Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં વેપારી પરિવારની પુત્રવધૂએ આપઘાત કર્યો:લગ્નના બે જ મહિનામાં સુભાષનગરના બંગલામાં ગળેફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું

    13 hours ago

    સુરત શહેરના સુભાષનગર વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પ્લાસ્ટિકના દાણાના વેપારી પરિવારની પુત્રવધૂએ લગ્નના માત્ર બે જ મહિનામાં આપઘાત કરી લીધો છે. સુભાષનગરના બંગલા નંબર 65માં રહેતી ખ્યાતિ અભિષેક કેજરીવાલે પોતાના બંગલાના ત્રીજા માળે આવેલા બેડરૂમમાં ગળેફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હતું. નવાઈની વાત એ છે કે, આજે જ ખ્યાતિના લગ્નને બરાબર બે મહિના પૂર્ણ થયા હતા અને તે જ દિવસે તેણે મોતને વ્હાલું કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક ખ્યાતિનો પરિવાર પ્લાસ્ટિકના દાણાના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને આર્થિક રીતે સધ્ધર છે. જોકે, ઘટનાસ્થળેથી પોલીસને હજુ સુધી કોઈ સુસાઇડ નોટ મળી નથી, જેને કારણે આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી, ખ્યાતિએ કયા માનસિક તણાવ કે કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 600 પોઈન્ટ ઘટીને 78,600 પર ટ્રેડિંગ:નિફ્ટી પણ 150 પોઈન્ટ ઘટીને 24,400થી નીચે આવ્યો; IT શેરોમાં સૌથી વધુ વેચવાલી
    Next Article
    આકરી ગરમીમાં શેકાવા તૈયાર રહેજો, તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચશે:દરિયાઈ વિસ્તારમાં ભેજ અને ઊંચા તાપમાનના કારણે અકળામણ અનુભવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment