Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર પોલીસની સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઈવ:સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે દરેડ અને મસીતિયામાં સઘન કાર્યવાહી, અનેક કેસ નોંધાયા

    11 hours ago

    જામનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે "સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઈવ" હાથ ધરી હતી. આ ડ્રાઈવ અંતર્ગત દરેડ અને મસીતિયા વિસ્તારોમાં સઘન કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય અને જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી થઈ હતી. એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી, પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. રાઠોડ તેમજ એલ.સી.બી., એસ.ઓ.જી. અને પંચ બી. ડિવિઝનના સ્ટાફે સંયુક્ત રીતે કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન મોટર વાહન અધિનિયમ (MV Act) કલમ 207 હેઠળ 10 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા, જ્યારે MV Act હેઠળ 18 એન.સી. (નોન-કોગ્નિઝેબલ) કેસ નોંધાયા હતા. આ ઉપરાંત, દારૂબંધીને લગતા 2 કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને 10 નીલ રેઈડ હાથ ધરવામાં આવી હતી. પોલીસે 15 બુટલેગરના રહેઠાણોની પણ ચકાસણી કરી હતી. આ ઉપરાંત, 5 ટપોરીઓની તપાસ, 3 હિસ્ટ્રીશીટરોની ચકાસણી અને 4 એમ.સી.આર. (મૂવમેન્ટ કંટ્રોલ રજિસ્ટર) ચેકિંગ પણ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરી એલ.સી.બી., એસ.ઓ.જી. અને પંચ બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા સંકલિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી. જામનગર જિલ્લા પોલીસ દ્વારા આગામી સમયમાં પણ આવી કોમ્બિંગ ડ્રાઈવ ચાલુ રાખીને કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પહેલગામ હુમલાને એક વર્ષ, ભાવનગરનો પરમાર પરિવાર આજે પણ આઘાતમાં:પતિ અને દીકરો ગુમાવનાર કિરણબેન વારંવાર બેભાન થાય છે, આંસુ સારતાં કહ્યું- ખાલીપો ક્યારેય નહીં ભરાય
    Next Article
    મેમનગરના સામ્રાજ્ય ફ્લેટના પાર્કિંગમાંથી મૃતદેહ મળ્યો:વૃદ્ધની હત્યા, આત્મહત્યા કે આકસ્મિક મોત?, પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment