Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ધુરંધર' ફ્રેન્ચાઇઝની ત્રીજી ફિલ્મની તૈયારી શરૂ!:'ધ મેકિંગ ઓફ ધુરંધર'માં બિહાઇન્ડ ધ સીન્સ અને હમઝાથી લઈ રહેમાન ડકૈત સુધીના સ્ટાર્સના ઇન્ટરવ્યૂ દેખાડાશે

    2 days ago

    'ધુરંધર' અને ‘ધુરંધર 2’ની સફળતા પછી હવે ડિરેક્ટર આદિત્ય ધર ચાહકો માટે ત્રીજી વખત 'ધુરંધર'ને મોટા પડદા પર લાવવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, આ કોઈ ફિલ્મ નહીં હોય, પરંતુ 'ધુરંધર'ના બનવાની વાર્તા હશે. ભવ્ય શોટ્સનું શૂટિંગ મોટા પડદા પર જોઈ શકાશે 'મેકિંગ ઓફ ધુરંધર'માં ફિલ્મમેકિંગ, શૂટિંગની સાથે-સાથે ફિલ્મના કલાકારોના ઇન્ટરવ્યુ પણ સામેલ કરવામાં આવશે. ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ધર અવારનવાર પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ફિલ્મમેકિંગના વિઝ્યુઅલ્સ શેર કરતા રહે છે. જોકે, 'હિન્દુસ્તાન ટાઇમ્સ'ના રિપોર્ટ અનુસાર, હવે ચાહકો મોટા પડદા પર જોઈ શકશે કે, ફિલ્મના તમામ પાત્રો કેવી રીતે બનાવવામાં આવ્યા અને ફિલ્મના તમામ ભવ્ય શોટ્સ કેવી રીતે શૂટ કરવામાં આવ્યા છે. આ વર્ષના અંતે રિલીઝ થવાની શક્યતા રિપોર્ટ અનુસાર, 'ધુરંધર' અને 'ધુરંધર 2' સાથે જોડાયેલો ક્રેઝ જોતા મેકર્સે તેની મેકિંગની વાર્તા લાવવાનો મોટો નિર્ણય લીધો છે. આ ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં રિલીઝ કરવામાં આવશે, જે પછી તેને OTT પ્લેટફોર્મ પર લાવવાની પણ તૈયારી છે. નોંધનીય છે કે ફિલ્મના OTT પાર્ટનર નેટફ્લિક્સ છે. 19 માર્ચે રિલીઝ થઈ 'ધુરંધર 2' નોંધનીય છે કે, 'ધુરંધર 2' 19 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મનો ક્લેશ પહેલા KGF સ્ટાર યશની ફિલ્મ 'ટોક્સિક' સાથે થવાનો હતો. જોકે, રિલીઝ પહેલા જ ટોક્સિકની રિલીઝ ડેટ ટાળી દેવામાં આવી. હવે 'ટોક્સિક' જૂનમાં રિલીઝ થશે. આ ઉપરાંત પણ ક્લેશથી બચવા માટે ઘણી ફિલ્મો ટાળી દેવામાં આવી હતી. ‘ધુરંધર 2’ એ બોક્સ ઓફિસ પર ઘણા મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિલ્મે વર્લ્ડવાઈડ 1758 કરોડનું કલેક્શન કરી લીધું છે. આ ભારતની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    ટેક મહિન્દ્રાનો નફો 16% વધીને ₹1,354 કરોડ થયો:ચોથા ક્વાર્ટરમાં રેવન્યુ 12.64% વધી, કંપની રોકાણકારોને 36 રૂપિયા ડિવિડન્ડ આપશે
    Next Article
    Trump Vindicated? Iran Crisis Turning US Crude Into World's Safe Bet

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment