Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડોર સરકારી શાળાને 'ઇન્ક્લુઝન' સબ-કેટેગરીમાં એવોર્ડ મળ્યો:'સક્ષમ શાળા કાર્યક્રમ' હેઠળ કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ એવોર્ડ મળ્યો

    8 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામની સરકારી પ્રાથમિક શાળાએ ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લા અને તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. 'સક્ષમ શાળા કાર્યક્રમ' અંતર્ગત શાળાએ સ્વચ્છતા, હરિયાળી, પાણીની સુવિધા, બાળકોનું આરોગ્ય, સલામતી અને વર્તન પરિવર્તન જેવી બાબતોમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. શાળાને 'સક્ષમ શાળા કાર્યક્રમ' હેઠળ 'ઇન્ક્લુઝન' સબ-કેટેગરીમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મળ્યો છે. આ ઉપરાંત, 'બિહેવિયર ચેન્જ એન્ડ કેપેસિટી બિલ્ડિંગ' સબ-કેટેગરીમાં તાલુકા કક્ષાએ પણ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે. આ સિદ્ધિ બદલ ગીર સોમનાથના જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા મંડોર સરકારી પ્રાથમિક શાળાને શિલ્ડ પુરસ્કાર અને પ્રશસ્તિ પત્ર એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. શાળાના આચાર્ય પરબતભાઈ બારડ દ્વારા આ સિદ્ધિ બદલ સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મંડોર સરકારી પ્રાથમિક શાળા દર વર્ષે તેની ઉત્કૃષ્ટ કામગીરી માટે સરકાર દ્વારા વિવિધ મંચ પરથી નોંધ લેવાય છે. તાજેતરમાં જ આચાર્ય પરબતભાઈ બારડને તાલુકામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો પુરસ્કાર મળ્યો છે. વધુમાં, SIR રાષ્ટ્રીય કામગીરીમાં વેરાવળ તાલુકામાં સૌપ્રથમ કામગીરી પૂર્ણ કરવા બદલ આચાર્ય પરબતભાઈ બારડ અને શિક્ષક વિજયભાઈ વાળા બંનેને પ્રાંત અધિકારી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના અનેક વિદ્યાર્થીઓએ વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. NMMS, જવાહર નવોદય અને અનેક શિષ્યવૃત્તિ તેમજ વિશેષ કાર્યક્રમોમાં શાળાના વિદ્યાર્થીઓ દર વર્ષે નોંધનીય સ્થાન પ્રાપ્ત કરે છે. તાજેતરમાં જ NMMS પરીક્ષામાં શાળાના વિદ્યાર્થી ભાલિયા મોઈન મયુદીનભાઈએ મેરિટમાં ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. શાળામાં વિશાળ, સુંદર અને સુઘડ વર્ગખંડો, સ્માર્ટ ક્લાસ, બાળકોના રમતગમત માટે વિશાળ મેદાન અને સાધનો, સુંદર બગીચો, પુસ્તકાલય, કમ્પ્યુટર લેબ, CCTV, મધ્યાહન ભોજન, અનેક શિષ્યવૃત્તિઓ અને સરકારી યોજનાઓના લાભ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સુવિધાઓ મોટા શહેરની ખાનગી શાળાઓને ટક્કર આપે તેવી હોવાથી, મંડોર સરકારી શાળાની ખ્યાતિ આસપાસના વિસ્તારમાં પ્રસરેલી છે અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પણ અહીં આકર્ષાય છે.
    Click here to Read More
    Previous Article
    Malavika Mohanan on dealing with ‘not having anyone to talk to’ while away for work: ‘It gets very lonely’
    Next Article
    34 Iran Tankers Slip Past US Hormuz Blockade, With Over $900 Million In Oil

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment