Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રજાનો આક્રોશ સહન ન થતાં ભાજપના કાર્યકરો હિંસા પર ઉતર્યા:મહિલા અનામતની વાતો કરતા કાર્યકરોએ મહિલાને ધક્કો મારતા દીવાલ સાથે અથડાઈ, વડોદરામાં યુવક પર હુમલો

    13 hours ago

    પાલિકા-પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે. રાજકીય પક્ષો મતદારોને રિઝવવા માટે કોઈ કચાશ રાખવા માગતા ન હોય તે રીતે પ્રચારમાં તેજી આવી છે. પ્રચાર દરમિયાન અનેક જગ્યાએ નેતાઓ ભાન પણ ભૂલી રહ્યા છે અને વિવાદો સર્જાઈ રહ્યા છે. સુરતમાં પ્રજાનો આક્રોશ સહન ન થતાં ભાજપના કાર્યકરો હિંસા પર ઉતર્યા હતા. ભાજપના ગઢ ગણાતા અડાજણ-ગોરાટમાં પહેલીવખત ભાજપ સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. પહેલા દિવસથી જ ગોરાટ વિસ્તારમાં સોસાયટીઓએ ભાજપે પ્રચાર માટે આવવું નહીં તેવા બેનરો લગાવી દીધાં હતાં. તેમ છતાં ભાજપના ઉમેદવાર અને ગાર્ડન ગ્રુપના હર્ષ મહેતા તેના ટેકેદારો અને પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા સહિત ભાજપના કાર્યકરો સાથે અહીં પ્રચારમાં પહોંચતાં સ્થાનિક મહિલાઓ સહિત લોકોએ ભેગા મળી ઉધડો લીધો હતો. આ દૃશ્યો ગાર્ડન ગ્રુપના ટેકેદારો જોઇ શક્યા નહીં અને સોસાયટીમાં બળજબરીપૂર્વક ઘૂસી ગયા ત્યારે વિરોધ કરતી એક મહિલાને રીતસરનો ધક્કો મારતાં દીવાલ સાથે અથડાઇ હતી. આ દૃશ્ય ફૂટેજમાં પણ સ્પષ્ટ દેખાતું હતું. કેટલીક મહિલાનાં તો કપડાં પણ ફાડી નાખ્યાં. શિસ્તની દુહાઈ દેતી ભાજપના આ પ્રકારના વલણ સામે અન્ય મહિલાઓએ વિરોધ કરતા તેમને પણ ગાળો ભાંડી હતી. વડોદરામાં પૂર્વ કોર્પોરેટર હિતેન્દ્ર પટેલ સહિતના નેતાઓ ચૂંટણી પ્રચારમાં ગયા હતા. આ સમયે એક યુવકે તેમની સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેથી ભાજપના કાર્યકરે યુવક સાથે મારામારી કરી હતી. આજે સુરતમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા સભા ગજવશે. તો રાજકોટમાં ફરી એકવાર ક્ષત્રિય આંદોલનની યાદો તાજી થવાની સંભાવના છે. ક્ષત્રિય આંદોલન સમયે મહત્વની ભૂમિકામાં રહેતા ભાર્ગવીબા ગોહિલ વોર્ડ નંબર 10માંથી કોંગ્રેસના ઉમેદવાર હોય તેમના સમર્થનમાં ક્ષત્રિય સમાજનું મહિલા સંમેલન યોજાશે.
    Click here to Read More
    Previous Article
    MPના 9 શહેરોમાં વોર્મ નાઈટનું એલર્ટ:છત્તીસગઢમાં પ્લેટફોર્મ પર ઠંડા ફુવારા છોડવામાં આવ્યા; યુપીના પ્રયાગરાજમાં પારો 44.6°C પર પહોંચ્યો
    Next Article
    પાટણના સબોસણ રોડ પર બાઇક અને એક્ટિવાનો અકસ્માત:આધેડનું મોત અને બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચી, મૃતકના પુત્રે ફરિયાદ નોંધાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment