Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ભાજપ ઈલેક્શન વખતે કામ કરે એવું કંઈ છે નહીં':'આપણે તો કન્ટીન્યૂસ કામ કરવાવાળા ભાજપના કાર્યકર છીએ', ભાવનગરમાં પ્રબુદ્ધ સંમેલનમાં મુખ્યમંત્રીનું નિવેદન

    2 days ago

    ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે 22 એપ્રિલે ભાવનગરની મુલાકાત લીધી હતી. બોટાદના કાર્યક્રમ બાદ તેઓ ભાવનગર ખાતે આયોજિત 'પ્રબુદ્ધ સંમેલન'માં સહભાગી થયા હતા. મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના અટલ ઓડિટોરિયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના ભાવિ વિકાસની મહત્વપૂર્ણ દિશા દર્શાવવામાં આવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ઈલેક્શન વખતે આવે, ઈલેક્શન વખતે કામ કરે એવું કંઈ છે નહીં, આપણે તો કન્ટીન્યૂસ કામ કરવાવાળા ભાજપના કાર્યકર છીએ. 'વિકસિત ભારત'ના સ્વપ્ન માટે ગુજરાત સજ્જ' મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સજ્જ છે. આ માટે 2047 સુધીનો સ્પષ્ટ રોડમેપ તૈયાર કરી તેને 6 મુખ્ય સેક્ટરમાં વહેંચી દેવામાં આવ્યો છે, જેથી રાજ્યનો સર્વાંગી વિકાસ થઈ શકે. છેલ્લા ત્રણ દાયકામાં રાજ્યમાં પાણી, વીજળી અને રસ્તા જેવી પાયાની જરૂરિયાતોમાં અભૂતપૂર્વ સુધારો થયો છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા વૈશ્વિક કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરી રહી છે, જેનાથી રોજગારીની નવી તકો ઉભી થઈ છે. સેમીકન્ડક્ટર ક્ષેત્રે ભારતને ગ્લોબલ હબ બનાવવા માટે ગુજરાત અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. ચૂંટણીની આચારસંહિતાના નિયમોનું CMએ પાલન કર્યું મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જનતાએ સતત ભાજપ પર જે વિશ્વાસ મૂક્યો છે, તેનું પરિણામ આજે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સમૃદ્ધિના સ્વરૂપે દેખાઈ રહ્યું છે. વડાપ્રધાનના 'સૌનો સાથ, સૌનો વિકાસ' મંત્ર સાથે ગુજરાત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આચારસંહિતાના નિયમોનું પાલન કરતા મુખ્યમંત્રીએ રાત્રે 10 વાગ્યે પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ સંસ્થાઓ દ્વારા મુખ્યમંત્રીનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. ભાવનગરના વિવિધ વેપારી એસોસિએશનો અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે આ કાર્યક્રમ યોજાયો હતો. કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી, કેન્દ્રિય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ (કુમાર) શાહ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ઓઢવમાં અનુસૂચિત જાતિના સંમેલનમાં પ્રાથમિક સુવિધા મુદ્દે નેતાઓને લોકોએ ઘેર્યા:'પહેલા ગંદકી દૂર કરો, પછી મત માંગવા આવજો', ભાજપના પૂર્વ સાંસદ સહિતનાને અધવચ્ચેથી ભાગવું પડ્યું
    Next Article
    Stock Market LIVE Updates, Sensex Today: Sensex Drops 750 Points, Nifty Down 200 Amid Mixed Global Cues, Oil Rallies

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment