Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:હોર્મુઝ સ્ટ્રેટથી ગુજરાત આવી રહેલા જહાજને રોકી ઈસ્લામિક ગાર્ડે કબજામાં લીધું

    9 hours ago

    નમસ્તે, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં ભારત આવી રહેલા એક જહાજને અટકાવીને કબજે કરી લીધું છે. બીજી તરફ, PM મોદીને આતંકવાદી કહેવા બદલ ચૂંટણી પંચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને નોટિસ પાઠવી છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે તાજમહેલ જોવા ગયેલા પ્રવાસીઓ કેમ બેહોશ થઈ ગયા… ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં 152 બેઠકો પર મતદાન થશે. જ્યારે, તમિલનાડુની તમામ 234 બેઠકો માટે વોટિંગ થશે. 2. જગ્ગી હત્યાકાંડમાં અમિત જોગીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. 📰 કાલના મોટા સમાચારો 1. હોર્મુઝ સ્ટ્રેટથી ગુજરાત આવી રહેલા જહાજને ઈરાને રોક્યું:ઈસ્લામિક ગાર્ડે કબજામાં લીધું, પરમિશન વગર પસાર થવાનો આરોપ ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) એ હોર્મુઝ સ્ટ્રેટમાં ભારત આવી રહેલા એક જહાજને રોકીને કબજે કર્યું છે. ઈરાને આરોપ લગાવ્યો છે કે આ જહાજ પરવાનગી વગર હોર્મુઝમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યું હતું. લાઈબેરિયાના ફ્લેગવાળું એપામિનોડેસ નામનું આ કન્ટેનર શિપ ગુજરાતના મુંદ્રા પોર્ટ તરફ જઈ રહ્યું હતું. ઈરાની નૌકાદળના જણાવ્યા અનુસાર, જહાજની નેવિગેશન સિસ્ટમમાં છેડછાડ કરવામાં આવી હતી, જેનાથી દરિયાઈ સુરક્ષા માટે જોખમ ઊભું થયું હતું. કાર્યવાહી દરમિયાન IRGCએ જહાજને ઈન્ટરસેપ્ટ કરી પોતાના કબજામાં લીધું અને તેને તટ તરફ લઈ ગયા. આ ઉપરાંત, ઈઝરાયલ સાથે જોડાયેલા ફ્રાન્સેસ્કા નામના બીજા જહાજને પણ જપ્ત કરવામાં આવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. PM મોદીને આતંકવાદી કહેવા પર ખડગેને ECની નોટિસ:કોંગ્રેસ અધ્યક્ષે નિવેદન પર સ્પષ્ટતા પણ કરી હતી; શાહ બોલ્યા- રાહુલ સાથે રહીને ભાષા બગડી ચૂંટણી પંચ (EC) એ બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. ભાજપે આજે પીએમ મોદીને આતંકવાદી ગણાવવાના મામલે ચૂંટણી પંચ સમક્ષ ખડગેની ફરિયાદ કરી હતી. ખડગેએ મંગળવારે ચેન્નઈમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીને આતંકવાદી કહ્યા હતા. જોકે, બાદમાં તેમણે નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે પીએમ મોદી લોકો અને રાજકીય પક્ષોને ડરાવી રહ્યા છે. મેં ક્યારેય કહ્યું નથી કે તેઓ આતંકવાદી છે. મારો મતલબ છે કે મોદી હંમેશા ધમકી આપે છે. બીજી તરફ, અમિત શાહે પશ્ચિમ બંગાળના દમદમ ઉત્તરમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું કે આતંકવાદને ખતમ કરનાર નરેન્દ્ર મોદીને ખડગે આતંકવાદી કહી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. સુપ્રીમ કોર્ટે કહ્યું- તપાસમાં મમતાની દખલગીરી લોકશાહી માટે ખતરો:કોઈ CM આવું કરશે, વિચાર્યું નહોતું; ED તપાસ દરમિયાન ફાઈલ લઈને જતાં રહ્યાં હતાં I-PAC રેડ કેસમાં EDની અરજી પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી થઈ. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસ વચ્ચે CM મમતા બેનર્જીની દખલગીરીને ખોટી ઠેરવી. કહ્યું- કોઈપણ રાજ્યના CM આવું કરે તો આ લોકશાહીને ખતરામાં મૂકવા જેવું છે. જસ્ટિસ કુમારે કહ્યું- આ રાજ્ય અને કેન્દ્ર વચ્ચેનો વિવાદ નથી. આ વર્ષે 8 જાન્યુઆરીએ EDની ટીમે I-PACના વડા પ્રતીક જૈનના કોલકાતાના ગુલાઉડન સ્ટ્રીટ સ્થિત ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. પ્રતીક જૈન જ મમતા બેનર્જી માટે રાજકીય રણનીતિ તૈયાર કરે છે. દરોડા દરમિયાન મમતા પ્રતીકના ઘરે પહોંચી ગયા હતા અને કેટલાક દસ્તાવેજો લઈને ચાલ્યા ગયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ટીસીએસ કેસ- જબરદસ્તી ધર્માંતરણમાં સામેલ હતી નિદા ખાન:પોલીસનો દાવો- બે મહિનાની ગર્ભાવસ્થાનો હવાલો આપીને આગોતરા જામીન માંગ્યા મુંબઈના નાસિક સ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) માં યૌન ઉત્પીડન કેસમાં કંપનીની પ્રોસેસ એસોસિયેટ આરોપી નિદા ખાન હજુ પણ ફરાર છે. પોલીસે દાવો કર્યો છે કે તે બળજબરીથી ધર્માંતરણમાં સામેલ હતી. સેશન્સ કોર્ટમાંથી ધરપકડ પર વચગાળાની સુરક્ષા ન મળ્યા બાદ પોલીસે જણાવ્યું છે કે નિદા ખાનની શોધખોળ ચાલુ છે. તેણે બે મહિનાની ગર્ભાવસ્થાનો હવાલો આપીને આગોતરા જામીન માટે નાસિક સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કોર્ટે સોમવારે તેને 27 એપ્રિલ સુધી રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. હવે કોર્ટ 27 એપ્રિલે આગોતરા જામીન અરજી અને વચગાળાની રાહત અરજી બંને પર સુનાવણી કરશે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ભીષણ હીટવેવનો હાહાકાર, પારો 45°C ને પાર:મહારાષ્ટ્રમાં 7નાં મોત, આગ્રામાં 6 પ્રવાસીઓ બેભાન; ગરમીથી બચવા રીંછ માટે 8 કિલો આઈસ્ક્રીમની જયાફત! ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ગરમીનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઓડિશા અને બંગાળનો સમાવેશ થાય છે. છેલ્લા પાંચ દિવસથી તાપમાન સતત 40°C થી 45°C ની વચ્ચે રહ્યું છે. તીવ્ર ગરમી જનજીવનને અસર કરવા લાગી છે. ઉદયપુર અને જયપુર સહિત રાજસ્થાનના પર્યટન સ્થળોમાં પ્રવાસીઓનું આગમન ઘટ્યું છે. ઉત્તરપ્રદેશના આગ્રામાં તાજમહેલની મુલાકાત લેનારા છ પ્રવાસીઓ બીમાર પડ્યા હતા. મહારાષ્ટ્રના વિદર્ભ અને ઉત્તર મહારાષ્ટ્રમાં પારો 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. સ્થિતિ એવી છે કે અહીં 7 લોકોના મોત થયા છે અને 31 લોકો બીમાર છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. કેદારનાથ દર્શનના પહેલા દિવસે વડોદરાના શ્રદ્ધાળુને હાર્ટએટેક:2 કલાક મૃતદેહ તડકામાં રઝળ્યો, પુત્રનો ઉત્તરાખંડના CMને સવાલ- મુખ્યમંત્રીને હેલિકોપ્ટર મળે તો ડેડબોડીને કેમ નહીં? કેદારનાથના કપાટ ખુલ્યાના પહેલા જ દિવસે વડોદરાથી આવેલા એક શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. મૃત્યુ બાદ મૃતદેહને નીચે લઈ જવા માટે પણ પરિવારજનોને કલાકો સુધી ભટકવું પડ્યું. મૃતકના પુત્ર હેમંતે પ્રશાસન અને મેડિકલ ટીમ પર બેદરકારીના ગંભીર આરોપો લગાવ્યા છે. હેમંતે કહ્યું કે, મેં ઉત્તરાખંડના મુખ્યમંત્રી(પુષ્કરસિંહ ધામી) સાથે પણ વાત કરી. તેમને કહ્યું કે, જો સીએમ સરને હેલિકોપ્ટર મળી શકે તો ડેડબોડી માટે કેમ નહીં? વડોદરાથી ટૂર ઓપરેટર હેમંતભાઈ માલી (ત્રિમૂર્તિ ટૂર્સ એન્ડ એડવેન્ચર્સ) પોતાના માતા-પિતા સાથે દર્શન કરવા આવ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 7. કપરાડામાં પીકઅપ પલટી જતાં 8 લોકોનાં મોત:28 લોકો સવાર હતા, આણું વાળવા જતા પરિવારને અકસ્માત નડ્યો, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વીરક્ષેત્ર નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અહીં મુસાફરો ભરીને જતી એક પીકઅપ ગાડી અચાનક પલટી મારી જતાં 8 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માતનો ભોગ બનેલી આ પીકઅપ ગાડીમાં કુલ 28 જેટલા વ્યક્તિઓ સવાર હતા. ગિરનારા ગામના પરિવારને અકસ્માત નડ્યો હતો. પરિવારના સભ્યો સામાજીક પ્રસંગે વિરક્ષેત્ર જતાં હતા, ત્યારે માર્ગમાં ઠાળ પાસે પિકઅપ વાનમાં ટેક્નિકલ ક્ષતિ સર્જાઈ હતી. ક્ષતિને કારણે પિકઅપ ઢાળ પરથી અચાનક રિવર્સ ચાલવા લાગી હતી. ચાલકે સ્ટેયરિંગપરથી કાબૂ ગુમાવતા વાહન રોડની બાજુના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ પલટી ખાઈ ગયું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : તો લાહોરમાં જઈને જ કંપની ખોલો ને...:લેન્સકાર્ટમાં તિલક-હિજાબ મામલે ધીરેન્દ્ર શાસ્ત્રી ઉકળ્યા, મહારાષ્ટ્ર-એમપી અને છત્તીસગઢમાં પણ કંપનીનો વિરોધ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : 'ઇન્ડિયા ઈઝ વેરી બેડ..':થાઈલેન્ડમાં ભારતીય ટુરિસ્ટ પર રેસ્ટોરન્ટ સ્ટાફ ભડકી, ગાળો આપી; વ્લોગરે પોલીસ બોલાવતાં મેનેજરે માફી માંગી વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : બોયફ્રેન્ડને ખુરશી સાથે બાંધીને જીવતો સળગાવ્યો:ગર્લફ્રેન્ડે સરપ્રાઈઝ આપવાના બહાને આંખો પર પટ્ટી બાંધી, હાથ-પગ બાંધ્યા; પછી આગ લગાવીને વીડિયો બનાવ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : જર્મન એરલાઇન લુફ્થાન્સાએ 20 હજાર ફ્લાઇટ્સ રદ કરી:ઈરાન યુદ્ધથી ઈંધણ મોંઘું; યુરોપમાં માત્ર 6 અઠવાડિયાનું જેટ ફ્યુઅલ બાકી વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : વિદેશી ઓટો-પેમેન્ટ પર 24 કલાક પહેલા નોટિફિકેશન મળશે:યૂઝર્સ ઇચ્છે તો ચુકવણી રોકી શકશે, RBI એ ઇ-મેન્ડેટના નિયમો બદલ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : પાકિસ્તાની ઓલરાઉન્ડર નવાઝ ડ્રગ ટેસ્ટમાં પોઝિટિવ જણાયો:PCB તપાસ શરૂ કરી; T20 વર્લ્ડકપ દરમિયાન લેવાયેલા સેમ્પલમાં નિષ્ફળ રહ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : શનિદેવનો મીન રાશિમાં ઉદય:મિથુન, મકર સહિત 6 રાશિ માટે 'રાજયોગ' જેવી સ્થિતિ; મેષ, મીન સહિત 6 રાશિએ અગ્નિપરીક્ષા માટે તૈયાર રહેવું વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ઝાડ પર બેઠેલા પોપટને ફાયર બ્રિગેડે નીચે ઉતાર્યો છત્તીસગઢમાં એક પાલતુ પોપટને ઝાડ પરથી નીચે ઉતારવા માટે તેના માલિકે ફાયર બ્રિગેડ બોલાવી. પાઇપ વડે સતત પાણીનો છંટકાવ કરવામાં આવ્યો, ત્યારે માંડ પોપટ નીચે આવ્યો. આ દરમિયાન હજારો લિટર પાણીનો વ્યય થયો હતો. કટોકટીની સેવાઓનો આ રીતે ઉપયોગ કરવા બદલ લોકોએ સવાલો ઉઠાવ્યા છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર સિરીઝ : ‘નારાયણ સાંઈ તો કૃષ્ણના અવતાર છે, આપણે સૌ ગોપીઓ છીએ’: ‘ગયા ભવનાં પુણ્ય હોય તો જ ગુરુ સાથે કામલીલાનો અવસર મળે’; દુષ્કર્મ પહેલાંનું બ્રેઇનવૉશિંગ; જુઓ એપિસોડ-44 2. આજનું એક્સપ્લેનર: હોટલ બુક હતી, પ્લેન તૈયાર હતું, તો પછી ઈરાન વાતચીત માટે ઈસ્લામાબાદ કેમ ન ગયું; ટ્રમ્પે કઈ મજબૂરીમાં યુદ્ધવિરામ લંબાવ્યો 3. Editor's View: યુદ્ધના ખર્ચે મહાસત્તાને ધ્રૂજાવી: અમેરિકાની ઐસીતૈસી, હોર્મુઝ ખોલવા યુરોપનો પ્લાન-B તૈયાર, ભાઠે ભરાયેલા ટ્રમ્પે ધર્મનાં નામે પોલિટિકલ પેંતરો કર્યો 4. MATCH મસાલા : કોહલીને 2 કરોડનો ધુંબો લાગતા બચ્યો!: ઉત્તર ગુજરાતના નારાયણ અને રિંકુએ ગામ ગાંડું કર્યું; પંડ્યા બ્રધર્સના કજિયાનો બોલતો પુરાવો મળ્યો, જુઓ VIDEO 5. પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી: રાહુલે પગ પકડી રાખ્યા, પાયલે મોં પર ઓશીકું દબાવી દીધું; આડા સંબંધમાં 3 બાળકો નિરાધાર થયા 6. પારકી પંચાત : મંડપ ઉડ્યો, ફૂલ લબડી ગયાં: સંઘવીની સ્પીચ પહેલા જ કાર્યકરો ધંધે લાગ્યા, મત માગવા આવેલા નેતાઓ પર અમદાવાદી માસી બગડ્યાં 7. ગ્રાઉન્ડ રિપોર્ટ : પહેલગામમાં 75% ટુરિસ્ટ ઘટ્યા; ગાઈડ બરબાદ, ગાડી-ઘોડા વેચવા પડ્યાં: 6 ટુરિસ્ટ સ્પોટ બંધ, આતંકીઓ સામે લડનાર આદિલના પરિવારને એક વર્ષે મળ્યું ઘર 8. ઝૂંપડાંમાં છુપાયા હતા પહેલગામ આતંકી, ચોખા ખવડાવીને આશરો આપ્યો: NIAની ચાર્જશીટ- ખજૂર અને સિગારેટ સાથે લાવ્યા હતા; 1113 લોકોની પૂછપરછ 9. ઈલેક્શન એક્સપ્લેનર : મુસ્લિમ બહુમતીવાળા 6 જિલ્લામાં વસે છે મમતાનો જીવ: TMCની અડધી સીટો અહીંયાથી; શું મમતાના 'ચિકન નેક' પર સકંજો કસશે ભાજપ? 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ:વૃશ્ચિક, ધન અને મકર રાશિની આર્થિક સ્થિતિ મજબૂત થશે, કર્ક રાશિને વેપારમાં મંદી રહેશે વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    ‘Stay on high alert around Labour Day’: Yogi warns officials against possible ‘industrial unrest’
    Next Article
    Iran Says Won't Reopen Hormuz As Long As US Blockade Remains

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment