખરાખરીનો જંગ જામ્યો છે. વડોદરા ગાયકવાડી નગરી છે અને એટલે જ વર્તમાન શાસકોના કામની સરખામણી ગાયકવાડી શાસન સાથે થાય તે સ્વાભાવિક છે. જો કે જયારે પણ આ વાત થાય ત્યારે સર સયાજીરાવ ગાયકવાડ તૃતીયના વિઝનને સહુ કોઈ નતમસ્તક પ્રણામ કરે છે. વડોદરાની રાજનીતિની બદલાતી તાસીર અંગે દિવ્યભાસ્કરે વિશ્વવિખ્યાત એમ.એસ.યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગના વડા પ્રો. અમિત ધોળકિયા સાથે ખાસ વાતચીત કરી. પ્રોફેસર અમિત ધોળકિયાએ વડોદરાના રાજકારણ અને તેના બદલાતા મિજાજ વિષે જણાવ્યું કે, સર સયાજીરાવ ગાયકવાડ તૃતીયના લાંબા શાસનના કારણે વડોદરાનો શહેરી વિકાસ અને સુવિધાઓનું માળખું અન્ય શહેરો કરતા અલગ પડે છે. તેના કારણે વડોદરામાં જ્યારથી મ્યુનિસિપલ ઓથોરિટીની સ્થાપના થઇ તે સમયે અને ત્યાર બાદ સત્તાધીશો માટે વડોદરા ઉપર શાસન કરવું એક પડકારરૂપ જ રહ્યું છે. શાસકો માટે ગાયકવાડ જેવી સુવિધાઓ કેવી રીતે આપવી અને તેના ઉપર કેવી રીતે કામ કરી શકાય તે મોટો પડકાર છે. આઝાદી બાદ 1990 સુધી કોંગ્રેસનું શાસન રહ્યું અમિત ધોળકિયાએ જણાવ્યું કે, આઝાદી બાદ વડોદરામાં એકાદ અપવાદને બાદ કરતા 1990 સુધી કોંગ્રેસનું શાસન રહ્યું હતું. તે સમયમાં અનેક મોટા નેતાઓએ પોતાની આગવી છાપ છોડી હતી. વચ્ચે અપવાદરૂપ એક અન્ય પાર્ટીનું પણ શાસન આવ્યું હતું. જો કે ત્યાર બાદ પુનઃ કોંગ્રેસનું શાસન આવ્યું હતું. શરૂઆતમાં ગાયકવાડી શાસન દરમિયાન જે વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી તેનો જ ઉપયોગ કરાતો હતો. જો કે જેમ જેમ સમય બદલાયો તેમ તેમ લોકોનો મિજાજ અને શાસન પણ બદલાયું વડોદરાના પૂર્વ પોલીસ કમિશનર મેયર બન્યા અમિત ધોળકિયાએ જણાવ્યું કે, વડોદરામાં આમ તો 1990 સુધી કોંગ્રેસનું શાસન હતું જો કે વચ્ચે વડોદરામાં પોલીસ કમિશનર રહી ચૂકેલા જશપાલસિંહે નિવૃત્તિ બાદ પોતાની પાર્ટી બનાવી. આ પાર્ટીનું નામ હતું, સાવધાન પાર્ટી. જશપાલસિંહ મૂળ વડોદરાના ન હતા પરંતુ તેઓની લોકોમાં એટલી લોકપ્રિયતા હતી કે તેઓ કોર્પોરેશનની ચૂંટણી જીત્યા અને શાસન પણ કર્યું. જો કે કોર્પોરેશનમાં કોંગ્રેસના શાસન માટે આ અપવાદરૂપ કિસ્સો હતો. રાષ્ટ્રીય સ્તરના સંવેદનશીલ મુદ્દાઓ હાવી થયા અમિત ધોળકિયાએ જણાવ્યું હતું કે, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક પ્રતિનિધિ કેવો છે, સ્થાનિક મુદ્દાઓ શું છે તેના ઉપર ચૂંટણી લડાતી હોય છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ રાષ્ટ્રીય અને રાજ્યના મુદ્દાઓ ઉપર લડાય છે.જો કે, હાલમાં રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓ સ્થાનિક મુદ્દાઓ ઉપર હાવી થઇ ગયા છે. મતદારો સ્થાનિક મુદ્દાઓના બદલે રાષ્ટ્રીય સંવેદનશીલ મુદ્દાઓ જોઈને મત આપે છે. જો કે તેઓએ એ સમજવું જોઈએ કે, લોકસભા કે વિધાનસભામાં સ્થાનિક રોડ રસ્તાના મુદ્દાઓ નહીં ચર્ચાય, એ તો કોર્પોરેશનની સામાન્ય સભામાં જ ચર્ચાશે અને ઉકેલ પણ ત્યાંથી જ આવશે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે:આણંદ જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકો પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ; એક ક્લિકમાં જુઓ સંપૂર્ણ લિસ્ટ
    Next Article
    વેરાવળમાં ધર્મસ્થળો ડીમોલેશન મુદ્દે ગરમાયું રાજકારણ:કોંગ્રેસની જાહેરસભામાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ઉઠાવ્યાં સવાલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment